નરોડામાં અસામાજીક તત્વોએ સમગ્ર રોડ બાનમાં લીધો, મહિલા પર કર્યો છરી વડે હૂમલો

શહેરનું પુર્વ વિસ્તાર જાણે અસામાજિક તત્વોનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણકે શહેરમાં અસામાજિક તત્વો આંતક દિવસે દિવસે વધી રહ્યો છે. નરોડામાં લુખ્ખા તત્વો જાહેર રોડ પર જન્મ દિવસ ઉજવણી કરી રોડને રીતસર બાનમા લીધો હતો અને સમગ્ર રોડ પર આંતક મચાવ્યો હતો. જેમાં અસામાજિક તત્વો સામે સોસાયટી લોકો વિરોધ કર્યો તો જીવલેણ હુમલો કર્યો.

Updated By: Sep 21, 2020, 08:05 PM IST
નરોડામાં અસામાજીક તત્વોએ સમગ્ર રોડ બાનમાં લીધો, મહિલા પર કર્યો છરી વડે હૂમલો

ઉદય રંજન/અમદાવાદ : શહેરનું પુર્વ વિસ્તાર જાણે અસામાજિક તત્વોનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણકે શહેરમાં અસામાજિક તત્વો આંતક દિવસે દિવસે વધી રહ્યો છે. નરોડામાં લુખ્ખા તત્વો જાહેર રોડ પર જન્મ દિવસ ઉજવણી કરી રોડને રીતસર બાનમા લીધો હતો અને સમગ્ર રોડ પર આંતક મચાવ્યો હતો. જેમાં અસામાજિક તત્વો સામે સોસાયટી લોકો વિરોધ કર્યો તો જીવલેણ હુમલો કર્યો.

જૂનાગઢ: સરકારી ગાડીઓ પર "આ ગાડી પ્રજાના પૈસે ફરે છે" તેવા સ્ટીકર લાગાવાયા

નરોડા રોડ પર આવેલ કુદરત રેસિડન્સના રહીશો અસામાજીક તત્વો આંતકથી ભારે પરેશાન થઈ ગયા છે. ગત રાત્રીના સમયે કુદરત રેસિડનસી બહાર રોડ પર ચારથી પાંચ અસામાજિક તત્વો રોડ પર જન્મ દિવસની ઉજવણી કરી અને ત્યાર બાદ રોડ પર દારૂની પાર્ટી કરી હોવાનું રહીશો આક્ષેપ કર્યો. ત્યાર બાદ રોડ આંતક મચાવતા લુખ્ખા તત્વોને સોસાયટી રહીશો કહેવા જતા મહિલા પર હુમલો કર્યો અને બીભત્સ ગાળો બોલી હતી. જેમાં સોસાયટી ઘણા બધા સભ્યો આવી જતા લુખ્ખા તત્વો દ્વારા છરી વડે ડર બતાવ્યો અને એક મહિલાને છરી મારવા જતા તેનો પુત્ર વચ્ચે પડતા તેને છરી વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા. જેમાં એક યુવક હાથ પર છરી વાગતા ઇજા પહોંચી હતી. 

Gujarat Corona Update: 1430 નવા કેસ નોંધાયા, 17નાં મોત, 1316 દર્દીઓ સાજા થયા

સોસાયટી રહીશો આક્ષેપ કર્યો છે કે, લુખ્ખા તત્વો દ્વારા મોડી રાત્ર સુધી રોડ પર આંતક મચાવ્યો હતો. બે થી ત્રણ શખ્સો જોડે તીક્ષ્ણ હથિયાર હતા. જેણે રોડ પર પસાર થતા વાહન ચાલકો હેરાન કરતા હતા. એટલું જ નહીં રોડ પર દારૂની પાર્ટી કરી બીભત્સ ગાળો બોલી આંતક મચાવ્યો હતો. નરોડા પોલીસ જાણ કરતા મોડે મોડે પોલીસ આવીને કાર્યવાહી કરી હતી. સોસાયટી મહિલાઓ આક્ષેપ કર્યો છે કે સોસાયટી બહાર રોડ પર અસામાજિક તત્વો અડ્ડો બની ગયો છે. લુખ્ખા તત્વો દ્વારા રોડ પર જતી યુવતીઓની છેડતી કરવામાં આવતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. જેનાથી નરોડમાં મહિલાઓ સુરક્ષિત ન હોય તેવું રહીશો કરી રહ્યા છે. નરોડા માં અસામાજિક તત્વો આંતક સામે આવતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે નરોડા પોલીસે આંતક મચાવતા લુખ્ખા તત્વો બાઈક કબ્જે લઈ અલગ અલગ બે ગુના દાખલ કરી સીસીટીવી આધારે તપાસ શરૂ કરી છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube