સાવધાન ! રેસ્ટોરન્ટનું ડમી પેજ બનાવી ગઠીયાઓએ અનેક લોકો સાથે છેતરપિંડી કરી
જાણીતી હોટલમાં એક થાળીના બુકિંગમાં 2 થાળી ફ્રી ની લાલચમાં ગુજરાતીઓ લાખો રૂપિયા ગુમાવ્યા છે. અનલોક બાદ છેતરપિંડીની અનોખી મોડેશ ઓપરેન્ડી અપનાવતી ઝારખડની જામતારની ઠગ ટોળકીની જાળમાં ક્યાંક તમેનાં ફસાવ તેનું ધ્યાન રાખજો નહી તો બેંક એકાઉન્ટ ખાલી થશે પછી છેતરપીંડીનો અનુભવ. સ્વાદ રસિક ગુજરાતીઓ માટે ઓનલાઈન છેતરપીંડી થી કેમ બચી શકાય ?
મૌલિક ધામેચા/અમદાવાદ: જાણીતી હોટલમાં એક થાળીના બુકિંગમાં 2 થાળી ફ્રી ની લાલચમાં ગુજરાતીઓ લાખો રૂપિયા ગુમાવ્યા છે. અનલોક બાદ છેતરપિંડીની અનોખી મોડેશ ઓપરેન્ડી અપનાવતી ઝારખડની જામતારની ઠગ ટોળકીની જાળમાં ક્યાંક તમેનાં ફસાવ તેનું ધ્યાન રાખજો નહી તો બેંક એકાઉન્ટ ખાલી થશે પછી છેતરપીંડીનો અનુભવ. સ્વાદ રસિક ગુજરાતીઓ માટે ઓનલાઈન છેતરપીંડી થી કેમ બચી શકાય ?
સિઝનનો 185% વરસાદ થતા જામનગરનાં ખેડૂતોની સ્થિતી કફોડી બની
દ્રશ્યો માં દેખાતા અલગ અલગ હોટલનાં વેબ પેજ પર જોઈને સ્વાદના રસિયા ઓ ફસાયા હોવાના કિસ્સાઓ સાઈબર ક્રાઈમનાં ધ્યાને આવ્યા છે. 150 રૂપિયાની લોભામણી ઓફર અને એક થાળી પર 2 થાળી ફ્રી. 100 રૂપિયાની ઓફર મર્યાદિત સમયમાં. બસ આટલી વસ્તુ જોઈને બુકિંગ કરીને લાભ મેળવતા ઇચ્છતા લોકોને પોતાના બેંક એકાઉન્ટ ખાલી કરી ચુક્યા છે. કેમ કે ઠગ ટોળકીને આ લોભામણી લાલચમાં અનેક ગુજરાતીઓને ટાર્ગેટ કર્યા અને પોતાની જીવનની કમાણી ગુમાવી દીધી છે. પણ જો આવું આપની સાથે બને નહી તે માટે તમે શું કરવું. તો આ સ્કીમમાં આપેલ ફોન નંબર પર જો કોઈ વ્યક્તિ ફોન કરે તો આ ટોળકી બુકિંગ માટે એક લીક મોકલે. બુકિંગ માટે ડેબિટ કાર્ડની તમામ માહિતી મેળવી લેતા. ગણતરીની મિનિટોમાં લોકોનું બેન્ક એકાઉન્ટ ખાલી કરી દેતા હતા. આ પ્રકારે અમદાવાદમાં 72 લાખની છેતરપીંડી થઈ. જેને લઈને હોટલ ના માલિકે ક્રાઇમ બ્રાન્ચમાં કરી અરજીને તપાસની માંગ કરી.
બેસણું ઓન વ્હીલ: બેસણામાં એવું આયોજન કે લોકો દુ:ખ પણ વ્યક્ત કરે અને ફાયદો પણ થાય
ધ ગ્રાન્ડ ઠાકર નામાંકિત હોટલ છે. અમદાવાદમાં ઓઢવ અને સેટેલાઇટમાં બ્રાન્ચ આવેલી છે. જ્યારે વડોદરા, રાજકોટ અને મોરબીમાં પણ તેમની શાખાઓ છે. આ હોટલ ઓનલાઈન ફૂડ પાર્સલ માટેની સુવિધાને લઈને પણ જાણીતી છે. આ હોટલ ઝારખંડની જામતારા ગેંગના ટાર્ગેટમાં હોવાનું સામે આવ્યું. માર્ચથી જુલાઈ દરમ્યાન આ ગેંગ અમદાવાદ અને રાજકોટમાં ડમી પેજ બનાવીને અસંખ્ય ગ્રાહકો સાથે છેતરપીંડી આચરી. સાથે જ અમદાવાદની ગોપી હોટેલનાં નામે પણ બોગસ સાઈટ બનાવી સ્કીમો આપતા બેનરો સામે આવ્યા છે. મહત્વનું છે હવે ઓનલાઈન શોપિંગ અને ફૂડનું બુકિંગ લઈને સાઇબર ક્રાઇમનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોનાની મહામારી વચ્ચે લોકો હોટલમાં જમવા જવાનું ટાળીને ઓનલાઈન ફૂડની મજા માણી રહ્યા હતા. પરંતુ હવે આ ઠગ ટોળકીના કારણે સજા બની ગયું છે. હાલમાં સાયબર ક્રાઇમે આ અરજીઓ લઈને ખાનગી રહે પણ તપાસ શરૂ કરી છે. આવા બોગસ એકાઉન્ટ બંધ કરાવવા કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર