Ahmedabad Jalyatra 2023 અમદાવાદ : રથયાત્રાના મહોત્સવની શરૂઆત જ જળયાત્રાના પર્વથી થાય છે. એટલે જ દર વર્ષે ભગવાન જગન્નાથના જળાભેષિકથી રથયાત્રાના પવિત્ર મહોત્સવનો શુભારંભ કરવામાં આવે છે. દર વર્ષે જેઠ સુદ પૂનમ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો વિધિવત્ પ્રારંભ થાય છે. આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પૂર્વેની જળયાત્રા યોજાઈ હતી. અમદાવાદમાં જગન્નાથ મંદિરથી ભવ્ય જળયાત્રા નીકળી હતી. બળદગાડામાં ભગવાનને બેસાડી જળયાત્રા નીકળી હતી. જળયાત્રામાં મોટી સંખ્યામાં સંતો-મહાનુભાવો હાજર થયા હતા. તો જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે અમદાવાદના આંગણે ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી હતી. જળયાત્રા પહેલા અમદાવાદમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. તેના બાદ ભગવાન જગન્નાથની જળયાત્રામાં 108 કળશમાંથી ભૂદરના આરેથી જળ ભરાયું હતું. પૂજા અર્ચના બાદ 108 કળશમાં સાબરમતીના જળ ભરવામાં આવ્યા હતા. આ વિધિ દરમિયાન મોટી સંખ્યામાં સંતો મહંતો હાજર રહ્યા હતા. જળયાત્રા બાદ ગજવેશમાં ભગવાનના દર્શન માટે ભક્તો ઉમડ્યા હતા. 


સિંઘમ બની Reels બનાવતા પોલીસ કર્મચારીઓને મોટો ઝટકો, ગુજરાત પોલીસમાં આવ્યા નવા નિયમ


આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. જગન્નાથ મંદિરની બહાર જશ્નનો માહોલ હતો. ક્યાંક કરતબના દ્રશ્યો જોવા મળ્યા તો  ક્યાંક ભક્તો ભજનના રંગે રંગાયા હતા. જળયાત્રાને પગલે સવારથી જ મંદિરનું વાતાવરણ પ્રફુલ્લિત હતું. જગન્નાથ મંદિરની બહાર ભક્તોએ ડાન્સ કર્યો હતો. ઢોલના તાલે ભક્તો ડાન્સ કરતાં જોવા મળ્યા. તો જળયાત્રાના પાવન પર્વ પર મહિલાઓ અવનવા નૃત્ય કરતી જોવા મળી. વહેલી સવારથી જ મંદિરની બહાર ભક્તિમય માહોલ સર્જાયો. હતો. ભગવાન જગન્નાથના મંદિરની અંદર સોનાના કળશ મુકાયા. આ સોનાના કળશથી જ ભગવાન પર જળાભિષેક કરાયો. મંદિરની અંદર મુકેલા સોનાના કળશ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભગવાન જગન્નાથજીની જળયાત્રા દરમિયાન આરતી કરાઈ હતી. જળયાત્રાની આરતીમાં પ્રદીપસિંહ વાઘેલા સહિત મહાન સંતો મહંતો જોડાયા હતા. જળયાત્રામાં કરાયેલી મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. 


પાણી માટે તડપતા ગુજરાતના આ જિલ્લાના લોકો માટે આનંદના સમાચાર, સરકારે આપી આ મંજૂરી


આજે જગન્નાથજીની જળયાત્રા હોવાથી ભગવાનને ખુબ જ સુંદર શણગાર કરાયો હતો ભગવાન જગન્નાથને સુંદર વાઘા પહેરાવ્યા અને સુદર્શન ચક્ર સાથેના આભુષણો પણ પહેરાવ્યા હતા. ભગવાનના શિરે રહેલી પાઘડીએ ભક્તોનું મન મોહી લીધું. ઢોલ-નગારા, ધજા પતાકા, બળદગાડા, બેન્ડ બાજા સાથે જળયાત્રા યોજાઈ છે. 108 કળશ સાથે મોટી સંખ્યામાં ભક્તો જળયાત્રામાં જોડાયા છે. સાબરમતી નદીમાંથી 108 કળશમાં જળ ભર્યા બાદ નદીની આરતી કરવામાં આવી હતી. જળ ભરેલા કળશ સાથે ભગવાન જગન્નાથની જળયાત્રા મંદિરે પરત પહોંચી હતી. ભગવાનની જળાભિષેકની પૂજા-વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. 


સાળંગપુરમાં દર્શન કરવા જાઓ તો ધ્યાન રાખો, 58 સંવેદનશીલ સ્પોટ પર મૂકાયો આ પ્રતિબંધ


આજે જેઠ સુદ પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શને હજારો ભક્તો ઉમટયા હતા અને ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બન્યા હતા પૂર્ણિમાના પાવન અવસરે વહેલી સવારથી જ મંદિર પરિસર ભક્તોથી ઉભરાયું હતું ખાસ કરીને પૂર્ણિમાએ પોતાના આરાધ્ય દેવના દર્શનનું વિશેષ મહત્વ હોય છે ત્યારે હજારો ભક્તો આ પૂર્ણિમાના પવિત્ર અવસરે ભગવાન શામળિયાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા ખાસ કરીને આજે જેઠ સુદ પૂર્ણિમાએ તાહકોરજીને જેષ્ટ સ્નાનનું વિશેષ મહત્વ હોય છે જેમાં વર્ષમાં એકજ વખત ઠાકોરજીને ઠંડા પાણીથી સ્નાન કરાવાય છે ત્યારે કેસર અને મોગરાણા ફૂલ નાખી વિશેષ પ્રકારે તૈયાર કરાવાયેલા ઠંડા જળ થી શામળીયાને આજે જેષ્ઠ સ્નાન કરાવાયું હતું અને ત્યાર બાદ સફેદ કોટનના વસ્ત્રો અને આભૂષણોથી શણગાર કરાયા હતા.બીજી તરફ આજે વહેલી સવારથીજ અરવલ્લી જિલ્લમાં વરસાદી માહોલ જામ્યો હતો તેવામાં વરસાદી વિઘ્ન વચ્ચે પણ ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનૌભાવી હતી.


અમદાવાદની પોલ ખોલતો કમોસમી વરસાદ : એક કલાકમાં તો અનેક વિસ્તારો પાણી પાણી, જુઓ PHOTOs