શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં તબીબો લાકરોડા ગામના વૃદ્ધનું સફળ ઓપરેશન કરીને હોજરીમાંથી 15 સેમી લીમડાનું દાતણ બહાર કાઢીને વૃદ્ધને બચાવી લીધા છે અને હાલ ICUમાં દાખલ છે અને તબિયત સારી હોવાનું તબીબ જણાવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાદરવી પુનમને લઈ અંબાજીમાં દર્શનના સમયમાં વધારો; માઈભક્તો ખાસ વાંચી લેજો આ સમાચાર


ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લાકરોડા ગામના ૬૫ વર્ષીય ખેડૂત જેણાજી મકવાણાને દોઢ મહિનાથી પેટમાં ડાબી બાજુમાં દુખાવો થવાની ફરિયાદ હતી જેને લઈને પરિવારજનો માણસા અને ગાંધીનગર ખાનગી અને સરકારી દવાખાને નિદાન કરાવવા ગયા હતા, પરંતુ દુખાવાની દવા કરાયા બાદ દુખાવો બંધ થઇ ગયો હતો ત્યારબાદ પરિવારજનો હિંમતનગર સિવિલ હોસ્પિટલ આવી પહોચ્યા હતા. જ્યાં તબીબોએ તપાસ કરી સોનોગ્રાફી, સીટીસ્કેન અને એક્સરે કરાવતા કાણું જોવા મળ્યું હતું. જેને લઈને તબીબોએ ઈમરજન્સી ઓપરેશન કર્યું હતું.


આગામી ઈદ એ મિલાદના ઝુલુશને લઈને મહત્વપૂર્ણ નિર્ણય; મુસ્લિમ સમાજ હવે આ કામ નહીં કરે!


હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પેટમાં દુખાવાની ફરિયાદ બાદ 65 વર્ષીય જેણાજીની તપાસ કરી હતી. ત્યારબાદ ઈમરજન્સી તબીબોની ટીમ ધ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું એક કલાક ચાલેલા ઓપરેશન માં પેટ પર વાઢકાપ કરીને હોજરીમાં પડેલા કાણામાં 15 સેમીની લીમડાનું દાતણ નીકળ્યું હતું. ત્યારબાદ સાફ સફાઈ કરીને ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું અને વૃદ્ધને બચાવી લેવાયા છે. તો હાલ વૃદ્ધ હિંમતનગર સિવિલમાં ICUમાં સારવાર હેઠળ છે અને તબિયત સારી છે. 


Pregnancy: ગર્ભાવસ્થામાં બ્લડ પ્રેશર લો થઈ જાય તો શું ખાવું? શું કહે છે નિષ્ણાત