હવે હાઉસિંગ સોસાયટીમાં મનફાવે તેમ ટ્રાન્સફર ફી નહિ વસૂલી શકાય, વર્ષો જૂના નિયમમાં કરાયો ફેરફાર
New Rule For Gujarat Housing Society : હવે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓને એકતરફી જોહુકમીનો અંત આવશે, નવા વિધેયકને રાજ્યપાલ દ્વારા મંજૂરી અપાઈ
Trending Photos
Property News : અનેક લોકો માટે સોસાયટીનો વહીવટ એટલે માથાનો દુખાવો. અડધોઅડધ સોસાયટીના વહીવટમાં લોચા હોય છે. સોસાયટીા પ્રમુખ અને કમિટી મેમ્બર્સ પોતાની મનમાની કરતા રહે છે. આવામાં ગુજરાતની સહકારી મંડળીઓના સુધારા વિધેયકમાં નવી જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે નિયમો બદલવામાં આવ્યા છે. નવા બદલાવ મુજબ હવે સોસાયટીમાં ટ્રાન્સફર ફી નિયત કરવા પ્રમુખ કમિટીની મનમાની નહિ ચાલે. આમ, આ સાથે જ હવે હાઉસિંગ સોસાયાટીઓમાં મનફાવે તેમ ટ્રાન્સફર ફીની વસૂલાતનો અંત હવે નક્કી છે. ફેબ્રુઆરીમાં ગુજરાત વિધાનસભામાં પસાર કરાયેલા સાતેય વિધેયકને રાજ્યપાલે મંજૂરી આપી દીધી છે.
મનફાવે તેમ ટ્રાન્સફર ફી વસૂલાતી હતી
રાજ્યના સહકાર મંત્રીએ સહકારી મંડળીઓ અધિનિયમ 1960 માં સુધારા કરતું વિધેયક ગુજરાત વિધાનસભામાં પાસ કરાવ્યુ હતું. જેમાં જૂના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આ વિધેયકને હવે રાજ્યપાલ તરફથી લીલીઝંડી મળી ગઈ છે. આ સુધારાથી ગુજરાતમાં તમામ પ્રકારની કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીઓમાં જે હોદ્દેદારો દ્વારા જે રીતે મનફાવે તેમ ટ્રાન્સફર ફી વસૂલાતી હતી, તેનો અંત આવશે. આ પ્રકારની ફીના દર નક્કી કરવા સરકાર રજિસ્ટ્રારોના અધ્યક્ષપદે ઓથોરિટીની રચના કરશે.
સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓને એકતરફી જોહુકમીનો અંત આવશે
ચૂંટણી પતી ગઈ છે, એટલે આગામી એકાદ સપ્તાહમાં આ સુધારાના અમલ માટે નોટિફિકેશન જાહેર કરાશે. આ બાદથી સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓને એકતરફી જોહુકમીનો અંત આવશે. અત્યાર સુધી મકાન કે પ્લોટના ટ્રાન્સફર માટે જે રીતે મનફાવે તેમ ટ્રાન્સફર ફી વસૂલાતી હતી, તે હવે નહિ વસૂલી શકાય. જો કોઈ આવું કરે તો તેના સામે કાર્યવાહી કરવા પણ જોગવાઈ કરાશે. કાયદામાં થયેલા સુધારાનો અમલ થતા મંડળીની નોંધણી આઠ સભ્યોથી પણ થઈ શકશે. હાલમાં આ મર્યાદા 10 સભાસદોની છે.
સોસાયટીનું સંચાલન સારી રીતે થાય તે હેતુ
ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી એક્ટમાં સુધારા મારફત સરકારનો ઈરાદો સોસાયટીઓનું વધુ સારી રીતે સંચાલન થાય અને તેના મેમ્બર્સના હિત જળવાઈ રહે તેવો છે તેવું સરકારે જણાવ્યું છે. આ સુધારા મુજબ સરકારના હાઉસિંગ સોસાયટીમાં ટ્રાન્સફર ફીને ફિક્સ કરવાનો અધિકાર અપાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે