Husband Wife dispute : ગુજરાતના અમદાવાદમાં રેડિયો જોકી પતિ અને તેની પત્નીની વચ્ચે પારિવારિક વિવાદ હાલ ચર્ચામાં છે. આ કેસમાં પતિએ પોતાની પત્નીની વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં અરજી  આપી છે. આ અરજીમાં કથિત રીતે પીડિત પતિનો આરોપ છે કે, તેની જજ પત્નીના રુઆબને કારણે પોલીસે કાયદો તોડ્યો અને તે બે દિવસ સુધી જેલના સળિયા પાછળ બંધ કરાવ્યો. જ્યારે કે, નિયમો અનુસાર, અટકાયત કરાવ્યા બાદ આરોપીને 24 કલાકની અંદર કોર્ટમા રજૂ કરવાનો જરૂરી હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ લોકઅપમાં બંધ બનાવીને રાખ્યો - પતિ 
આ મામલામાં આપવીતી સંભળાવતા પીડિત પતિ અહીં તહીં ભટકી રહ્યો છે. તેનુ કહેવુ છે કે, કોઈ પણ તેની અરજીને સાંભળવા તૈયાર નથી. પતિએ આરોપ બતાવતા કહ્યું કે, પત્નીના જજ હોવાને કારણે તેના રુઆબની અસર એટલી હતી કે, તેની ધરપકડના 24 કલાક બાદ પણ મને મેજિસ્ટ્રેટના સામે રજૂ કરવામાં ન આવ્યો. મને પોલીસ સ્ટેશનમાં બંધક બનાવીને રખાયો હતો.


હાઉસિંગ સોસાયટીમાં મનફાવે તેમ ટ્રાન્સફર ફી નહિ વસૂલી શકાય, જૂના નિયમમાં કરાયો ફેરફાર


8 જજે સુનાવણીનો ઈન્કાર કર્યો - રિપોર્ટ
દૈનિક ભાસ્કરમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, આ મામલામાં અત્યાર સુધી 8 જજ સુનાવણીનો ઈન્કાર કરી ચૂક્યા છે. રેડિયો જોકીની જજ પત્નીએ પોતાના પતિની વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ દાખલ કરી હતી. જેના બાદ પોલીસે એક્શન લેતા કહ્યું કે, આરજેએ પોતાની દુશ્મનાવટ બતાવી હતી. સ્થાનિક પોલીસ પર પણ આ કિસ્સામાં સવાલ પેદા થાય છે. લોકઅપથી છૂટ્યા બાદ આરજે પતિએ કાયદાકીય લડાઈ તેજ કરી છે. હવે આ ફરિયાદ બાદ સતર્કતા તપાસ શરૂ કરાઈ છે. 


આમ, જજ પત્નીએ હોદ્દાનો દુરુપયોગ કરી આરજે પતિને ગોંધી રાખ્યાની ફરિયાદ થતાં હાઈકોર્ટે વિજિલન્સ તપાસ શરૂ કરાવી છે. કોર્ટમાં કરાયેલી અરજીમાં પત્નીએ ઘરેલુ હિંસાની ખોટી ફરિયાદ કરી હોવાનો આક્ષેપ મુકાયો છે. 


નાફેડમાં થવાની હતી ઈફ્કોવાળી! એવું તો શું થયું કે કુંડારિયાનું નામ ફાઈનલ કરી દેવાયું