રક્ષિત પંડ્યા/રાજકોટઃ  ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે તેવામાં દેશભરમાં ચાઇનીઝ ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે. ઉઘોગકારોનું માનવું છે કે જો ચાઇનીઝ આયાત બંઘ થતા એમએસએમઇ સેક્ટરના કેટલાક ઉઘોગકારોને તેનો સીધો ફાયદો થયો છે. યુરોપ, અમેરિકા, ગલ્ફ દેશો અને આફ્રિકા સહિતના દેશોમાંથી ઇન્કવાયરીમાં વધારો થયો છે. જોકે સરકાર ટેક્સમાં રાહત આપે તો સૌરાષ્ટ્રના ઉદ્યોગોને સીધો જ ફાયદો થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં ચાઇનીઝ ચીજવસ્તુઓના બહિષ્કારની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. સરકાર દ્વારા પણ 350થી વધારે પ્રોડક્ટની આયાત બંધ કરવાની તૈયારી દર્શાવવી છે. ત્યારે ઉઘોગકારો માની રહ્યા છે કે ચીનની આયાત બંધ થવાથી તેનો સીધો જ ફાયદો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઉઘોગોને મળી રહ્યો છે. લોઠડા-પીપલાણા-પડવલા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે, ચીનમાંથી આયાત બંધ થતાં સૌરાષ્ટ્રના ઉદ્યોગોમાં અમેરિકા, યુરોપ અને ગલ્ફ દેશોમાંથી કિચનવેર, ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ અને સીઆઈ કાસ્ટિંગની ડિમાન્ડ વધી છે. સૌથી વધુ પીવીસી પ્રોડક્ટ અને એગ્રીકલ્ચરના સાધનોની માગમાં ધરખમ વધારો થયો છે. માત્ર રાજકોટના લોઠડા-પીપલાણા અને પડવલા વિસ્તારની જીઆઇડીસીમાં જ 1 હજાર કરતા વધુ યુનિટોના વિદેશ સાથેના વેપાર વધી ગયો છે.


કોરોના વાયરસઃ રાજકોટમાં નવા ચાર, બોટાદમાં ત્રણ કેસ નોંધાયા


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અનેક વખત મન કી બાતમાં એમ.એસ.એમ.ઇ ઉદ્યોગોનો ઉલ્લેખ કર્યો છે. દેશના એમ.એસ.એમ.ઇ ઉદ્યોગોને કારણે આગળ લાવવા પ્રયાસો કરવામાં આવે છે ત્યારે ચીન સાથેના ટ્રેડ વોરમાં એમ.એસ.એમ.ઇ ઉદ્યોગોને સીધો જ ફાયદો થયો છે.


ઉદ્યોગકારોનું માનવું છે કે, ચીન એક્સપોર્ટને પ્રાધાન્ય આપી અને ઉદ્યોગોને સબસિડી આપી બુસ્ટ કરે છે. આવી જ રીતે ભારત સરકારે ચીનના ઉદ્યોગોને પછાડવા માટે ઉદ્યોગોને સિંગલ વિન્ડો ટેક્સ કરવો જરૂરી છે. કારણ કે, ચીનમાં સિંગલ ટેક્સ છે જ્યારે ભારતમાં ટેક્સ અલગ-અલગ પ્રકારના લેવામાં આવે છે.


સરકાર ઉદ્યોગકારોને સાથે રાખીને ઉદ્યોગો માટે પોલીસી બનાવે તો જ ચાઈનીઝ વસ્તુઓ વિકલ્પ ઉભો થઇ શકશે. જેના માટે સરકારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે ઉદ્યોગકારો માટે સહાય જાહેર કરવામાં આવે તો જ ભારત આત્મનિર્ભર બનશે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube