અનેક અપક્ષ ચૂંટણી જીત્યા હશે, પરંતુ ઈન્દુલાલ યાજ્ઞિક જેવું ચમકતું નસીબ કોઈનું નહિ હોય
E Samay Ni Vat Che : શું તમે જાણો છો ગુજરાત રાજ્યની પહેલી લોકસભા ચૂંટણીમાં અપક્ષ તરીકે કોણ ચૂંટાઈને આવ્યું હતું?
Gujarat Election History : 2024માં આવી રહી છે લોકસભાની ચૂંટણી...છેલ્લી બે ટર્મથી તો ભાજપ જ ગુજરાતની તમામ બેઠકો જીતી રહી છે. ગુજરાતમાં અપક્ષ ઉમેદવારો તો ઘણા સમયથી લોકસભા ચૂંટણી જીત્યા પણ નથી પણ હંમેશાથી આવું નહોતું. શું તમે જાણો છો ગુજરાત રાજ્યની પહેલી લોકસભા ચૂંટણીમાં અપક્ષ તરીકે કઈ બેઠક પરથી કોણ ચૂંટાઈને આવ્યું હતું. આવો જોઈએ અપક્ષોનો ઈતિહાસ એ સમયની વાત છેમાં.
આ એ સમયની વાત છે જ્યારે લોકસભાની ચૂંટણીઓમાં મુખ્ય સ્પર્ધકો જ નહીં પરંતુ અપક્ષો પણ એટલા અસરદાર સાબીત થતા હતા...ગુજરાતના ઈતિહાસમાં પહેલી ચૂંટણી 1962માં થઈ ત્યારથી લઈ 2019 સુધીની 15 લોકસભા ચૂંટણીમાં અઢળક ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી ચૂક્યા છે પરંતુ આટલા મોટા રાફડામાં સફળતા માત્ર એક જ વ્યક્તિને મળી છે અને તે હતા મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈંદુલાલ યાજ્ઞિક...
અમદાવાદીઓ દાળવડા ખાતા પહેલાં સો વાર વિચારજો, ફેમસ દાળવડા સેન્ટરમાં માર્યું સીલ
લોકસભા ચૂંટણીમાં અપક્ષોની ઉમેદવારી
વર્ષ અપક્ષ ઉમેદવાર
1977 60
1980 94
1984 151
1989 161
1991 258
1996 412
1998 30
1999 62
2004 65
2009 176
વાત છે ગુજરાતની પહેલી ચૂંટણીની વર્ષ હતું 1962. જેમાં 22 બેઠકો પર ચૂંટણી લડાઈ...એ સમયે અપક્ષોની સંખ્યા હતી 14. પરંતુ તેમાંથી એકેયને વિજય નહોતો મળ્યો. પછી આવે છે વર્ષ 1967ની ચૂંટણી. 1967માં બેઠકોની સંખ્યા 22માંથી વધારીને 24 કરવામાં આવી. એ સમયે કુલ ઉમેદવારોમાં અપક્ષોની સંખ્યા નોંધાઈ હતી 28. આ ચૂંટણીમાં પહેલીવાર એક અપક્ષ ઉમેદવાર ચૂંટાયો. અમદાવાદ મતવિસ્તારમાંથી ચૂંટાયેલ આ અપક્ષ ઉમેદવાર બીજું કોઈ નહીં પરંતુ ઈન્દુલાલ યાજ્ઞિક હતા. ઈન્દુલાલને લોકો ઈન્દુચાચાના નામથી પણ ઓળખે અને મહાગુજરાત જેવા આંદોલનમાં એમની કામગીરીને જોતા લોકો એમને આદરથી પણ જૂએ. અમદાવાદની બેઠક ઉપરથી ચૂંટાઈ ઈન્દુલાલે એ સમયે ઈતિહાસ સર્જી દીધો.
ડમી કાંડમાં મોટો ખુલાસો : પોલીસ કરાઈ એકેડમમીમાં તાલીમ લઈ રહેલ યુવાને આપી હતી પરીક્ષા
જો કે ગુજરાત બન્યુ તે પહેલા 1957ની લોકસભા ચૂંટણીમાં તેઓ અપક્ષ તરીકે જીત્યા હતા. વર્ષ આવે છે 1971...ફરી લોકસભા ચૂંટણીના ભણકારા વાગે છે અને ઈન્દુલાલ યાજ્ઞિક ફરી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરે છે. આ ચૂંટણીમાં એમના સહિત કુલ 58 અપક્ષ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા. પણ આ ચૂંટણીમાં ઈન્દુચાચાની જીત ન થઈ અને અપક્ષ તરીકે એમનો જીતનો સિલસિલો અટક્યો.
ત્યાર પછીથી અત્યાર સુધીમાં અપક્ષ ઉમેદવારોની સંખ્યા વધી છે. જેમ કે 1977માં 60...1980માં 94 અને 1984માં અપક્ષોની સંખ્યા 151 પર પહોંચી ગઈ...વર્ષ 1989ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોની સંખ્યા વધી 161 પર પહોંચી, વર્ષ 1991માં આ સંખ્યા 258 થઈ...1996માં 412 અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરી આવ્યા.
પાટણમાં ભયાનક હિટ એન્ડ રન : પૂરપાટ દોડતી કારે બાંકડે બેસેલા વૃદ્ધને કચડ્યા, 1નું મોત
ચૂંટણી પંચે નિયમો લાદ્યા બાદ 1998માં અપક્ષોની સંખ્યા ઘટીને 30 થઈ...1999માં 62...2004માં 65 અને 2009માં 176 અપક્ષો ચૂંટણી મેદાનમાં હતા...
અત્યાર સુધીમાં 1600થી વધુ અપક્ષ ઉમેદવારો લોકસભા ચૂંટણીમાં નસીબ અજમાવી ચૂક્યા છે પરંતુ એકમાત્ર ઈન્દુલાલ અપક્ષ તરીકે ચૂંટાઈને આવ્યા છે.
કેજરીવાલની મુશ્કેલીઓમાં થયો ઓર વધારો, પીએમ મોદીની ડિગ્રીની કોપી માંગીને બુરા ફસાયા