ઊલટી ગંગા વહી : ગેનીબેને ભાજપની સ્ટ્રેટેજીના વખાણ કરતા કહ્યું, જેની ટિકિટ કાપવી હોય એ કાપે તોય કંઈ ન બોલે
Geniben Thakor Statement On BJP : કોંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપની રણનીતિનાં જાહેરમાં કર્યાં વખાણ... કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની હાજરીમાં કહ્યું- ભાજપમાં બધા નેતાઓ શિસ્તપાલન કરે છે, કોંગ્રેસમાં કશું નથી વધ્યું છતાં જૂથબંધીમાં ઊંચા નથી આવતા નેતાઓ...
Geniben Thakor Praised BJP Strategy અલકેશ રાવ/બનાસકાંઠા : ભાજપને ખરીખોટી સંભળાવનાર ગેનીબેનના ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ સૂર બદલાયા છે. જાણે ઉલટી ગંગા વહેવા લાગી હોય. તેમ વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેને જાહેરમાં કોંગ્રેસની સ્થિતિ મામલે બળાપો કાઢી ભાજપની સ્ટ્રેટર્જીના વખાણ કર્યા છે. ગેનીબેનના મોઢે ભાજપની સ્તુતિ સાંભળીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે, ગેનીબેનની સ્પષ્ટ વક્તા તરીકે પ્રખ્યાત છે. તેમના મોઢેથી હંમેશા ભાજપના નેતાઓ માટે ધારદાર શબ્દો નીકળ્યા છે, ત્યારે ગેનીબેનના એકાએક સૂર બદલાવા પાછળ શું કારણ છે.
કાંકરેજના ચાંગા ગામે ધારાસભ્ય અમૃતજી ઠાકોરનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નિવેદન ચર્ચા જગાવનારું હતું. ખાસ વાત તો એ છે કે, તેઓએ જગદીશ ઠાકોરની હાજરીમાં જ કોંગ્રેસને ખરીખોટી સંભળાવી હતી, અને કોંગ્રેસમાં ભાગ પાડવાની વાતનો મુદ્દો ઉપાડ્યો હતો.
આ પણ વાંચો :
ગુજરાતમાં રોજ એક ભોગ લેતી ચાઈનીઝ દોરી, સુરતમાં એક પરિવારના મોભીનું ગળુ કપાતા મોત
સાસરિયાને વહુ નહિ પણ નોકરાણી જોઈએ છે... તેવું ચિઠ્ઠીમાં લખી પરિણીતાએ આપઘાત કર્યો
ટ્રસ્ટમાંથી રાજીનામાં લઈ લેવાયાં? ભાજપના યજ્ઞેશ દવે સહિતના નેતાઓની મનની મનમાં રહી ગઈ
ભાજપની સ્ટ્રેટર્જી જુઓ,આખી સરકાર બદલી નાખે, જેની ટિકિટ કાપવી હોય એ કાપે તોય કોઈ ન બોલે. મુખ્યમંત્રી બદલાવી નાંખે છતા કોઈ કંઈ ના બોલી શકે. ટિકિટમાં જેની કાપવી હોય તેની કાંપી નાંખે. મંત્રીમંડળમાં ય એવું. ને આપણે કોંગ્રેસમાં હજુ કંઈ જ વધ્યું નથી તો ખબર નથી રોજ શેના ભાગ પડવાના રહી ગયા છે એ જ ખબર પડતી નથી. અને ચૂંટણીના ટાઈમે રીસામણા અને મનામણા પહેલા તો સાહેબ લગ્નની જેમ કુટુંબમા મનાવવા જાવુ પડતું. હવે તો આ ચૂંટણીમાં ચૂંટણી જાહેર થઈ નથી, ને જે ઉમેદવારને ટિકિટ મળી એના સગાવ્હાલાની અને સમાજની નજીકના માણસની બચારાની દશા બગડી નહિ. કેટલાય માણસોને તો બિચારાઓને ઘરે બેસી રહેવુ પડે છે. કે જુએ તમે ગાડી લઈને ઓફિસ આવ્યા તો વોટ નહિ આપું. મને 1.2 લાખ મત મળ્યા તો આમાંથી બે હજાર જ 5 વર્ષ લોહી પીવાના. ટિકિટ, કોન્ટ્રાક્ટ, પૈસા અને ગાડી, એ કે ત્યાં હાજર થવાનું આ બધું બે હજારવાળાને જ જોઈએ, બાકીના 1 લાખ તો કંઈ જ બોલતા નથી.
આ પણ વાંચો : CMOમાં ‘સાહેબો’ વધ્યા : ચેમ્બરની ખેંચતાણ, તો સ્વર્ણિમ સંકુલમાં ડઝનેક ઓફિસ ખાલી