રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, સુરત- વડોદરા સહિત આ શહેરોમાં આવ્યા પોઝિટિવ કેસ
Trending Photos
અમદાવાદ: કોરોના વાયરસના કહેર સામે સમગ્ર દેશ લડત આપી રહ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં કોરના વાયરસના સંક્રમણને લઇ ગુજરાત ત્રીજા સ્થાન પર છે. દિવસેને દિવસે ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યારે પ્રાપ્ત માહિત અનુસાર સુરત, વડોદરા સહિત રાજ્યના કયા શહેરમાં કેટલા કોરોના પોઝિટિવ કે આવ્યા છે. તે અમે તેમને અહીં જણાવી રહ્યાં છે.
સુરતમાં આજે 24 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે સુરતના ઓલપાડ તાલુકામાં 3 કેસ પોઝિટિવ આવ્યા છે. ભટગામે 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો આજના દિવસે સુરત જિલ્લામાં કુલ 35 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં લિંબાયત અને કતાર ગામમાં સૌથી વધું દર્દીઓને આઇસોલેશન કરાયા છે.
વડોદરામાં કોરોનાના વધુ 12 કેસ પોઝિટિવ આવ્યા છે. 149 લોકોના સેમ્પલ માંથી 21 લોકોના કેસ પોઝિટિવ આવ્યા છે. ત્યારે સેવાસીમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. વડોદરામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા કુલ 712 થઈ છે. ભાવનગર શહેર વિસ્તારમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ વધુ 2 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના વીરપુર ગામે 48 વર્ષિય SRPના જવાનને કોરોના પોઝિટિવ આવ્યો છે. વલસાડ જિલ્લામાં પણ વધુ 4 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે કચ્છના ગડપાદર, બુઢારમોરા અને નવાગામ માં આજે વધુ 3 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તો બીજી તરફ દાહોદ જિલ્લામાં કુલ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે