રાજકોટમાં `સુરક્ષીતા એપ` અને `દુર્ગા શકિત ટીમ` બન્યા બાદ મહિલાઓ સંબંધિત ગુનામાં થયો ઘટાડો
![રાજકોટમાં 'સુરક્ષીતા એપ' અને 'દુર્ગા શકિત ટીમ' બન્યા બાદ મહિલાઓ સંબંધિત ગુનામાં થયો ઘટાડો રાજકોટમાં 'સુરક્ષીતા એપ' અને 'દુર્ગા શકિત ટીમ' બન્યા બાદ મહિલાઓ સંબંધિત ગુનામાં થયો ઘટાડો](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2020/12/16/297270-durgashaktiteamrajkot.jpg?itok=0VB-kmjf)
રાજકોટ પોલીસનો દાવો છે કે સુરક્ષિતા એપ અને દુર્ગા શકિત ટીમના માધ્યમથી મહિલાઓ સંબંધીત ગુનાઓમાં ૨૫.૬૬ ટકા જેટલો ઘટાડો થયો છે.
રક્ષિત પંડ્યા, રાજકોટઃ આજનો દિવસ સમગ્ર ભારતીયોના માનસ પટલ પરથી ક્યારેય દૂર થઈ શકે તેમ નથી. આજની તારીખ એટલે કે 16 ડિસેમ્બર 2012મા દિલ્હીમાં નિર્ભયા સાથે બળાત્કારની ઘટના બની હતી. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. ત્યારબાદ મહિલા સુરક્ષાના મુદ્દે દેશભરમાં અનેક સવાલો ઊભા થયા હતા. મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી રાજકોટ પોલીસ દ્વારા એક વર્ષ પહેલાં 'સુરક્ષીતા એપ' અને 'દુર્ગા શકિત ટીમ' બનાવવામાં આવી હતી.
છેલ્લા એક વર્ષથી રાજકોટના દરેક પોલીસ સ્ટેશનમાં દુર્ગા શકિતની ટીમો કાર્યરત છે. તેમાં ચુનંદા મહિલા પોલીસ કર્મચારીઓ ફરજ બજાવે છે. રાજકોટમાં મહિલાઓને કોઇ પણ સમસ્યા હોય તો તે સુરક્ષીતા એપ્લિકેશન મદદથી હેલ્પલાઇન નંબર ૭૫૭૫૦૩૩૪૭૪ પર સંપર્ક સાધી શકે છે. આ નંબર પોલીસ કન્ટ્રોલ રૂમ ખાતે કનેકટ છે. જેથી કોઇપણ મહિલા કોઇપણ પરિસ્થિતિમાં આ નંબરનો ઉપયોગ કરી મદદ મેળવી શકે છે.
આ પણ વાંચોઃ જેતપુર : મામી સાથે સંબંધ રાખનાર ભાણેજને મામાએ પહેલા દારૂ પીવડાવ્યો, અને બાદમાં કૂવામાં ફેંકી દીધો
સુરક્ષિતા એપ્લિકેશન અને દુર્ગાશક્તિ મદદથી મહિલા સંબંધિત ગુનામાં થયો ઘટાડો
રાજકોટ પોલીસ નો દાવો છે કે સુરક્ષિતા એપ અને દુર્ગા શકિત ટીમના માધ્યમથી મહિલાઓ સંબંધીત ગુનાઓમાં ૨૫.૬૬ ટકા જેટલો ઘટાડો થયો છે. વર્ષ ૨૦૧૯માં ૧૮૨ ગુનાઓ બન્યા હતાં જ્યારે કે છેલ્લા એક વર્ષમાં સુરક્ષિતા એપ્લિકેશન અને દુર્ગા શક્તિ ટિમ નિમણૂક બાદ વર્ષ ૨૦૨૦માં ૧૩૪ બનાવ નોંધાયા છે. આ જોતાં ૪૬ ગુનાઓનો ઘટાડો થયો છે. દુર્ગા શકિતની ટીમે લોકડાઉનના સમયમાં વૃધ્ધાશ્રમો ખાતે જઇ સેવાની અનેરી કાર્યવાહી પણ કરી છે. તેમજ ઝનાના હોસ્પિટલમાં પોષ્ટીક સુખડીનું વિતરણ કર્યુ છે.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube