સૌરાષ્ટ્રમાં અચાનક આવ્યો વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતામાં

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આવનારા ત્રણ દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તરગુજરાતમાં હીટ વેવની આગાહી કરી હતી. ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદી ઝાપટું પડ્યું હતું. અમરેલી અને ગોંડલ તાલુકમાં અચાનક કમોસમી વરસાદ શરૂ થઈ જતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્રમાં અચાનક આવ્યો વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ થતા ખેડૂતો ચિંતામાં

રાજકોટ: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આવનારા ત્રણ દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તરગુજરાતમાં હીટ વેવની આગાહી કરી હતી. ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદી ઝાપટું પડ્યું હતું. અમરેલી અને ગોંડલ તાલુકમાં અચાનક કમોસમી વરસાદ શરૂ થઈ જતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

અમરેલીના ખાંભા ગીરના પચપચીયા, ચકરાવા, કંટાળા, બોરળા, આંબલિયાળા, સહિતના ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. ઉનાના તુલસીશ્યામ રેન્જના બોર્ડરના ગામ ધોકડવા, બેડીયા સહિતના ગામોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેને લઇને કેસરનો પાક ધોવાતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગોંડલ તાલુકામાં પણ અચાનક બપોર બાદ હવામાનમાં પલટો આવ્યો હતો.

ગોંડલ તાલુકાના પીપળીયા, રીબ, નાના ઉમવાળા ગામમાં વરસાદ પડતા ખેડૂતો ચીંતામાં મુકાયા હતા. બોટાદ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે બપોર બાદ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ગોંડલ તાલુકાના પાળીયાદ અને ગઢળા તાલુકાના લાખણકા ગામે ભારે ગરમીના બફારા બાદ વરસાદી ઝાપટું પડતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. તો બીજી બાજુ ખેતરમાં થયેલા પાકને નુકસાન પહોંચવાની ભીતિ સાથે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news