અમદાવાદ : હાલ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાની સિઝન ચાલી રહી હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વાસ્થય વિભાગ તરફથી ઠેરઠેર તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન જો ક્યાંય પણ મચ્છરના બ્રીડિંગ મળે તો તે એકમ સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. AMC ના હેલ્થ વિભાગ દ્વારા અનેક સ્થળો પર તપાસ હાથ ધરીને મચ્છરના બ્રીડિંગ પકડી પાડવામાં આવ્યા છે. જે બાદમાં જે તે સાઇટને દંટ આપવાની કે સીલ કરવાની કામગીરી થાય છે. આ દરમિયાન સોમવારે AMC એ કાર્યવાહી કરતા મેટ્રો સાઇટને સીલ કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘોર કળિયુગ: ઉંચા અવાજે વાત કરવાના મુદ્દે ઉશ્કેરાયેલા ત્રણ યુવકોએ હત્યા કરી !


શહેરની કામા હોટલની પાછળ રિવરફ્રન્ટ પર આવેલી મેટ્રો પ્રોજેક્ટની સાઇટ પર AMC મધ્ય ઝોન હેલ્થ વિભાગની ટીમે તપાસ કરી હતી. તપાસ દરમિયાન મોટી સંખ્યામાં મચ્છરનું બ્રીડિંગ મળી આવ્યું હતું. જે બાબતે તંત્ર તરફથી સાઇટની જ સીલ કરી દેવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શહેરના અલગ અલગ વોર્ડમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં મચ્છરનાં બ્રીડિંગ મળી આવતા સાઇટો સીલ કરવામાં આવી હતી. સાબરમતી રિવરફ્રન્ટ શાહપુર વિસ્તારમાં આવેલી કામા હોટલની પાછળના ભાગે મેટ્રો દ્વારા પ્રોજેક્ટ કામગીરી ચાલી રહી છે. અહીં AMC દ્વારા ચેકિંગ કરતા મોટા પ્રમાણમાં મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા. ત્યાર બાદ તંત્ર દ્વારા આ કામગીરી બંધ કરાવવામાં આવી હતી. ઓફીસના મેઇન ગેટને જ સીલ મારી દેવાયું હતું. 


નરોડામાં અસામાજીક તત્વોએ સમગ્ર રોડ બાનમાં લીધો, મહિલા પર કર્યો છરી વડે હૂમલો

અત્રે ઉલ્લેખનીય છે કે, મચ્છરજન્ય રોગચાળો પહેલાથી જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે માથાનો દુખાવો બની ચુક્યો છે. ખાસ કરીને મેલેરિયા અને ડેનગ્યું જેવા અનેક રોગોના કારણે કોર્પોરેશન માટે દર વખતે પરેશાનીનું કારણ બને છે. ડેન્ગ્યુ જેવા રોગોના કારણે મોટા પ્રમાણમાં લોકોનાં મોત પણ નિપજે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મેટ્રો પ્રોજેક્ટની કામગીરી જોરશોરધી ચાલી રહી છે. ઝડપથી તેની કામગીરી પુર્ણ કરવા માટે પણ તંત્ર પોતાની તમામ શક્તિ લગાવી રહી છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube