મજૂર ન મળતા ચિંતામાં મૂકાયેલા દ્વારકાના ખેડૂત માટે ચમત્કાર સાબિત થઈ ડ્રોન ટેકનોલોજી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો હવે વધુ હાઈટેક બન્યા છે. ખંભાળિયા નજીક આવેલ હરીપર ગમે એક ખેડૂતે તેના ખેતરમાં ઉભા પાક પર દવાનો છંટકાવ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. 20 વીઘા જમીનમાં પાકેલી મગફળીના પાક પર ડ્રોન દ્વારા દવા છાંટવામાં આવી હતી.
Trending Photos
દિનેશ વિઠ્ઠલાણી/દ્વારકા :દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો હવે વધુ હાઈટેક બન્યા છે. ખંભાળિયા નજીક આવેલ હરીપર ગમે એક ખેડૂતે તેના ખેતરમાં ઉભા પાક પર દવાનો છંટકાવ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. 20 વીઘા જમીનમાં પાકેલી મગફળીના પાક પર ડ્રોન દ્વારા દવા છાંટવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતો હવે આધુનિક ખેતી તરફ વળી રહ્યા છે. તેનું ઉત્તમ ઉદાહરણ છે દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાનું હરીપર ગામ. આ ગામમાં હરિભાઈ નુકમ નામના ખેડૂતનું 20 વીઘાનું ખેતર આવેલું છે. આ જમીનમાં તેમણે મગફળીનું વાવેતર કર્યું છે. હાલ વાતાવરણ પાકને અનુરૂપ ન હોવાના કારણે મગફળીના પાકમાં ઈયળ, પોપખીનો ઉપદ્રવ વધુ થઈ જાય છે. મગફળીના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાની જાય તેવી ભીતિ હરિભાઈને લાગી રહી હતી. આવામાં તેમણે પાક પર દવાનો છંટકાવ કરવાનુ નક્કી કર્યુ હતું.
પાક પર દવા છાંટવા બજારમાંથી દવા છાંટવા મજૂર ન મળતા હરિભાઈ ચિંતામાં મૂકાયા હતા. ત્યારે હરિભાઈએ મિત્ર રાકેશભાઈને સમગ્ર બાબતે વાત કરી હતી. ત્યારે રાકેશભાઈ દ્વારા ડ્રોન વસાવી લેવા માટેનું સૂચન કરાયુ હતું. બંને ખેડૂત મિત્રો દ્વારા ડ્રોન વસાવી લેવામાં આવ્યુ હતું. જેના બાદ મગફળીના પાક પર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
આ ટેકનોલોજીનો ફાયદો એ છે કે, માત્ર એક જ દિવસમાં 20 વિઘા જમીન પર દવાનો છંટકાવ શક્ય બન્યો હતો. પહેલાના સમયમાં પમ્પ દ્વારા મજૂર દવાનો છંટકાવ કરતા હતા. જ્યારે સમયની સાથે મજૂરો મળતા બંધ થયા છે. દ્વારકા જિલ્લામાં પાણીની પણ સમસ્યા વધુ રહેલી છે, ત્યારે પાણીનો બગાડ ન થાય અને સમયની સાથે સાથે ખેડૂતોને મજૂરીના ખર્ચ માં પણ ઘટાડો થાય તે હેતુથી આ ટેકનોલોજી બહુ જ કામની છે. આ ઉપરાંત જે મજૂર દવાનો છંટકાવ કરે છે તેના શરીરને પણ દવાના કારણે નુકશાની પહોંચે છે. તે તમામમાંથી રાહત મળી રહે છે. આવામાં ડ્રોન વસાવી હવે આધુનિક યુગમાં હવે ખેડૂત ડ્રોન દ્વારા ખેતરમાં દવાનો છંટકાવ કરી રહ્યા છે અને તેનો ફાયદો પણ ખેડૂતોને મળી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે