અતુલ તિવારી/અમદાવાદ: આજે અખાત્રીજના દિવસે અનેક લોકો વાહનોની ખરીદી કરતા હોય છે. વાહન ખરીદવા માટે વિચારી રહેલા કારપ્રેમીઓ અખાત્રીજ નજીક હોય એટલે વાહનની ડિલિવરી માટે પણ થોડા દિવસ ઇન્તેજાર કરી લેતા હોય છે ત્યારે અમદાવાદના એસજી હાઇવે પર આવેલા કોન્સેપ્ટ હ્યુન્ડાઇ ખાતે 60 જેટલી ગાડીઓના અખાત્રીજ નિમિત્તે બુકીંગ જોવા મળ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આર્યન ભગતની અદ્દભુત કહાની; 2 વર્ષનો હતો ત્યારે હરિપ્રસાદ સ્વામીએ ભાખ્યું હતું ભવિષ્ય


એડવાન્સ બુકીંગ કરાવી અખાત્રીજનો ઇન્તેજાર કરતા હોય તેવા અનેક લોકો કારની ડિલિવરી લેવા માટે પહોંચ્યા. કોન્સેપ્ટ હ્યુન્ડાઇના જનરલ મેનેજરે કહ્યું કે દર વર્ષે અખાત્રીજના દિવસે લોકો કાર ખરીદતા હોય છે. 


જાણીતી અભિનેત્રી સેક્સ રેકેટમાં પકડાઈ, એક રાતના 80 હજાર લઈ મોડલ્સને રેકેટમાં ધકેલતી


માત્ર તેમના શોરૂમ પર જ 60 કારની ડિલિવરી છે તેમજ અખાત્રીજના દિવસ પર અંદાજે 400 જેટલી કારનું વેચાણ થઈ જતું હોય છે. કાર ખરીદવા પરિવાર સાથે આવેલા લોકોએ કહ્યું કે કાર ઘણા સમયથી લેવી હતી પરંતુ અખાત્રીજ નજીક આવતી હોવાથી ઇન્તેજાર કરી રહ્યા હતા અંતે આજે ડિલિવરી લીધી છે.


વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર,ગુજરાતની એન્જીનિયરીંગ કોલેજોની 3 વર્ષ બાદ વધશે ફી