મોદીએ ચીનના મનસૂબા પર પાણી ફેરવી વાળ્યું, ભારતના સમર્થન બાદ આ 6 નવા દેશો થશે સામેલ

Chandrayaan-3 Update: બ્રિક્સ સમિટ (BRICS Summit) માં પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ ચંદ્રયાન-3 (Chandrayaan-3) નો ઉલ્લેખ કર્યો છે. પ્રધાનમંત્રી મોદીએ ચંદ્રયાન-3 ની સફળતાને ભારતની જ નહી આખી દુનિયાના વૈજ્ઞાનિકોની ઉપલબ્ધતા ગણાવી. 

મોદીએ ચીનના મનસૂબા પર પાણી ફેરવી વાળ્યું, ભારતના સમર્થન બાદ આ 6 નવા દેશો થશે સામેલ

Narendra Modi Address: સાઉથ આફ્રીકા (South Africa) ના જોહાન્સબર્ગમાં ચાલી રહેલા 15મા બ્રિક્સ સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ કહ્યું કે બ્રિક્સ (BRICS) ના વિસ્તારનો ફેલાવો કર્યો છે. નવા સભ્યોને જોડવાથી મજબૂતી મળશે, પ્રયત્નોને બળ મળશે. સંગઠનનો વિસ્તાર અને ગાઇડિંગ પ્રિંસિપલ્સ પર સહમતિ બની છે. બ્રિક્સમાં આર્જેટીના, ઇજિપ્ત, ઇથિયોપિયા, સાઉદી અરબ, ઇરાન અને યૂઇન 6 નવા દેશ જોડાશે. પીએમ મોદીએ આગળ કહ્યું કે આ તમામ સંસ્થાનોને રિફોર્મ્સ માટે ઉદાહરણ બની શકે છે. 

▶️ भारत ने हमेशा ब्रिक्स के विस्तार का समर्थन किया है, भारत का मानना रहा है कि नए सदस्यों को जोड़ने से ब्रिक्स एक संगठन के रूप में मजबूत होगा- पीएम मोदी#BRICSSummit2023 #PMModi @narendramodi pic.twitter.com/e7rrobWQmo

— Zee News (@ZeeNews) August 24, 2023

ચંદ્રયાન-3 પર વડાપ્રધાન મોદીએ શું કહ્યું?
ચંદ્રયાન-3ની સફળતા પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેને સમગ્ર માનવજાતની સફળતા તરીકે સ્વીકારવામાં આવી રહી છે. ચંદ્રયાન માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો માટે એક મોટી ઉપલબ્ધિ છે. ચંદ્રયાન માટે જે અભિનંદન મળ્યા છે તે બદલ હું આપ સૌનો આભાર માનું છું. બ્રિક્સના મંચ પરથી પીએમ મોદીએ કહ્યું કે ભારતે હંમેશા બ્રિક્સના વિસ્તરણને સમર્થન આપ્યું છે. ભારત માને છે કે નવા સભ્યો ઉમેરવાથી બ્રિક્સ એક સંગઠન તરીકે મજબૂત થશે.

BRICS ની મહત્વપૂર્ણ જાહેરાતો
આ પ્રસંગે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ કહ્યું કે આ સમિટે બ્રિક્સ દેશો વચ્ચે આદાન-પ્રદાન, મિત્રતા અને સહયોગ વધારવાના મહત્વની પુનઃ પુષ્ટિ કરી. અમે બે જોહાનિસબર્ગ ઘોષણાઓ અપનાવી છે જે રાજકીય, વૈશ્વિક આર્થિક અને નાણાકીય મહત્વની બાબતો પરના મુખ્ય BRICS સંદેશાઓને પ્રતિબિંબિત કરે છે. તે સહિયારા મૂલ્યો અને સામાન્ય હિતોને પ્રતિબિંબિત કરે છે જે પાંચ BRICS દેશો તરીકે અમારા પરસ્પર લાભદાયી સહકારનો આધાર બનાવે છે.

આ 6 દેશો BRICS માં જોડાશે
દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસાએ પણ જાહેરાત કરી હતી કે અમે ઇજિપ્ત, આર્જેન્ટિના, ઈરાન, ઇથોપિયા, સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયાને બ્રિક્સના સંપૂર્ણ સભ્ય બનવા માટે આમંત્રિત કરવા માટે એક કરાર પર પહોંચ્યા છીએ. તેમનું સભ્યપદ જાન્યુઆરી 2024થી લાગુ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news