Junagadh Mendarada Highway કાર અને બાઈક વચ્ચે અકસ્માત, પત્નીની નજર સામે પતિનું મોત

જૂનાઢ- મેંદરડા હાઇવે (Mendarada Highway)  પર એક સ્વિફ્ટ કાર (Swift Car) સાથે બાઇકનો અકસ્માત થયો હતો. આ ઘટનામાં પત્નીની નજર સામે પતિનું મોત (Death) થયું હતું જ્યારે પત્નીને ઇજા પહોંચી હતી.

Junagadh Mendarada Highway કાર અને બાઈક વચ્ચે અકસ્માત, પત્નીની નજર સામે પતિનું મોત

સાગર ઠાકર, જુનાગઢ: ગુજરાત (Gujarat) માં સતત  રોડ અકસ્માતોની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે જૂનાગઢ (Junagadh) મેંદરડા હાઇવે (Mendarada Highway) પર કાર અને બાઇક (Car-Bike Accident)  વચ્ચે કરૂણ અકસ્માત (Accident)સર્જાયો હતો. જેમાં કાર ચાલકએ બાઇક પર સવાર દંપતિને હડફેટે લીધા હતા. જેમાં પત્નીની નજર સામે જ પતિએ દમ તોડ્યો હતો. અકસ્માતની ઘટના અંગે જાણ થતાં પોલીસ (Police) નો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

બનાવની પ્રાથમિક વિગતો એવી છે કે જૂનાઢ- મેંદરડા હાઇવે (Mendarada Highway)  પર એક સ્વિફ્ટ કાર (Swift Car) સાથે બાઇકનો અકસ્માત થયો હતો. આ ઘટનામાં પત્નીની નજર સામે પતિનું મોત (Death) થયું હતું જ્યારે પત્નીને ઇજા પહોંચી હતી. બાઇક સવાર આ દંપતિને સ્વીફ્ટ ચાલકે અડફેટે લીધા હતા. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડાયા જ્યારે મૃતકને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની તજવીજ હાથ ધરાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે જૂનાગઢ મેંદરડા રોડ (Junagadh Mendarada Road) પર સ્વિફ્ટ કાર GJ 25AA 3868 અને બાઇક GJ 3N 4463 વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો છે. આ ઘટનામાં કાર ચાલકે બાઇક પર સવાર દંપતિને અડફેડે લેતાં પત્નીની નજર સામે જ પતિનું મોત નિપજ્યું હતું. જ્યારે પત્નીને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ (Hospital) ખાતે ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે (police) અકસ્માતનો ગુનો નોંધી મોતને ભેટલા યુવકને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની તજવીજ હાથ ધરાઈ હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. 

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news