રવિ અગ્રવાલ, તુષાર/ વડોદરા: સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં એક હિચકારી ઘટના ઘટી છે. ભારતી વિદ્યાલયમાં ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થી દ્વારા ઘાતકી રીતે હત્યા કરી દેવાઈ છે. આ હત્યાના પગલે હાલ વડોદરામાં ચકચાર મચી છે. વાડી પોલીસ અને એફએસએલ ટીમ દ્વારા હાલ તપાસ હાથ ધરાઈ છે. બનાવ મુજબ બરણપુરામાં આવેલા ભારતી વિદ્યાલયમાં 9માં ધોરણમાં ભણતા દેવકિશન ભગવાનદાસ તડવી નામના વિદ્યાર્થીની હત્યા કરી દેવાઈ. મૃતક વિદ્યાર્થીનો ધોરણ 10ના કોઈ વિદ્યાર્થી સાથે ઝગડો થયો હોવાનું કહેવાય છે. શાળાના બાથરૂમમાં ચપ્પૂના ઘા મારેલો લોહીથી લથપથ મૃતદેહ મળી આવતા હાહાકાર મચ્યો છે. પોલીસે હાલ બે શાળાબેગ કબ્જે કરી છે. શાળામાં આવા ઘાતકી હથિયારો બાળકો પાસે કેવી રીતે આવ્યાં તે એક મોટો સવાલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો જોવા માટે કરો ક્લિક- વડોદરાની ભારતી શાળામાં ખેલાયો ખૂની ખેલ, વિદ્યાર્થીની ઘાતકી હત્યા


3થી 4 વિદ્યાર્થીઓએ કરી હત્યા
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ હત્યામાં 3થી 4 વિદ્યાર્થીઓ સામેલ હોવાનું કહેવાય છે. ધોરણના 10ના વિદ્યાર્થીઓએ આ હત્યા કરી હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વિદ્યાર્થીઓને ઝડપ્યા છે. હત્યામાં સામેલ વિદ્યાર્થીઓના નામ પણ પોલીસને મળી ગયા છે.


વડોદરા: એક નહીં 25 ઘા ઝીંકી વિદ્યાર્થીની થઈ હત્યા, જુઓ અરેરાટી ઉપજાવી નાખે તેવી તસવીરો


પ્રી પ્લાન મર્ડર
એફએસએલ દ્વારા પ્રિ પ્લાન મર્ડર હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અધિકારીએ જણાવ્યું હતું કે હત્યામાં બેથી વધુ લોકો સામેલ હોઈ શકે છે. મૃતકની લાશ પાસેથી મરચા પાઉડરથી બનેલા પાઉડર સહિત કેટલાક શસ્ત્રો મળી આવ્યાં છે. એક માહિતી મુજબ મૃતક વિદ્યાર્થીના શરીર પર હત્યારાઓએ 25થી વધુ ઘા કર્યા છે. ખુબ જ ઘાતકી રીતે હત્યા કરવામાં આવી છે. ખંજર જેવા હથિયારો મળી આવતા મર્ડર પૂર્વ આયોજનથી કરાયું હોવાનું એફએસએલનું માનવું છે.


હત્યા કરાઈ બાથરૂમમાં ફેંકી દેવાયો મૃતદેહ
મળતી માહિતી મુજબ દેવ બાથરૂમમાં ગયો ત્યારે હત્યારો વિદ્યાર્થી પણ તેની પાછળ પાછળ પ્રવેશ્યો અને તેણે દેવ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને તેને છાતીના ભાગમાં ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતાં. હત્યા કરીને દેવનો મૃતદેહ બાથરૂમમાં જ ફેંકી દીધો હતો. હાલ શાળાના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. મૃતક વિદ્યાર્થી મામાના ઘરે રહેતો હતો.


સહવિદ્યાર્થીએ જ દેવની હત્યા કરી હોવાની હાલ શંકા સેવાઈ રહી છે. ઝગડા બાદ આ હત્યા કરી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. ધોરણ 9 અને  ધોરણ 10ના બે વિદ્યાર્થીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તેના પગલે ધોરણ 10માં ભણતા દેવની હત્યા કરી હોવાનું કહેવાય છે. હત્યારો વિદ્યાર્થી હાલ ફરાર છે.