હિતલ પારેખ, ગાંધીનગર: કોરોના વાયરસને સમગ્ર દેશમાં લોકડાઉન 4ની જાહેરાત કરાયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા અમુક ગાઇડલાઇન નક્કી કરવામાં આવી હતી. તો બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક છૂટછાટ માટે નિયમો બનાવવાને લઇ રાજ્ય સરકાર પર છોડ્યું હતું. ત્યારે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં નવા નિયમો અને છૂટછાટને લઇને ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં લોકડાઉન 4ને લઇ સીએમ રૂપાણી નવા નિયમો અને છૂટછાટની જાહેરાત કરવા જઈ રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સુરત: રેલવે ટિકીટોની કાળાબજારી કરનારની ધરપકડ, 3 હજાર રૂપિયામાં વેચી રહ્યો હતો ટિકીટ


સીએમ રૂપણીએ પ્રજાજોગ સંબોધન કરતા જણાવ્યું હતું કે, કેન્દ્રીની હેલ્થ મિનિસ્ટ્રીએ આપેલી ગાઇડલાઇનસ મુજબ રાજ્ય સરકારે કન્ટેનમેન્ટ અને નોન કન્ટેનમેન્ટ ઝોન નક્કી કર્યા છે. કોરોન્ટાઇન ફેસિલિટીમાં ઉપયોગમાં લેવાતી તમામ હોટલો સિવાયની તમામ હોટલ બંધ રહેશે. અમદાવાદ સુરત સિવાય અન્ય ઝોનમાં રિક્ષાઓને મંજૂરી આપવામાં આવી છે. રીક્ષાઓમાં 2 પેસેન્જરોને બેસવાની છૂટ આપવામાં આવી છે. અમદાવાદ સાબરમતી પશ્ચિમ વિસ્તારમાં દુકાનો, ઓફિસ, ધંધા ઓડ ઇવન મુજબ ચાલુ કરવામાં આવશે.


આ પણ વાંચો:- અમદાવાદ IIM નજીક શ્રમિકોએ કર્યો પથ્થરમારો, પોલીસે ઘટના સ્થળે પહોંચી કર્યો લાઠીચાર્જ


પ્રથમ તબક્કામાં પૂર્વ વિસ્તારમાં કોઈ છુટછાટ આપવામાં આવશે નહીં. ગુજરાતમાં એસટી બસોની શરૂઆત કરાશે પણ અમદાવાદ અને સુરતમાં એસટી બસોને પ્રવેશ આપવામાં આવશે નહીં. લગ્ન માટે 50 વ્યક્તિઓને છૂટછાટ આપવામાં આવી છે. પાન મસાલાને કન્ટેનમેન્ટ વિસ્તાર બહાર છુટછાટ આપવામાં આવી છે. પાન મસાલાની દુકાનોમાં ટેક અવે (દુકાનેથી લઇ જતા રહેવું) તેવી મંજૂરી સાથે છુટછાટ અપાઈ છે. સલુન અને બ્યુટી પાર્લરને પણ છુટછાટ આપવામાં આવી છે. ખાનગી ગાડીઓને પણ છુટછાટ આપવામાં આવી છે.


આ પણ વાંચો:- અમદાવાદમાં કોરોના સામે જિંદગીનો જંગ હાર્યા હેડ કોન્સ્ટેબલ ભરતજી સોમાજી


અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટેક્સી અને રીક્ષાની છુટછાટ આપવામાં આવી નથી. હોમ ડિલિવરી કરનારને હેલ્થ કાર્ડ રાખવું પડશે. હાઇવે ઉપરની હોટલોને રેસ્ટોરન્ટને છુટછાટ આપવામાં આવી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખાનગી ઓફિસો બંધ રહેશે. સુરતમાં ટેક્સટાઇલ માર્કેટ શરૂ કરવાની છુટછાટ આપવામાં આવી છે. 50 ટકા સ્ટાફ સાથે ચાલુ કરવા દેવામાં આવશે. કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર સિવાયના તમામ ટુ વ્હિલર/ ફોર વ્હિલર રીપેરિંગ માટેના ગેરેજને ચાલુ કરવા દેવામાં આવશે. સમગ્ર ગાઇડ લાઇન 31 મે સુધી અમલમાં રહેશે.


આ પણ વાંચો:- સૌરાષ્ટ્રમાં અચાનક આવ્યો વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતામાં


અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, જે કન્ટેન્મેન્ટ ઝોન બહાર છૂટછાટ અપાશે. ઈન્ડસ્ટ્રીઝ ચાલુ કરવાની છૂટ અપાશે, સાથે જ ટ્રાન્સપોર્ટેશનમાં છૂટ આપવામાં આવશે. રાજ્ય સરકાર કન્ટેન્મેન્ટ ઝોન બહાર સોશિયલ ડિસ્ટન્સનસના અમલ સાથે સિટી બસ સર્વિસ અને એસટી બસ સર્વિસ પણ ચાલુ કરાશે. કયા વિસ્તારમાં ચાલુ કરાશે તે આજે (સોમવારે) નક્કી કરાશે. 


આ પણ વાંચો:- રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, સુરત- વડોદરા સહિત આ શહેરોમાં આવ્યા પોઝિટિવ કેસ


લોકડાઉન વચ્ચે લદાયેલા 12 કલાકના કરફ્યુ અંગે વિજય રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં સાંજે 7 થી રાત્રે 7 સુધીના કરફ્યુનો અમલ કરાશે. કડક અમલ સમગ્ર રાજ્યમાં કરવામાં આવશે. ગુજરાતમાં સવારે સાતથી રાતના 7 વાગ્યા સુધી ચાલુ રહેશે. ત્યારબાદ કરફ્યૂ રહેશે. 31 મે સુધી આ તેનો ચુસ્તપણે અમલ કરવામાં આવશે. 


આ પણ વાંચો:- વડોદરામાં શ્રમિકોને લઈ જતી બસમાં લાગી આગ, મોટી જાનહાની ટળી


થૂંકવા અને માસ્ક માટે ખાસ સૂચના
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી કે, ગુજરાતમાં જાહેરમા થુંકવા અને માસ્ક ન પહેરવા પર કડક અમલ કરાવવામાં આવશે. થૂંકવા પર પ્રતિબંધ રહેશે અને જાહેરમાં જ થૂંકતા દેખાય તેની પાસેથી 200 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે. સાથે જ માસ્ક ન પહેરનારને 200નો દંડ થશે. 


આ પણ વાંચો:- Smile Please: તમાકૂના બંધાણીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર, પાન પાર્લર ખૂલશે


કોને કોને છુટછાટ મળશે
- રીક્ષા અને સ્કૂટર ચાલકોને પણ છૂટછાટ મળશે. પરંતુ પેસેન્જર કેટલા બેસાડવા અને રીક્ષા કેટલા સમય માટે ચલાવ શકાશે તેના નિયમો આજે બનાવવામાં આવશે
- દુકાનો અને ઓફિસો કન્ટેન્મેન્ટ ઝોનની બહાર ચાલુ રાખવાની છૂટછાટ આપવામાં આવશે પણ તેના નિયમો આજે બનાવવામાં આવશે
- રેસ્ટોરન્ટ ખોલવામાં નહિ આવે. પણ home deliveryની છુટ આપવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube