નસીબનો બળવાન નીકળ્યો આ ચોર, બુલડોઝર જેવું તોતિંગ ટાયર આખા શરીર પરથી ફરી વળ્યું છતા બચ્યો
Arvalli News : અરવલ્લીમાં ટ્રેક્ટરની ચોરી કરવા આવેલા શખ્સ ટ્રેક્ટર નીચે જ દબાયો..મોડાસાના માઝૂમ બ્રિજ પાસે બની ઘટના...ટ્રેક્ટરનું ટાયર ફરી વળ્યા છતાં શખ્સનો આબાદ બચાવ...
Viral Video : ગુજરાતમાં હવે ચોરીના બનાવ એટલા વધી રહ્યા છે કે ચોરીના વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. આવામાં અરવલ્લીમાં એક ચોરનો વીડિયો હાલ ચર્ચા જગાવી રહ્યો છે. આ ચોર જાણે અંબાણીની જેમ ચમકતું નસીબ લઈને આવ્યો હોય તેમ બન્યું. શો રૂમની બહાર ટ્રેક્ટરની ચોરી કરવા આવેલ ચોર જ ટ્રેક્ટરના તોતિંગ ટાયર નીચે દબાયો હતો. છતાં તે બચી ગયો હતો. આખી ઘટના વીડિયોમાં કેદ થઈ છે.
અરવલ્લીના મોડાસાના માઝૂમ બ્રિજ પાસે ટ્રેક્ટરના શોરૂમની આ ઘટના છે. મોડાસાના હજીરા વિસ્તારમાં આવેલ એક ટ્રેક્ટરના શો-રૂમમાં બે ચોર ચોરી કરવા આવ્યા હતા. જન્માષ્ટમીનો તહેવાર હતો, અને રજાનો માહોલ હતો. આવામાં રાતના અંધારામાં એક શખ્સ ટ્રેક્ટર ચોરી કરવા આવ્યા હતા. જેમાં ચોરે ટ્રેક્ટર ચાલુ કર્યુ હતું. પરંતું ટ્રેક્ટરને ચાલુ કરવાના પ્રયાસમાં અચાનક ટ્રેક્ટર ચાલુ થઈ ગયું હતું ને શખ્સ પર ટાયર ફરી વળ્યું હતું.
ગુજરાત પર ફરી મેઘો મહેરબાન : 2 દિવસમાં 200થી વધુ તાલુકામાં વરસાદ તૂટી પડ્યો
આગામી 24 કલાક ગુજરાત માટે ભારે, સપ્ટેમ્બરના આ 7 દિવસમાં ભારે વરસાદની આગાહી
સમગ્ર ઘટનાના CCTV ફુટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ઘટના 4 સપ્ટેમ્બરની છે. હજીરા વિસ્તારમાં આવેલા આદર્શ ટ્રેક્ટરના શો-રૂમના માલિક પ્રહલાદભાઇ ધનજીભાઇ પટેલે નેત્રમ શાખામાં ટ્રેક્ટરની ચોરી અંગેની ફરિયાદ આપી હતી. તેમના શોરૂમમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ હતી.
સમગ્ર મામલે અરવલ્લી પોલીસે તપાસ કરી હતી, જેમાં કોઈ શંકાસ્પદ ઈસમ ફરિયાદીનું ટ્રેક્ટર લઈ જતો કેમેરામાં કેદ થયો હતો. જે ઈસમ ટ્રેક્ટર લઈ હજીરાથી શામળાજી તરફ ગયો હતો અને ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં ઇસરોલ ગામ પાસેથી બબનિારસી હાલતમાં ટ્રેક્ટર સહીસલામત મળી આવ્યું હતું.
બદલાઈ રહ્યો છે દુનિયાના મહાસાગરોના પાણીનો રંગ, આ રંગ થશે તો આવશે મોટું સંકટ