rajkot
ગુજરાતીઓ વ્હારે આવશે! જામનગરની 7 મહિનાની હેતાંશીને ગંભીર બીમારી, 16 કરોડના ઇન્જેક્શનની છે તાતી જરૂર
જામનગરના ભટ્ટી પરિવારની 7 મહિનાની એકમાત્ર લાડલી હેતાંશી સ્પાઈનલ મસ્ક્યુલર એન્ટ્રોફી પ્રકાર -1 (SMA-1) નામની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી છે . તેમની સારવાર માટે હાલ ગુરુ ગોવિંદ સિંહ સરકારી હોસ્પિટલમાં તબીબો ખડે પગે સારવાર આપી રહ્યા છે.
May 17, 2022, 09:00 PM ISTકુંવરજી બાવળિયાએ કહ્યુ- સસ્પેન્ડ કરવાને લઈ અજીત પટેલે ભૂલ સ્વીકારી, અજીત પટેલનો ખુલાસો; ભૂલ સ્વીકારવાની વાત ખોટી
બોટાદ જિલ્લા કોળી સમાજના મુખ્ય આગેવાનોની કુંવરજી બાવળિયાના સમર્થનમાં બેઠક મળી હતી. જેમાં ગેર બંધારણીય રીતે કુંવરજી બાવળિયાને અજિત પટેલ દ્રારા સસ્પેન્ડ કરતા કોળી સમાજના આગેવાનોમાં રોષ ફાટી નીકળ્યો છે.
May 17, 2022, 03:35 PM ISTદૂધ ઉત્પાદકો માટે હવે ખુશીનો પાર નહીં રહે! રાજકોટ દૂધ સંઘના નિયામક મંડળે લીધો મહત્વપૂર્ણ નિર્ણય
દૂધ મંડળીઓને હાલ પ્રતિ કિલો ફેટે 710 રૂપિયા ચૂકવવામાં આવે છે. જેમાં 10 રૂપિયાનો વધારો કરતા હવે 720 રૂપિયા ચૂકવવા પડશે. ગત વર્ષે આ સમયગાળામાં પ્રતિ કિલો ફેટનો ભાવ 660 રૂપિયા હતો. ભાવ વધારાથી દૂધ ઉત્પાદકોને ફાયદો થશે. તેમજ ભાવ વધારાથી દૂધ ઉત્પાદનને વેગ મળશે.
May 16, 2022, 09:29 PM ISTલગ્નમાં સંબંધીઓએ જાહેર સ્ટેજ પર એવું તો શું કર્યું કે હવે રાજકોટ પોલીસ વરરાજા પાછળ પડી
રાજકોટના પરસાણાનગરમાં લગ્ન પ્રસંગમાં દારૂની રેલમછેલ જોવા મળી હતી. 14 તારીખે યોજાયેલા લગ્ન પ્રસંગમાં સગા સંબંધીઓ દ્વારા વરરાજાનાને જાહેર સ્ટેજ પર દારૂ પીવડાવવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો ઇન્સ્ટાગ્રામ સ્ટેટસમાં મુકવામાં આવ્યો હતો જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા ખુબ ઝડપથી વાયરલ થયો હતો
May 16, 2022, 03:55 PM ISTમનહર પટેલનું મોટું નિવેદન: 'હાર્દિક હાઇકમાન્ડ સુધી રજુઆત કરવા ગયો જ નથી, તેની પીડા શું છે તે જ ખબર નથી પડતી'
હાર્દિક પટેલની નારાજગીને લઈને મનહર પટેલે આપેલા નિવેદનથી હાલ ખળભળાટ મચ્યો છે. મનહર પટેલે જણાવ્યું છે કે, હાર્દિક કોંગ્રેસ છોડે તો કોંગ્રેસને સ્વાભાવિક રીતે અસર થાય તેમ છે. જગદીશ ઠાકોર અને રઘુ શર્માએ સ્પષ્ટ જણાવ્યું છે કે મીડિયામાં વારંવાર નિવેદન કરવાથી પાર્ટીમાં ચાલી રહેલી નારાજગીનો ઉકેલ આવશે નહિ.
May 16, 2022, 03:28 PM ISTરાજકોટમાં ગર્લફ્રેન્ડ સાથે મોજ મજા કર્યા પછી બોયફ્રેન્ડ માંગતો પૈસા, કહેતો કોઇ પણ રાઇડ ફ્રી નથી હોતી પણ...
શહેરમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં વધારે એક દુષ્કર્મની ફરિયાદ દાખલ થઇ છે. જેમાં મહિલાએ પોતાનાં જ પ્રેમી યુવરાજસિંહ ચુડાસમા સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી છે.
May 15, 2022, 08:03 PM ISTગોંડલ ભડભડ ભડકે બળતું હશે અને ફાયર ઓફીસર ધાબે બેઠા બેઠા ખજુર ખાતા હશે
નગરપાલિકા ફાયર સ્ટેશનમાં 3 ફાયર ફાઈટરો છે તેમાંથી 2 ફાયર બંધ હાલતમાં છે. ગોંડલ આસપાસ જામવાડી - ભુણાંવા - હડમતાળા - ભરૂડી આસપાસ અનેક GIDC આવેલી છે. મોટી આગની ઘટના થશે તો જવાબદાર કોણ ગણાશે?
