ઉદય રંજન/અમદાવાદ: જમાલપુર વિસ્તારમાં કોઈને પણ મકાન બનાવવું હોય કે સમારકામ કરવું હોય તો ખંડણી માંગનાર ગેંગ સામે ફરિયાદ નોંધાતા અમદાવાદ ક્રાઇમ બ્રાંચ એ આખી ગેંગની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે એક દાયકાથી આ ગેંગ સક્રિય હતી, ફરિયાદ ન નોંધાતા કાર્યવાહી થતી નહોતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક અસંતોષની આગ ઠરે ત્યાં બીજે ભડકો : આજે રાજકોટ, આણંદ અને વડોદરામાં બબાલ


અમદાવાદ પોલીસની ગિરફ્ત માં ઉભેલા ગેંગનું નામ છે જમીલા ગેંગ આ ગેંગ હતી. આ ગેંગ મુખ્યત્વે જુના અમદાવાદના જમાલપુર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી સક્રિય નવા બાંધકામ અને સમારકામના કિસ્સાઓમાં ખાંડણીઓ માંગતી હતી અને ધમકીઓ આપતી હતી અને જમાલપુર વિસ્તારના બિલ્ડર એ ફરિયાદ નોંધાવતા ક્રાઇમ બ્રાંચએ ધરપકડ કરીને ગાયકવાડ હવેલી પોલીસને હવાલે કરી છે. 


ઉદ્યોગ જગતમાં ખળભળાટ! ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિને GIDC એ ફટકાર્યો 600 કરોડનો દંડ


જમાલપુરમાં ક્યાંય પણ નવું બિલ્ડીંગ બની રહ્યું હોય કે સમારકામ થઇ રહ્યું હોય તેની ઇંટ રેતી જોઈ ને ત્યાં તરત જ જમીલા ગેંગ ત્યાં પહોંચી જતી અને ખંડણી માંગતી જો ખંડણી આપવામાં આવે તો જ બાંધકામ કરી શકાય નહિતર નહિ. આવો ત્રાસ ગુજારનાર જમીલા ગેંગને અમદાવાદ ક્રાઇમ બ્રાંચનાની ટીમે ઝડપી લીધી છે. જેમાં જમીલા, તેનો પતિ, બે પુત્રો અને તેની ભત્રીજી મિસબાહ નો સમાવેશ થાય છે. જમીલા અને તેના પરિવારના સભ્યો કોઇ પણ બિલ્ડરને પણ ધમકાવી પૈસા પડાવતા હતા.


સુપ્રિયા સુલેએ ઉદ્ધવ અને કોંગ્રેસને આપ્યું ટેન્શન, અજિત પવાર પાર્ટીના વરિષ્ઠ નેતા


વર્ષોથી જમાલપુરમાં જમીલા એન્ડ કંપની નો આતંક હતો. એક સમયે તે પોલીસને બાતમી આપતી હોવાથી સ્થાનિક વિસ્તારમાં તેની ધાક વધી હતી. જેનો દૂરુપયોગ કરી જમીલાએ લોકો પાસેથી પૈસા પડાવવાનું શરૂ કરી દીધું હતું. કોઇ તેનો વિરોધ કરે તો જમીલા અને તેના પરિવારના સભ્યો તેની વિરુદ્ધ ખોટી ફરિયાદો કરી તેમને ફાસવી દેતા હતા. હવે જમીલાને પોલીસનું પીઠબળ મળવાનું બંધ થઇ ગયું હતું. જેને પગલે સ્થાનિક વિસ્તારના એક બિલ્ડર માસુમ ખાન પઠાણે જમીલા ગેંગ સામે ફરિયાદ કરવાની હિમ્મત કરી હતી. સ્થાનિક પોલીસે જમીલા વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. જ્યારે ક્રાઇમ બ્રાંચે તેના પરિવાર સાથે ઝડપી લીધી છે.


રોકાણના પાંચ બેસ્ટ ઓપ્શન- 5 વર્ષમાં જોરદાર રિટર્ન, જાણો કેટલું મળશે વ્યાજ


વીઓ-3આ ગેંગ દાયકાથી મોટા નેતાઓ- સામાજિક અગ્રણી સાથેના ફોટા બતાવી લોકોને ડરાવતા હતા ને પૈસા પડાવતા હતા અમદાવાદના કેટલાક સમાજિક અગ્રણીઓ કે જેઓ મોટા રાજકીય અગ્રણીઓ સાથેના ફોટા સતત સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે અને તે ફોટા બતાવી લોકોને ડરાવી પૈસા પડાવતી હતી. તેમના સાથે જમીલા અને તેની સાગરીત મહિલાઓ ગાઢ પરિચય બનાવી દીધો હતો.ત્યારે જમીલા ગેંગ સામે અત્યારે 2 ફરિયાદ નોંધાઇ છે ત્યારે નજીક ના સમય માં વધુ ફરિયાદ નોંધાઈ શકાય છે.


મોદીએ ચીનના મનસૂબા પર પાણી ફેરવી વાળ્યું, ભારતના સમર્થન બાદ આ 6 નવા દેશો થશે સામેલ


કોણ કોણ ઝડપાયું


  • 1) જમીલા હારૂનરશીદ મોહંમદ મેનપુરવાલા

  • 2)હારૂનરશીદ મોહમંદ મેનપુરવાલા

  • 3)વસીમ હારૂનરશીદ મેનપુરવાલા

  • 4)સોહેલ ઉર્ફે પોપટ હારૂનરસીદ મેનપુરવાલા

  • 5) મિસબાહ અયુબભાઇ મોહંમદભાઇ મેનપુરવાલા


ચેતી જજો! સોશિયલ મીડિયામાં ફેમસ થવા બોટનું પ્રમાણ વધ્યું, પણ છે એક મોટો સ્કેમ, જાણો


જમાલપુરમાં જમીલા ગેંગનો આતંક અને શહેરમાં કોઇ પણ તત્ત્વો લોકોને પરેશાન કરશે તો તેમની સામે કડક પગલાં લેવાશે. જમીલાએ જેમને પરેશાન કર્યા હોય તેવા લોકો ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવે.તેવી અપીલ પણ પોલીસે કરી છે.