Ahmedabad Airport New Record: અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે (SVPI) ચાલુ નાણાકીય વર્ષમાં 8 ફેબ્રુઆરી, 2024 સુધીમાં 10 મિલિયનથી વધુ મુસાફરોને સેવા આપી નોંધપાત્ર સીમાચિહ્નને પાર કર્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિ ગત વર્ષની સરખામણીમાં 50-દિવસ વહેલા મળી છે. અગાઉ 29 માર્ચ, 2023ના રોજ 10 મિલિયન પેસેન્જર્સનો આંકડો પહોંચ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી ઘાતક આગાહી! પવનની દિશા બદલાતા ગુજરાત પર ફરી એકવાર મોટો ખતરો, તૈયાર રહેજો...


SVPI એરપોર્ટે 10 મિલિયન પેસેન્જરનો માઈલસ્ટોન હાંસલ કર્યો
ગુજરાતના અમદાવાદ એરપોર્ટે મુસાફરોની સંખ્યાના મામલે નવો રેકોર્ડ બનાવ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) એ ચાલુ નાણાકીય વર્ષમાં 8 ફેબ્રુઆરીના રોજ એક કરોડ (10 મિલિયન) મુસાફરોના આંકડાને સ્પર્શ કર્યો હતો. અમદાવાદ એરપોર્ટની જાળવણીની જવાબદારી અદાણી ગ્રુપની છે. વાઇબ્રન્ટ સમિટ 2024 દરમિયાન અમદાવાદ એરપોર્ટ પ્રાઇવેટ જેટોની સંખ્યાને કારણે નાનું પડ્યું હતું. ત્રણ દિવસીય વાઈબ્રન્ટ સમિટ દરમિયાન અંદાજે દોઢથી બે લાખ લોકો હવાઈ માર્ગે વાઈબ્રન્ટ સમિટમાં પહોંચ્યા હતા.


ગુજરાતમાં દર્દીનો ઊંદરોએ કોતરી ખાદ્યો પગ; આરોગ્ય મંત્રી જુઓ હોસ્પિટલમાં શું ચાલે છે?


કનેક્ટિવિટી અને મુસાફરોના અનુભવમાં અભિવૃદ્ધિ
આ નોંધપાત્ર વૃદ્ધિ એરપોર્ટનું સતત અપગ્રેડેશન અને કનેક્ટિવિટી વધારવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. SVPI એરપોર્ટ હવે સરેરાશ 240 થી વધુ દૈનિક ફ્લાઇટ મૂવમેન્ટની સુવિધા આપે છે અને તેના બે ટર્મિનલ દ્વારા 32,000 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને પૂરી સેવા પાડે છે. જનરલ એવિએશન ટર્મિનલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, G20, U20 અને વર્લ્ડ કપ મેચો જેવી મોટી ઈવેન્ટ્સને સેવા આપવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જે રેકોર્ડ પેસેન્જર સંખ્યામાં ફાળો આપે છે. 20 નવેમ્બર 2023ના રોજ એરપોર્ટે 42224 મુસાફરોને સેવા આપી હતી જ્યારે 19 નવેમ્બરના રોજ 40,801 મુસાફરો અને 18 નવેમ્બરના રોજ 38,723 મુસાફરોએ મુસાફરી કરી હતી. 19 નવેમ્બર 2023 ના રોજ 359 ફ્લાઇટ મૂવમેન્ટ સાથે સમાન સમયગાળા દરમિયાન સૌથી વધુ ફ્લાઇટ મૂવમેન્ટ રેકોર્ડ કરવામાં આવી હતી.


'મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા તો આત્મહત્યા કરી લઈશ', ગુજરાતી પતિ લગ્ન કરી ભરાયો!


50 દિવસ પહેલાં જ સિદ્ધિ હાંસલ કરી
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPI) એ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં 8 ફેબ્રુઆરી, 2024 સુધી 10 મિલિયનથી વધુ એટલે કે 1 કરોડથી વધુ મુસાફરોને સેવા આપવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એરપોર્ટે પાછલા નાણાકીય વર્ષ કરતાં 50 દિવસ વહેલાં આ સિદ્ધિ મેળવી છે. છેલ્લી વખત 10 મિલિયન મુસાફરોની સંખ્યા 29 માર્ચ, 2023ના રોજ પહોંચી હતી. અમદાવાદ એરપોર્ટ હવે સરેરાશ 240 થી વધુ દૈનિક ફ્લાઇટ્સ સેવા આપે છે. એરપોર્ટ તેના બે ટર્મિનલ દ્વારા 32,000 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને સેવા આપે છે. અયોધ્યામાં રામ મંદિરના અભિષેક પહેલાં અમદાવાદ અને અયોધ્યા વચ્ચે ફ્લાઈટ શરૂ કરવામાં આવી હતી.


ઠાકોર સમાજની આ મહિલાએ લગાવી ઊંચી છલાંગ! પૂનામાં ટ્રેનિંગ લઈને બની 'ડ્રોન' પાયલટ


ગ્લોબલ ઊવેન્ટને પગલે નવો રેકોર્ડ
એરપોર્ટે તેના નિવેદનમાં જણાવ્યું છે કે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, જી20, યુ20 અને વર્લ્ડ કપ મેચ જેવી મોટી ઈવેન્ટ્સના આયોજનને કારણે મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. 20 નવેમ્બર 2023ના રોજ 42,224 મુસાફરોને સેવા આપી હતી. 19 નવેમ્બરે 40,801 મુસાફરોએ મુસાફરી કરી હતી અને 18 નવેમ્બરે 38,723 મુસાફરોએ મુસાફરી કરી હતી.  10 વર્ષ પહેલાં સુધી, અમદાવાદથી માત્ર અમુક સ્થળોએ જ ફ્લાઇટની સુવિધા હતી. હાલમાં, સરદાર વલ્લભભાઇ એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ 42 ડોમેસ્ટિક ડેસ્ટિનેશનને સાત એરલાઇન્સ સાથે અને 15 ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશનને 18 એરલાઇન્સ સાથે જોડે છે જે મુસાફરોને બહુવિધ કનેક્ટિવિટી વિકલ્પો પૂરા પાડે છે.


ગુજરાતના લાખો પરિવારોનું સપનું થશે પુરું! PM મોદી આપશે “પોતાના સપનાનું ઘર”


પેસેન્જર્સનો વધારો હોવા છતાં સીમલેસ અનુભવ:
પેસેન્જર ટ્રાફિકમાં ઝડપી વધારો થવા છતાં SVPI એરપોર્ટે સીમલેસ મુસાફરીના અનુભવને પ્રાથમિકતા આપી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણને કારણે છેલ્લા ત્રણ વર્ષમાં સ્થાનિક ટર્મિનલના વિસ્તારમાં 9,000 ચોરસ મીટર અને આંતરરાષ્ટ્રીય ટર્મિનલના વિસ્તારમાં 10,000 ચોરસ મીટરનો વધારો થયો છે, જેમાં અનેક  ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.


ખેલ ખેલમાં મદારીઓ કરી ગયા મોટો ખેલ! એક પરિવારના દાગીના નજર સામે જ ગુમ કરી રફુચક્કર


તાજેતરમાં કરાયેલા વિકાસ કાર્યો:


  • નવો પ્રસ્થાન સ્થળાંતર અને વિસ્તૃત આગમન વિસ્તાર

  • આંતરરાષ્ટ્રીયથી આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર સુવિધા

  • ઇન્ટરનેશનલ ટર્મિનલ પર FASTag પ્રવેશ અને નિકાસ

  • ઈ-ગેટની સ્થાપના, સેલ્ફ-બેગેજ ડ્રોપ સુવિધા અને ડિજી યાત્રા પ્રવેશ

  • વિસ્તૃત સુરક્ષા હોલ્ડ એરિયા અને બસ બોર્ડિંગ ગેટ

  • ડોમેસ્ટિક-ટુ-ડોમેસ્ટિક ટ્રાન્સફર સુવિધા

  • બહુવિધ લેન સાથે ઉન્નત પિકઅપ અને ડ્રોપ-ઓફ પોઈન્ટ

  • સમર્પિત પરિવહન બુકિંગ ઝોન

  • લેન્ડસાઇડ અને ડોમેસ્ટિક ટર્મિનલની અંદર નવા ફૂડ અને રિટેલ આઉટલેટ્સ


તલાટી- જુનિયર ક્લાર્કના વેઈટિંગ લિસ્ટને લઈ મોટી અપડેટ; ઉમેદવારો માટે ફરી અચ્છે દિન!


હાલ સરદાર વલ્લભભાઈ એરપોર્ટ ઈન્ટરનેશનલ એરપોર્ટ 42 સ્થાનિક સ્થળોને સાત એરલાઈન્સ સાથે અને 15 ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશનને 18 એરલાઈન્સ સાથે જોડે છે. જે પ્રવાસીઓને અનેક કનેક્ટિવિટીના વિકલ્પો આપે છે.