ગૃહમાં ગુંડાગર્દી: કોંગ્રેસના 2 ધારાસભ્ય 3 વર્ષ માટે અને એક ધારાસભ્ય 1 વર્ષ માટે સસ્પેન્ડ
આજે મંગળવારે સવારે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના અમરીશભાઇ ડેર, બળદેવજી ઠાકોર અને પ્રતાપભાઇ દુધાત દ્વારા ગૃહમાં ગુંડાગર્દીના દ્વશ્યો સર્જાયા છે. કોંગ્રેસના અમરીશભાઇ ડેર દ્વારા ભાજપના જગદીશ પંચાલ પર માઇક વડે હુમલો કર્યો હતો.
ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં લોકશાહીને લજવતા દ્રશ્યો જોવા મળ્યા. જ્યાં જનતાના પ્રતિનિધિઓ સામસામે આવી ગયા હતાં અને એકબીજા પર આરોપ પ્રતિઆરોપની સાથે જ આજે તો છૂટ્ટા હાથની મારામારીના દ્રશ્યો જોવા મળ્યા. ગૃહમાં વિક્રમ માડમને બોલતા અટકાવાયા અને આ સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેર વિક્રમ માડમના સમર્થનમાં વેલમાં ઘૂસી આવ્યા હતાં. હજુ તો, આ ઘટના પછી કંઈ સમજાય તે પહેલાં તો, પ્રતાપ દૂધાત અને જગદીશ પંચાલ વચ્ચે મારામારી સર્જાઈ ગઈ. પ્રતાપ દૂધાતે દોડી જઈ ભાજપના નિકોલ ધારાસભ્ય જગદીશ પંચાલને માઈકનો છૂટ્ટો ઘા કરી દીધો. આ ઘટના પછી ગૃહમાં જાણે કે અફડાતફડી મચી ગઈ.
સરકાર આસારામ કેસ મામલે કેમ રિપોર્ટ રજૂ કરતી નથી? વાંચો
સાર્જન્ટ ગૃહમાં દોડી આવ્યા અને ભાજપ તથા કોંગ્રેસના ધારાસભ્યોને કંટ્રોલ કરવાના પ્રયાસમાં લાગ્યા હતા. તેમ છતાં પરિસ્થિતિ બેકાબૂ બનતા તમામને બહાર લઈ જવામાં આવ્યાં. આ સાથે જ વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના અમરીશ ડેર, વિક્રમ માડમને સસ્પેન્ડ કરી દીધા અને જગદીશ પંચાલને માર મારવા બદલ પ્રતાપ દૂધાતને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. આ ઘટના પછી ભાજપના હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધારાસભ્ય પર મારી નાંખવાની ધમકીનો આરોપ મૂક્યો છે. જેથી વિધાનસભાના અધ્યક્ષ દ્વારા આકરા પગલાં ભરી સજારૂપે કોંગ્રેસના પ્રતાપ દુધાત અને અમરીશભાઇ ડેરને 3 વર્ષ માટે સસ્પેંડ કર્યા છે, જ્યારે બળદેવજી ઠાકોરને 1 વર્ષ માટે સસ્પેંડ કરવામાં આવ્યા છે.
વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં શબ્દોથી નહીં, પણ હુમલા પર આવી જાય એ કોઈ કાળે ચલાવી શકાય નહી. સાર્જન્ટે કહ્યું હતું કે 1 પ્રશ્નમાં કેટલાક મિત્રો બબાલ કરવાના છે. મેં પ્રયાસ કર્યો હતો કે વધુમાં વધુ પ્રશ્ન પૂછવા દેવામાં આવે. અમરીશ ડેરે જ્યારે હકારાત્મક વલણથી ગૃહ ચાલતું હતું ત્યારે ઉભા થવાની ડેરિંગ કરવાની જરૂર નથી.
અલ્પેશ ઠાકોરે કહ્યું કે વિધાનસભામાં ગાળો આપવી એ દુર્ભાગ્યપૂર્ણ ઘટના
કોંગ્રેસના ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે અધ્યક્ષે પક્ષપાતી નિર્ણય કર્યો છે. જો કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેંડ કરવામાં આવ્યા છે તો પછી ભાજપના ધારાસભ્યોને સસ્પેંડ કેમ કરવામાં આવ્યા નથી. ભાજપના ધારાસભ્યોએ ઠઠ્ઠા મશ્કરી કરીને કોંગ્રેસના ધારાસભ્યોને ઉશ્કેર્યા છે, ભાજપના સભ્યો બિભત્સ ગાળો બોલી હતી. જેણે ઉશ્કેરણી કરી અને ગેરવર્તણૂક કરી છે તેને સસ્પેંડ કરવાના બદલે કોંગ્રેસના સભ્યોને સસ્પેંડ કર્યા છે.
ગુજરાત વિધાનસભા ગૃહમાં છૂટા હાથની મારામારી, જાણો હકીકત
વિધાનસભામાં છૂટા હાથની મારામારીની ઘટના પછી કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર વળતો પ્રહાર હતો જેમાં તેમણે આરોપ મૂક્યો કે ભાજપના કહેવાથી ધારાસભ્યોને ગાળો આપીને નિમ્ન કક્ષાની રાજનીતિ કરી. આ મામલે ભાજપના ધારાસભ્યોને પણ સજા કરવામાં આવે તેવી કોંગ્રેસે માંગણી કરી છે. જો કોંગ્રેસનાં ધારાસભ્યનાં સસ્પેન્ડ કરવામાં આવે તો ભાજપ વિધાનસભાનો વીડીયો જાહેર કરે. ભારતીય જનતા પક્ષ તમામ પ્રકારની નીતિ નિયમ નેવે મૂકી છે.