રાજકોટમાં કોરોનાથી મૃત્યુઆંક શૂન્ય પર પહોંચ્યો, તંત્રે રાહતનો શ્વાસ લીધો
- રાજકોટ માટે સારા સમાચાર આવ્યા છે, સતત બીજા દિવસે રાજકોટમાં કોરોનાથી મૃત્યુઆંક શૂન્ય થયો છે
- છેલ્લા 1 મહિનાથી કોરોના પરિસ્થિતિ રાજકોટમાં કાબૂમાં આવી
- મૃત્યુ આંક શૂન્ય પર આવતા આરોગ્ય વિભાગ લીધો રાહતનો શ્વાસ
રક્ષિત પંડ્યા/રાજકોટ :કોરોના વાઈરસને લઈને રાજકોટ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ (rajkot) શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે કોરોનાથી મૃત્યુઆંક (corona death) શૂન્ય પર હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવી રહ્યો છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના કેસ (corona case) ની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં 2580 કોવિડ બેડની વ્યવસ્થા છે જેમાંથી 2404 બેડ ખાલી છે એટલે કે 176 દર્દી હાલ સારવાર લઇ રહ્યા છે. તેથી 10 મહિના બાદ આખરે તંત્રએ રાહતના શ્વાસ લીધો છે.
રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 257 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટ ( rajkot ) માં ગુરૂવારે 59 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 146 લોકોના મોત થયા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે. સવારે 8 વાગ્યાની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં એકપણ મોત નોંધાયું નથી.
આ પણ વાંચો : અથાગ મહેનતનું પરિણામ : સુરતના 2 TRB જવાનોનું ITBP અને CISF માં થયું સિલેક્શન
રાજકોટ સિવિલ હોસ્પિટલ ( civil hospital ) માં પાંચ માળની કોવિડ હોસ્પિટલ ( covid care center ) કાર્યરત છે. જે પૈકી ત્રણ માળ ખાલી છે અને બાકીના બે માળ ઉપર 50 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ કાબૂમાં આવતા કલેક્ટર દ્વારા સમરસ હોસ્ટેલ અને covid કેર સેન્ટર બંધ કરવા નિર્ણય કર્યો છે. અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં કોરોનાના કુલ 15155 પોઝિટિવ કેસ ( corona case ) નોંધાયા છે જે પૈકી ૨૦૦ જેટલા દર્દી હાલ સારવાર હેઠળ છે. બીજી તરફ સમરસ હોસ્ટેલમાં હેલ્થ સેન્ટર બાદ હવે કોવિડ કેર સેન્ટર પણ બંધ થઇ રહ્યું છે અને આગામી બે ત્રણ દિવસમાં કલેક્ટર તંત્ર તેનો કબજો સમાજ કલ્યાણ વિભાગને પરત આપી દેશે અને ત્યાંથી બધી જ મેડિકલ સામગ્રી કાઢીને સિવિલ હોસ્પિટલ અથવા તો બીજા કોઇ આરોગ્ય કેન્દ્રમાં લગાવવામાં આવશે.
આ પણ વાંચો : Surat માં બાળકો સુધી પહોંચ્યો ક્રાઈમ, 13 વર્ષના બાળકે તેના મિત્રની કરી હત્યા
ખાનગી હોસ્પિટલોની સરકાર સામે માંગ
જ્યાં સરકારી હોસ્પિટલોમાં બેડ ખાલી છે, ત્યાં ખાનગી હોસ્પિટલોમાં પણ અનેક બેડ ખાલી છે. મોટાભાગની હોસ્પિટલે કોવિડ ડેઝિગ્નેશનમાંથી નામ ઓછું કરવા સરકાર સામે માંગણી કરી છે. સાથે જ ખાનગી હોસ્પિટલોએ સરકાર પાસે માંગ કરી કે, તેમની હોસ્પિટલમાં અન્ય દર્દીઓને પણ દાખલ કરવાની મંજૂરી આપવામાં આવે. જેથી તેમની ઓપીડી નિયમિત ચાલી શકે. આ માટે મનપા તેમજ જિલ્લા કલેક્ટર કચેરીએ અનેક ખાનગી હોસ્પિટલ દ્વારા અરજીઓ કરાઈ છે. જેમાંથી ધીરે-ધીરે મંજૂરીઓ અપાઈ રહી છે.
આ પણ વાંચો : Kutch માં ઉપરાઉપરી ભૂકંપના 4 આંચકા આવ્યા, અડધી રાત્રે ઘર બહાર દોડ્યા લોકો
રાજકોટમાં કોરોના વેક્સીનેશન અંગે મહા ઝુંબેશ ચાલી રહી છે. શહેરમાં 48 અને જિલ્લામાં 38 બૂથ પર વેક્સીનેશન (vaccination) શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 6000 થી વધુ લોકોને રસી (corona vaccine) આપવામાં આવશે. વેક્સીન માટે તમામ લોકોને મેસેજ મોકલી વેક્સીનેશન માટે બોલાવવામાં આવ્યા છે.