ઝી બ્યુરો/સોમનાથ: દેશના ગૃહ અને સહકરીતા પ્રધાન તેમજ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ આજે સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. સોમનાથ ખાતે ટ્રસ્ટના ટ્રસ્ટી જે. ડી.પરમાર, સચિવ યોગેન્દ્ર દેસાઈ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવના અલૌકિક સ્વરૂપના અમિત શાહે દર્શન કર્યા હતા સાથે સોમનાથ મહાદેવનો જલાભિષેક કર્યો હતો. તેમની સાથે તેમના ધર્મપત્ની તેમજ પૌત્રી દર્શન અને પૂજામાં જોડાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ગાંજા માફિયાઓનો ખુલ્લેઆમ આંતક, યુવકના પ્રાઇવેટ પાર્ટમાં ઘા ઝીંકી હત્યા


તેઓ દ્વારા ભક્તિભાવ સાથે સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા, સોમેશ્વર પૂજા અને ટ્રસ્ટ દ્વારા નવી શરૂ કરાયેલ પાઘ પૂજાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. પૂજા સમાપન બાદ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પૂજા કરાયેલ પાઘ સોમનાથ મહાદેવના શૃંગાર અર્થે અર્પણ કરવામાં આવી હતી અને તે પાઘ સોમનાથ જ્યોતિર્લિંગ પર શ્રુંગારીત કરવામાં આવી હતી.


ગુજરાતમાં ઘાતક કોરોનાએ ધારણ કર્યું વિકરાળ સ્વરૂપ, માત્ર અમદાવાદમાં જ 70 કેસ નોંધાયા


સોમનાથ યાત્રા એપ લોન્ચ:
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને સોમનાથ ટ્રસ્ટ ઇન્ફોર્મેશન ટેકનોલજી(IT)ના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે ટ્રસ્ટ દ્વારા નવીનીકરણ કરાયેલ આધુનિક મોબાઈલ એપનું અમિત શાહના શુભ હસ્તે લોંચિંગ કરવામાં આવ્યું હતું. આ એપ સોમનાથ આવનાર શ્રદ્ધાળુઓ માટે વન સ્ટોપ સોલ્યુશન બનીને દર્શન, રૂમ બુકિંગ, દર્શનીય સ્થળોની માહિતી, ઓનલાઇન પ્રસાદ અથવા વસ્ત્ર પ્રસાદ ઓર્ડર, સહિતના અનેકવિધ કાર્ય એક ટચથી સોમનાથ યાત્રા એપ્લિકેશન દ્વારા થઈ શકશે.


ખેતરમાં ઘઉંના પાકમાં અચાનક ફાટી નીકળી આગ, વીજળી કે આગ નહીં આ કારણ જાણીને રોઈ પડશો


સોમનાથ યાત્રા એપની સુવિધાઓ


  • · તીર્થના મુખ્ય મંદિરોના જીવંત દર્શન (સોમનાથ, ભાલકા, રામમંદિર),

  • ·ઓનલાઇન પુજાવિધિ નોંધણી,

  • ·અકોમોડેશન

  • ·નજીકની માહિતી, દર્શનીય સ્થળની

  • ·સોમનાથ પહોંચના માધ્યમની માહિતી, (ટ્રેન, બસ, નજીકના એરપોર્ટની માહિતી)

  • ·સોમનાથના રિસેન્ટ અપડેટ અને ભવિષ્યમાં બનવાવાલે કાર્યક્રમની માહિતી.

  • ·ફોટો ગેલેરી (સોમનાથ તીર્થના દર્શનીય સ્થળ, સુવિધાઓ, અને કાર્યક્રમો ના ફોટોઝ)

  • ·ઈ-લાઈબ્રેરી (સોમનાથ તીર્થને લગતા પુસ્તકો, ટ્રસ્ટના મેગેઝીન સોમનાથ વર્તમાન ની ઇ-કોપી)

  • ·ઈ -માલા ( મોબાઈલ પર રૂદ્રાક્ષની આકૃતિ દ્વારા માળા કરવાની વ્યવસ્થા )

  • ·સોશ્યલ એકટીવિટી (લોક કલ્યાણ માટે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા કાર્યોની વિગતો)

  • ·સોમનાથ તીર્થના વિકાસમાં પ્રયત્નશીલ ટ્રસ્ટી ગણના વિષયમાં માહિતી

  • ·ફીડબેક (યાત્રીઓને  પોતાનો અનુભવ જણાવવા માટે)


સોમનાથ આરોગ્ય ધામ નિર્માણ :
સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સાચા અર્થમાં સોમનાથ તીર્થનો સુવર્ણ યુગ પ્રસ્થાપિત થઈ રહ્યો છે. સોમનાથમાં પ્રતિવર્ષ આવનારા 1 કરોડ થી વધુ યાત્રીઓ અને સ્થાનિક લોકો માટે અનેકવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. ફિઝિયોથેરાપી સેન્ટર, પ્રતિમાસ ડેન્ટલ અને આઇ કેમ્પ સહિતની સુવિધાઓ થી એક કદમ આગળ વધીને યાત્રી સુવિધાની દિશામાં એક ઉદાહણરૂપ પેહેલ રૂપ એક વિશાળ આરોગ્ય ધામનું નિર્માણ કરવા જઈ રહ્યા છે.


કાળા બટાકાની ખેતી ચર્ચામાં, સ્પેશિયલ અમેરિકાથી બિયારણ મંગાવી કરી ખેતી


સોમનાથ ટ્રસ્ટના સ્વસ્તિક પ્લાઝા કૉમ્પ્લેક્સ માં આરોગ્ય ધામ માટે વિશેષ જગ્યા ફાળવવામાં આવી છે. ગુજરાત સરકાર ના અર્બન હેલ્થ વિભાગ સાથે મળીને સોમનાથ ટ્રસ્ટ આ આરોગ્ય ધામનું નિર્માણ કરશે. આરોગ્ય ધામનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અદ્યતન તબીબી સાધનો, અને મેન્ટેનન્સ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. રાજ્યભરના વિવિધ નામાંકિત તબીબો પોતાની કાર્ય સેવા સોમનાથ તીર્થમાં આપી શકે તેના માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેથી સોમનાથ આવતા શ્રદ્ધાળુઓને નિષ્ણાત તબીબોની સારવારનો સુપેરે લાભ મળશે અને કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં શ્રદ્ધાળુઓએ હવે દૂર ક્યાંય આરોગ્ય સેવા શોધવા નહીં જવું પડે.


'લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ સે સુખા સોપુ બોલ રહા હું', કહીને વેપારી પાસે મંગાઈ ખંડણી, પછી


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટ અને અર્બન હેલ્થ વિભાગ દ્વારા એમઓયુ સાઇન કરવામાં આવ્યા હતા. કોઈ ધર્મ સંસ્થા દ્વારા દર્શનાર્થીઓના કલ્યાણ માટે અને તેઓના આરોગ્યની વિશેષ દરકાર લઈને આટલી મોટી ક્ષમતા વાળું આરોગ્યધામ નિર્માણ કરાનાર હોય તેવું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ રૂપ કાર્ય હશે.


તમારા ઘરમાં તો નથી' ને નકલી જીરુ, મહેસાણા જિલ્લાના ઊંઝામાં ઝડપાયું સૌથી મોટું ગોડાઉન


શુક્લયજુર્વેદી રુદ્રાષ્ટાધ્યાયી રુદ્રી સૌજન્ય :
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે અમિત શાહને ગુજરાતના પ્રસિદ્ધ ગાયક હેમંતભાઈ જોશી દ્વારા વિશેષ રૂપે સોમનાથ મંદિરને શિવાર્પણ કરાયેલ શુક્લયજુર્વેદી રુદ્રાષ્ટાધ્યાયી રુદ્રી સમર્પિત કરવામાં આવી હતી.


સુરતમાં મજૂરી કામ કરતા 16 વર્ષીય બાળકનું મોત, પરિવારનો કોન્ટ્રાક્ટર પર મોટો આક્ષેપ


આ રીતે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથ યાત્રા એપનું લોન્ચિંગ અને સોમનાથ આરોગ્યધામ જેવા અદભુત પ્રકલ્પનો પ્રારંભ થયેલ. જેનાથી સોમનાથ આવનારા કરોડો શ્રદ્ધાળુ અને લાખો સ્થાનિકોને લાભ મળશે.