May 14, 2022, 04:30 PM ISTરાજકોટના ધારાસભ્યોના ક્લાસ લેતી ભાજપ, આ રીતે સરવે કરીને નક્કી કરશે ઉમેદવાર
વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે ઉમેદવારોની પસંદગીની કવાયત શરૂ કરી છે. રાજકોટની ચાર વિધાનસભા બેઠકનો સર્વે પૂર્ણ થયો છે. ધારાસભ્યોના વિસ્તારમાં ભાજપે સર્વે કર્યો છે. આ માટે ખાનગી સર્વેની ટીમ ઉતારવામાં આવી છે. જેમાં ધારાસભ્યોને 1 થી 10 ગુણ આપવામાં આવશે. સર્વેની ટીમ MLA ના વિસ્તારમાં પાનના ગલ્લાવાળા, ધોબી, સલૂન અને ગૃહિણીઓને મળી છે. તેમને સવાલ કરીને પ્રતિભાવો જાણવામાં આવી રહ્યા છે. સર્વે થયા બાદ તેનો રિપોર્ટ દિલ્હી મોકલવામાં આવશે. આ રિપોર્ટના આધારે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવામાં આવશે.
May 14, 2022, 02:33 PM ISTરાજકોટ: ઉપલેટા નજીક કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે યુવકોના મોત; એક ઇજાગ્રસ્ત
લગ્ન પ્રસંગે ઢોલ વગાડવા માટે વાડાસડા ગામ આવેલા ત્રણેય યુવકોને પરત ફરતી વેળા અકસ્માત નોડ્યો હતો. જેમાં બે યુવકોના મોત નીપજ્યા હતા. જો કે, ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
May 12, 2022, 08:22 AM ISTરાજકોટમાં કેજરીવાલની વિશાળ જનસભા, સૌરાષ્ટ્રને કબ્જે કરવા ત્રણેય પક્ષોની સાંસાગડથલ
વિધાનસભાની ચૂંટણીના પગલે રાજકીય પાર્ટીઓ જોરશોરથી તૈયારીઓમાં લાગી ચુકી છે. ગુજરાતને કબ્જે કરવા માટે મોટા ભાગની પાર્ટીઓ જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહી છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ આવ્યા છે. બપોરે 2.30 વાગ્યે રાજકોટ આવ્યા હતા. અહીં આપના નેતાઓ દ્વારા તેમનું સુતરની આંટીઓ પહેરાવીને તેમનું સ્વાગત કરાયું હતું. એરપોર્ટથી સીધા જ કેજરીવાલ ઇમ્પીરિયલ પેલેસ હોટલ ખાતે રવાના થયા હતા. સાંજે 6 વાગ્યે શાસ્ત્રી મેદાનમાં જંગી સભા સંબોધિત કરશે.
May 11, 2022, 05:03 PM ISTરાજકોટમાં મહિલાઓ અસુરક્ષિત: 'ઢગા' એ દારૂના નશામાં રસ્તે જઈ રહેલી નર્સની પકડી લીધી, પછી એવું કર્યું કે...
રાજકોટના મંગળા રોડ પરની ઘટનાના સીસીટીવી સામે આવતા ખળભળાટ મચ્યો છે. આ ઘટનામાં દારૂના નશામાં આવારા આધેડે અધિન કૃત્ય કર્યું હતું. જેણે રસ્તે જઈ રહેલી હોસ્પિટલની નર્સને જાહેરમાં પકડી લીધી હતી. આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.
May 10, 2022, 06:06 PM ISTક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ફરી ચર્ચામાં, શું ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે?
સરકારની યોજનાઓ અંગે ગામડાના લોકોને જાગૃત કરવા 2019થી અમે અભિયાન ચલાવ્યું છે. ચૂંટણીઓ તો આવતી જતી રહે છે પણ હું ભાજપના કાર્યકર્તા તરીકે પ્રધાનમંત્રીની વિચારધારા સાથે મારા કામને પુરી ઈમાનદારીથી કરું છું. જો કે રિવાબા જાડેજાએ ચૂંટણી લડવા અંગે ખુલીને કોઈ સ્પષ્ટ સંકેત આપ્યા નથી.
May 9, 2022, 05:58 PM ISTઆખરે નરેશ પટેલને લઈને આજે કોકડું ઉકેલાશે? જાણો નરેશ પટેલ કોંગ્રેસના કયા 4 MLA સાથે દિલ્લી પહોંચ્યા
ZEE 24 કલાક પર રાજનીતિના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ભારે ચઢાવ ઉતાર વચ્ચે નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાશે તે ફાઈનલ થઈ શકાયું નથી. ત્યારે હાલ નરેશ પટેલ દિલ્લી પહોંચ્યા છે. નરેશ પટેલ કોંગ્રેસના 4 ધારાસભ્યો સાથે દિલ્લી પહોંચ્યા હોવાની માહિતી મળી છે.
