અમદાવાદ : રાજ્યમાં જુલાઇ મહિનામાં સારા વરસાદ બાદ ઓગસ્ટ મહિનાથી જ મેઘરાજા રિસાયા હોય તેમ લાગી રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં હજુ સુધી ખેડૂતો વરસાદની રાહ જોઇ રહ્યા છે. હવામાન વિભાગના અનુસાર હજી સુધી કોઇ સિસ્ટમ સક્રિય થઇ નથી વરસાદ ખેંચાતા અડધાથી વધારે ગુજરાતના જળાશયોમાં 50 ટકાથી પણ ઓછું પાણી રહ્યું છે. રાજ્યમાં આવેલી 206 નાના મોટા ડેમમાંથી માત્ર પાંચ ડેમ જ 100 ટકા ભરાયા છે. જ્યારે 80 કરતા વધારે ડેમમાં 20 ટકાથી પણ ઓછું પાણી બાકી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Junagadh Mendarada Highway કાર અને બાઈક વચ્ચે અકસ્માત, પત્નીની નજર સામે પતિનું મોત


નર્મદા, જળસંપત્તિ, પાણીપુરવઠ્ઠા અને કલ્પસર વિભાગના ડેટા અનુસાર 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં 5 ડેમ 100 ટકા ભરાઇ ચુક્યા છે. આ ડેમમાં અમરેલીનો ધાતરવડી ડેમ, સુરજવાડી, જામનગરનો ફૂલઝર-1, દેવભૂમિ દ્વારકાનો કાબરકા ડેમ, તાપીના દોસવાડા ડેમનો સમાવેશ થાય છે, જ્યારે 49 ડેમમાં 10 ટકાથી પણ ઓછુ પાણી રહ્યું છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 46.63 ટકા પાણીનો જથ્થો છે. દેવભુમિ દ્વારકાનો સની, સિંધણી, સુરેન્દ્રનગરનો નિભણી ડેમ, જૂનાગઢનો પ્રેમપરા ડેમ એવા ડેમ છે કે જેમાં હાલ કોઇ જ પાણી નથી. 


મજૂર ન મળતા ચિંતામાં મૂકાયેલા દ્વારકાના ખેડૂત માટે ચમત્કાર સાબિત થઈ ડ્રોન ટેકનોલોજી


ગુજરાતમાં વરસાદ ખેંચાતા દુષ્કાળના ભણકારા વાગવા લાગ્યા છે. મોટા ભાગના જળાશયો ખાલી છે. સુરેન્દ્રનગરના 11 ડેમમાં માત્ર 17 ટકા જ પાણી છે. જે પૈકી નીંભણી, મોરસલ અને સબુરી જેવા જળાશયો તળીયાઝાટક થઇ ચુક્યા છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં મોટા ભાગના ડેમ તળીયા ઝાટક છે અથવા તો થઇ જશે તેવી હાલતમાં છે. ઓગસ્ટમાં ગુજરાતના 50 ટકાથી વધારે ડેમ ભરેલા હોય છે. જો કે આ વખતે 61 ટકાથી વધારે ડેમ ખાલી છે. જો ગુજરાતમાં સારો વરસાદ નહી આવે તો ડેમ નહી ભરાય. આવી સ્થિતિમાં ગુજરાતમાં દુષ્કાળના ભણકારા વાગી રહ્યા છે. 


Surat ના એક મકાનમાં જોવા મળે છે તરતી ઈંટો, બે ઈંટો વચ્ચે આશરે બેથી ત્રણ ઇંચનો ગેપ


જિલ્લો ડેમનું નામ

સ્ટોરેજ (ટકાવારીમાં)

બનાસકાંઠા દાંતીવાડા 8.62%
બનાસકાંઠા સિપુ 0.79%
નર્મદા કરજણ 48.11%
મહેસાણા ધરોઈ 34.16%
પંચમહાલ પાનમ 40.43%
મહીસાગર કડાણા 43.78%
અરાવલી વાત્રક 30.77%
તાપી ઉકાઈ 59.46%
છોટાઉદેપુર સુખી 58.71%
વલસાડ દમણગંગા 53.24%
ભાવનગર શેત્રુંજી 70.43%
જામનગર Und-1 48.79%
રાજકોટ ભાદર 22.90%
મોરબી મચ્છુ -2 54.74%
મોરબી મચ્છુ-1 18.28%
મોરબી બ્રહ્માણી 33.21%
અરવલ્લી હાથમતી 32.11%

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube