ઉદય રંજન/અમદાવાદ: શાહીબાગ ઘેવર સર્કલથી અનમોલ ટાવર જાહેર રોડ ઉપર સ્વીફટ ગાડીમાં પોલીસ સાયરન વગાડતા યુવકનો સોશિયલ મીડીયામાં વાયરલ થયેલ વિડીયો બાબતે સ્વીફટ ગાડી ચાલક વિરુધ્ધ ફરીયાદ નોંધી કાર ચાલકની ધરપકડ કરી લીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આ આગાહી સત્યનાશ વાળશે! આ જિલ્લાઓ માટે ડિસ્ટર્બ કરી મૂકે તેવી છે આગાહી


ગઇ તારીખ ૦૯/૦૩/૨૦૨૪ માં સોશીયલ મીડીયા તેમજ એફ ટ્રાફિક પોલીસ સ્ટેશનના વ્હોટસેપ ગૃપમાં એક વીડીયો વાયરલ થયેલ હોય જે વીડીયો જોતા એક કાળા કલરની સ્વીફટ ગાડી નં. GJ-01-WL-4729 નો ચાલક પોતાની કાર માં પોલીસ સાયરન સાથે ચલાવી શાહીબાગ ઘેવર સર્કલ થી અનમોલ ટાવર તરફ જાહેર રોડ પર પુર ઝડપે અને બેદરકારી પૂર્વક જતો હોવાનું જણાઇ આવેલ હોય જે વીડીયો આધારે ફોર વ્હીલ ચાલક તેમજ ગાડી માલિકની તપાસ કરતાં ગાડી અજીતસિંહ કિશોરસિંહ રાઠોડ જે અસારવા નો હોવા નું જણાઇ આવતા એફ ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે કલમ ૨૭૯,૩૩૬,તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૯૪ (એફ) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી . તેમજ ગાડી સાયરન સાથે કબ્જે કરી હતી છે.


દીવ-દમણ બેઠક સર કરવા ભાજપે ફરી કમર કસી; આ દિગ્ગજ નેતાને સળંગ ચોથી વખત રિપીટ કર્યા


વાહન ચાલક અજીતસિંહ કિશોરસિંહ રાઠોડ નું ડ્રાઇવીંગ લાયસન્સ જમા લઇ સદર ડ્રાઇવીંગ લાયસન્સ રદ્દ કરવા RTO ને રીપોર્ટ કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ ની ટ્રાફીક પોલીસે લોકો ને અપીલ કરી હતી કે આમ સોશિયલ મિડિયામાં વાયરલ થયેલ વિડિયો અન્વયે. ત્વરીત કામગીરી કરવામાં આવેલ છે. અને શહેરના તમામ નાગરીકોને નમ્ર વિનંતી છે કે આવા ભયજનક રીતે વાહન ચલાવતા તેમજ સ્ટંટ કરતા વાહન ચાલકોની જાણકારી અમદાવાદ શહેર પોલીસ સુધી પહોચાડે જેથી કાયદેસરની કાર્યવાહી કરી શકાય.


દર્દીઓ હેરાન થવા થઈ જાઓ તૈયાર! ગુજરાતની આ હોસ્પિટલમાં 66માંથી 33 ડોકટરોની જગ્યા ખાલી