May 9, 2022, 04:59 PM ISTઅત્યંત શોકિંગ ઘટના, રાજકોટમાં 10 વર્ષની બાળકીએ આત્મહત્યા કરી
રાજકોટથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં 10 વર્ષની બાળકીના આપઘાતથી ચકચાર મચી ગઈ છે. કોઈ વિચારી પણ ન શકે કે, 10 વર્ષની બાળકી પણ આત્મહત્યા કરી શકે. ત્યારે આ ઘટનાએ વાલીઓને ચિંતામાં મૂક્યા છે.
May 9, 2022, 10:23 AM ISTખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા! 1 રૂપિયો પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે ગરીબોની કસ્તુરી!
ડૂંગળીનું વાવેતર કરનાર ખેડુતોને હાલ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આજે ડુંગળીના બજાર ભાવ તળીયે જતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે. ડુંગળીની ઉપજ કરવામાં જેટલો ખર્ચ થયો તેની અડધી કિંમત પણ નથી મળતી તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.
May 8, 2022, 12:15 PM ISTપુત્રએ પિતાની ગર્લફ્રેન્ડ સાથે મળીને પિતાની હત્યા કરી અને પછી એવું તરકટ કર્યું કે...
પત્નીએ સાવકા પુત્ર સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના બનતા ચકચાર મચી છે. શુક્રવારા રાત્રે કોઠારીયા રોડ પર ઘરમાં યુવકની સળગેલી લાશ મળી હતી. ભક્તિનગર પોલીસે તપાસ કરતા પત્ની અને પુત્રએ કહ્યું હતું કે, બુકાની ધારી ત્રણ શખ્સોએ ઘરમાં ઘુસીને બાંધી દીધા હતા અને પતિને સળગાવીને ફરાર થઇ ગયા હતા. પોલીસને વાત ગળે ન ઉતરતા પોલીસે ઉલટ તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રેમિકા કમ પત્ની અને પુત્રએ જ પતિને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું હતું.
May 7, 2022, 11:55 PM ISTરાજકોટ બે દિવસમાં તરસે મરી જશે! જાણો કયા વોર્ડમાં કયા દિવસે રહેશે સૌથી મોટો પાણીકાપ
રાજકોટમાં 8મી મે ના વોર્ડ નં. 13 અને 9મી મે ના વોર્ડ નં. 11, 12, 7, 14 અને 17ના વિસ્તારોમાં પાણી વિતરણ કરવામા નહી આવે.
May 7, 2022, 02:43 PM ISTનવાજૂનીના એંધાણ વચ્ચે નરેશ પટેલે આજે દિલ્હીનો પ્રવાસ એકાએક કેન્સલ કર્યો, અનેક તર્ક-વિતર્ક
ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ આજે ફરી દિલ્લીના પ્રવાસે જઈ રહ્યા છે. રાજકારણમાં એન્ટ્રીની વાતો વચ્ચે દિલ્લી પ્રવાસ પર સૌની નજર રહેલી છે. નરેશ પટેલના દિલ્લી પ્રવાસથી અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. દિલ્લીમાં કોની-કોની સાથે મુલાકાત કરશે તે અંગે જુદી જુદી અટકળો ચાલી રહી છે.
May 7, 2022, 09:25 AM ISTઉપલેટામાં એવા અનોખા ગણપતીજી મહારાજ, જેમના મંદિરે જવાની જરૂર નથી પત્ર લખો અને સમસ્યા ઉકેલાઇ જશે
આંકડાના મુળમાંથી સ્વયંભુ પ્રકટ થયેલા અને સિંહ પર બિરાજમાન દેશના એકમાત્ર ગણપતિજી,અહીં દિવસ દરમિયાન આવેલા પત્રો પુજારી પોતે વાંચીને ગણપતિજીને સંભળાવે છે અને ગણપતિજી સમસ્યાનો ઉકેલ લાવે છે.
May 4, 2022, 05:39 PM ISTરાજકીય દાવપેચ વચ્ચે મોટા સમાચાર, નરેશ પટેલે વલ્લભ કાકડીયા સાથે BJPના ધારાસભ્યો સાથે કરી મુલાકાત
ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે કે અન્ય કોઈ પાર્ટીમાં તેણે લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ એક મોટો ઉલટફેર થતાં નરેશ પટેલના રાજકીય ભવિષ્યને લઈને પરિસ્થિતિઑ થોડી ઘણી સ્પષ્ટ થતી દેખાઈ રહી છે. એક બાજુ પ્રશાંત કિશોરે ભડાકો કર્યા બાદ હવે નરેશ પટેલના રાજકીય ભવિષ્યનું શું થશે તેના પર મોટો સવાલ ઊભો થયો છે.
May 2, 2022, 07:01 PM IST