અમદાવાદની પોલ ખોલતો કમોસમી વરસાદ : એક કલાકમાં તો અનેક વિસ્તારો પાણી પાણી, જુઓ PHOTOs

Ahmedabad Rain અર્પણ કાયદાવાલા/અમદાવાદ : અમદાવાદમાં વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો આવ્ય હતો, વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જોકે, વહેલી સવારે વરસેલા વરસાદ બાદ બે કલાકમાં શહેરમાં વરસાદે વિરામ લીધો હતો. પરંતુ ત્યા સુધીમાં વરસાદે અમદાવાદના અનેક વિસ્તારોને પાણી પાણી કરી દીધા હતા, સાથે જ કમોસમી વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી હતી.  

1/7
image

પૂર્વના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ બંધ થયા બાદ પણ રોડ પર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. ખોખરા હાટકેશ્વર બ્રિજ સુધી રોડ પર મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા. ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતમાં પણ વરસાદી પાણી ઘુસ્યા હતા. વસાહત બહાર આવેલા શોપિંગ કપ્લેક્ષની દુકાનો પાણીમાં ગરકાવ થયું છે. જેને કારણે વેપારીઓને મોટું નુકશાન થયું છે.    

2/7
image

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. ખોખરા ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનોના ઓટલા સુધી પાણી ફરી વળ્યા હતા. તો હાટકેશ્વર સર્કલ પર પાણી ભરાયા. આ ઉપરાંત ખોખરા રુક્ષમણી માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. હાટકેશ્વર ખોખરા જવાનો રસ્તો, સીટીએમ જામફળવાળી, જશોદાનગર પુનિતનગર રેલવે ફાટક પાસે પણ પાણી ભરાયા છે.   

3/7
image

એક તરફ ભગવાન જગન્નાથજીની જળયાત્રા ચાલી રહી છે, તો બીજી તરફ શહેરમાં ભારે વરસાદી વાતાવરણ જોવા મળ્યુ હતું. હાલ વાસણા બેરેજ ખાતે નદીનું લેવલ 135.50 ફૂટ છે. જળયાત્રા હેઠળ નદીમાંથી જળ ભરવા માટે નદીનું લેવલ જાળવી રાખવું પડે છે. બીજી તરફ ભારે વરસાદ થાય તો બેરેજના દરવાજા ખોલવા પડે છે. હાલ સમગ્ર પરિસ્થિતિ ઉપર amc તંત્રની નજર છે. 

4/7
image

જવાહર ચોકથી ભૈરવનાથ જવાના રોડ પર રાજકમલ બેકરી પાસે રોડ પર પાણી ભરાતા Amts બસ ખોટકાઈ હતી  

5/7
image

6/7
image

7/7
image