ઝી બ્યૂરો, મહેસાણાઃ ગુજરાતમાં 18 મેના રોજ આવેલાં વિનાશક તાઉતે વાવાઝોડાને કારણે ચારેય તરફ તબાહી મચાવી દીધી છે. ક્યાંક લોકો ઘર વિહોણા બની ગયા છે, તો ક્યાંક ખેતરમાં ઉભો પાક બરબાદ થઈ ગયો છે, રોડ-રસ્તા પરના થંભલા, ઝાડ અને કેટલાંક ઠેકાણે મકાનો પણ ધરાશાયી થઈ ગયા છે. ત્યારે ગુજરાતના મહેસાણા જિલ્લામાં પણ વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. 


Instagram યુઝર્સ માટે ખુશખબરી, Reels નો ઉપયોગ કરવાથી મળશે પૈસા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકારે નુકસાનીનો સર્વે કરાવીને અસરગ્રસ્તોને સહાય ચૂકવવાની પણ શરૂઆત કરી દીધી છે. જોકે, પરિસ્થિતિ ઠાળે પડતાં અને પહેલાંની જેમ બધો જ સુધારો થતાં હજુ સમય લાગી જશે. પ્રધાનમંત્રી મોદીએ પણ વાવાઝોડાના તુરંત બાદ ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને રાહત પેકેજની જાહેરાત કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રી રૂપાણીએ પણ સરકારના ઉચ્ચઅધિકારીઓને પરિસ્થિતિ પહેલાંની જેમ સામાન્ય બનાવવા માટે કામે લગાવી દીધાં છે.


આ દિગ્ગજ ક્રિકેટરોએ દેશ માટે બનાવ્યા અઢળક રન, પરંતુ વિદાય મેચ માટે જોતાં રહ્યા રાહ


મહેસાણા જિલ્લામાં 18 મેના રોજ ત્રાટકેલા તાઉતે વાવાઝોડાથી 63 હજાર હેક્ટર પૈકી 5670 હેક્ટરમાં એટલે કે 9 ટકા પાકને નુકસાન થયું હોવાનું કૃષિવિભાગના સર્વેમાં બહાર આવ્યું છે. વાવાઝોડા બાદ 20 મેથી કૃષિ વિભાગની 35 ટીમોએ ખેતીની 42 હજાર અને બાગાયતની 21 હજાર હેક્ટર જમીનમાં જીપીઅેસ ટ્રેકિંગ સિસ્ટમના અાધારે પાકનો સર્વે હાથ ધર્યો હતો.


જેમાં જિલ્લામાં 5670 હેક્ટર જમીનમાં ઉભા પાકને નુકસાન થયાનું જણાવયું છે. જેમાં સાૈથી વધુ નુકસાન બાજરીના પાકને થયું છે. સરકારની ગાઇડ લાઇન મુજબ 33 ટકા પાક નુકસાન થયું હોય તો ખેડૂતોને સહાય ચૂકવવાપાત્ર થાય છે. તેની સામે જિલ્લામાં માત્ર 9 ટકા પાકને નુકસાન થયું હોવાના કારણે જિલ્લાના ખેડૂતોને સહાયથી વંચિત રહેવું પડશે.


British PM Boris Johnson આ છોકરી સાથે કરવા જઈ રહ્યા છે ત્રીજા લગ્ન, જુઓ તસવીરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube