નાફેડમાં થવાની હતી ઈફ્કોવાળી! એવું તો શું થયું કે બાજી બગડે તે પહેલા જ કુંડારિયાનું નામ ફાઈનલ કરાયું

Nafed elections : ગુજરાતમાં નાફેડની ચૂંટણીમાં મોહન કુંડારિયા બિનહરીફ વિજેતા જાહેર, ત્યારે એક જ પોસ્ટ માટે સાત ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવીને ઇફકોની ચૂંટણીનું પુનરાવર્તન થવાના એંધાણ હતા, પરંતું છેલ્લી ઘડીએ પાસું બદલાયું

નાફેડમાં થવાની હતી ઈફ્કોવાળી! એવું તો શું થયું કે બાજી બગડે તે પહેલા જ કુંડારિયાનું નામ ફાઈનલ કરાયું

Iffco Election : ઈફ્કોની ચૂંટણીમાં ગરમાવા બાદ નાફેડની ચૂંટણીમાં પણ નવાજૂની થવાના એંધાણ હતા. પરંતુ તે પહેલા જ ખીચડીમાં ઘી ઢોળાઈ ગયું હતું. નાફેડના ડાયરેકટર પદે મોહન કુંડારીયા બિનહરિફ ચૂંટાયા છે. મોહન કુંડારીયા ડાયરેકટર બન્યા બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી. લોકસભાની ચૂંટણી ચાલુ હોવાથી ઇફકોની ચૂંટણીમાં આગેવાનો સમજાવી શક્ય નહોતા. ઈફ્કોની ચૂંટણીમાં અમારા આગેવાનો ફ્રી હોત તો ઈફકોમાં પણ બિનહરીફ કરવામાં આવતું. 

મોહન કુંડારિયાએ કહ્યું કે, નાફેડની ચૂંટણી કેન્દ્ર લેવલની સંસ્થા છે. જેમાં આખા ભારતમાં કૃષિ લક્ષી 7 બેઠકો હોય છે. જેમાં આગામી 21 મેના રોજ મતદાન થવાનું હતું. જેમાં કુલ 5 લોકોએ ફોર્મ ભર્યું હતું. સહકારી આગેવાનોએ સાથે મળી બિનહરીફ કરવાનો નિર્ણય કર્યો હતો. મોરબીના મત વધુ હોવાથી હું બિનહરીફ થયો હતો. ગુજરાતની બન્ને બેઠકો રાજ્ય કક્ષાના વિભાગની અને કૃષિ વિષયક વિભાગની બેઠક બિનહરીફ થઈ હતી. 

કુંડારિયાએ આગળ કહ્યું કે, ગુજરાતની બેઠક ઉપર મેં પણ ફોર્મ ભર્યું હતું. પાંચ પૈકી 4 લોકોએ ફોર્મ પરત ખેંચી લીધા છે. આ બેઠક બિનહરીફ કરવાનું તમામ આગેવાનોએ નક્કી કર્યું છે. 298 ગુજરાતના મત અને અને તેમાં 198 મોરબી અને રાજકોટના મત છે. આ બેઠક ઉપર ખેડૂતોની બેઠક છે. આ સંસ્થા 21 સદસ્યો આખા ભારતમાંથી આવે છે. જેઠાભાઈ ભરવાડ પણ બિનહરીફ થાય છે. સૌરાષ્ટ્રના મતદારો માટે વલ્લભ ભાઇ પટેલ અને રમણીક ભાઈ ધામી સહિતના લોકોનું યોગદાન રહેલું છે. 

ઇફકો ચૂંટણીમાં વિવાદ મુદ્દે મોહન કુંડારીયા બોલ્યા કે, લોકસભાની ચૂંટણી ચાલુ હોવાથી ઈફકોની ચૂંટણીમાં આગેવાનો સમજાવી શક્ય નહોતા. ઈફકોની ચૂંટણીમાં અમારા આગેવાનો ફ્રી હોત તો ઈફકોમાં પણ બિનહરીફ કરવામાં આવત. પાર્ટીનો નિર્ણય હતો કે હું બિનહરીફ થાઉં. અમે બધા સાથે બેઠા અને ફોર્મ પરત ખેંચ્યા. 

આમ, નાફેડની ડિરેકટર પદની એક જ જગ્યા માટે ભાજપના જ સાત ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. આ ચૂંટણીમાં  પણ ઇફકોવાળી થાય અને ફરીથી ભાજપની શિસ્તના લીરેલીરા ઊડે તે પહેલા જ બેઠકો કરીને મોહનભાઇ કુંડારિયાના નામ પર સર્વસંમતિ સાધીને પસંદગીનો કળશ ઢોળી દેવામાં આવ્યો છે. એક જ પોસ્ટ માટે સાત ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવીને ઇફકોની ચૂંટણીનું પુનરાવર્તન થવાના એંધાણ હતા. પરંતુ આ વખતે ભાજપે પક્ષની વાત અંદર જ રહે અને બંધ મુઠ્ઠી ખૂલે તે પહેલા જ સમાધાનના માર્ગે આ મામલાને સંકેલી લીધો હતો. દિલીપ સંઘાણી, અજય પટેલ અને જયેશ રાદડિયાની મળેલી બેઠકમાં કુંડારીયાના નામ પર સર્વસંમતિ સાધવામાં આવી હતી. આમ ઘી ખિચડીમાં જ ઢોળાતા વાત વધુ આગળ વધે તે પહેલા જ અટકી ગઈ હતી. આ આખા ઘટનાક્રમ વચ્ચે ભાજપને મેન્ડેટ જાહેર કરવાનો મોકો જ મળ્યો નહોતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news