આશ્કા જાની/વડોદરા :કોરોના (Coronavirus) થી બચવા માટે વિવિધ પ્રકારના સલાહસૂચનો આપવામાં આવે છે. જેનુ કેટલાક લોકો પાલન કરી રહ્યાં છે, તો કેટલાક લોકો ઉલ્લંઘન કરે છે. પરંતુ કોરોનાથી બચવા માટે વડોદરા પોલીસની અપીલ રંગ લાવી છે. શાકભાજી ડોલમાં ખરીદવાની અપીલને ગુજરાતભરની મહિલાઓ માની રહી છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) માં પણ મહિલાઓ ડોલ લઈને બહાર નીકળેલી જોવા મળી હતી. કોરોના વાયરસના કેસમાં જે રીતે દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. તેમજ શાકભાજીના વેપારીઓમાં મોટી સંખ્યામાં કેસ પોઝિટિવ આવ્યા છે. જેને લઈ રાજ્ય સરકાર તરફથી પણ અપીલ કરવામાં આવી રહી છે કે, શાકભાજી ખરીદતા સાવચેતી રાખવામાં આવે અને તેને લઈ હાટકેશ્વરની એક સોસાયટીમાં રહીશોએ જાગૃતા દાખવી છે કે ઘરના દરવાજે ઉભા રહી  શાક ખરીદે રહ્યાં છે. 


વધતા કોરોનાના કેસ વચ્ચે વડોદરા પોલીસે લોકોને શીખવાડી ડોલ લઈ જવાની રીત  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મહિલાએ ઘરની બહાર ડોલમાં જ શાકભાજી ખરીદી હતી. મહિલાએ ડોલમાં શાકભાજી લઈને તેને ત્યાં જ પાણીથી ધોઈ નાંખી હતી. જેખી કોરોનાના કીટાણું ડોલમાં જ ધોવાઈ જાય અને સુરક્ષિત રહેવાય. આમ, શાકભાજી પણ સલામત રીતે ઘરમાં લાવી શકાય છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર