હિતલ પારેખ, ગાંધીનગરઃ 1 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારનું બજેટ (Budget 2021) રજૂ થવાનું છે. તો ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા પણ બજેટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભા બજેટ સત્રને લઈને આખરી તૈયારીઓ ચાલી રહી છે. 1 માર્ચે વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. ઓછામાં ઓછા 24 દિવસ સુધી આ બજેટ સત્ર ચાલશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 માર્ચથી શરૂ થશે વિધાનસભાનું બજેટ સત્ર
આગામી 1 માર્ચથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર (Budget 2021) શરૂ થશે. આ બજેટ સત્ર 24 દિવસ સુધી ચાલી શકે છે. પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Governor Acharya Devvrat) ગૃહને સંબોધિત કરશે. રાજ્યપાલના સંબોધન બાદ રાજ્યના પૂર્વ બે મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી (Madhav Singh Solanki) અને કેશુભાઈ પટેલ  (Keshubhai Patel) ને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ ગુજરાતના આ પૂર્વ મુખ્યમંત્રીઓના નિધન થયા છે. 


આ પણ વાંચોઃ લવ જેહાદ પર નીતિન પટેલનું મોટું નિવેદન, વિધર્મી યુવાનો આપણી બહેન-દીકરીઓ પર નજર બગાડે છે


નાણા પ્રધાન રજૂ કરશે અંદાજ પત્ર
રાજ્યપાલના સંબોધન બાદ આભાર પ્રસ્તાવ પર ત્રણ દિવસ ચર્ચા કરવામાં આવશે. તો અંદાજ પત્રની સામાન્ય ચર્ચા માટે પાંચ દિવસનો સમય ફાળવવામાં આવશે. અંદાજપત્રની માગણીઓ પર 12 દિવસ ચર્ચા થવાની છે. વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્ય સરકાર લવ જેહાદ (Love Jihad) સુધારા સહિતના વિધેયકો રજૂ કરશે. 
તો બજેટ સત્રમાં કેગનો ઓડિટ અહેવાલ પણ રજૂ કરવામાં આવશે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube