ચેતન પટેલ/ સુરત: સુરતની બહુમાળી બિલ્ડિંગના (Surat Bahumali Bhavan) A બ્લોકના ચોથા માળે EVM અને બેલેટ પેપર (Ballot Paper) બોક્ષ ચૂંટણી અધિકારીની (Election Officer) ઓફિસમાં મળી આવતા કોંગ્રેસ દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો. આ સાથે કોંગ્રેસ (Congress) દ્વારા ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા હતા કે, EVM મશીન અને બેલેટ પેપર બોક્સ સ્ટ્રોંગ રૂમને બદલે ચૂંટણી અધિકારીની ઓફિસમાં કેમ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની (Local body Election) પ્રક્રિયા પૂર્ણ થઈ ગઇ છે. તમામ ઇવિએમ મશીન (EVM) અને બેલેટ પેપર (Ballot Paper) જેતે સ્ટ્રોંગ રૂમમાં મુકવામાં આવ્યા છે. જો કે, સુરતના વોર્ડ નંબર 12 ના હજુ પણ EVM મશીન જે સ્ટ્રોંગ રૂમમાં મોકલવામાં આવ્યા નથી. આ ઉપરાંત EVM મશીનને શીલ કરવામાં આવ્યા નથી. આ સાથે ત્યાં બેલેટ પેપરના બોક્ષ પણ ત્યાં મળી આવ્યા હતા અને બોક્ષ પણ શીલ કરવામાં આવ્યા ન હતા.


આ પણ વાંચો:- સુરતમાં ફેશન ડિઝાઈનર યુવતીએ પોલીસ સ્ટેશન લીધુ માથે, વીડિયો થયો વાયરલ


આ મામલે કોંગ્રેસ (Congress) તેમજ આપના (AAP) ઉમેદવારો દ્વારા આ અંગે આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમજ સ્થાનિક ચૂંટણી અધિકારી (Election Officer) સમક્ષ સવાલો કર્યા હતા કે, EVM મશીન અને બેલેટ પેપર (Ballot Paper) બોક્સ સ્ટ્રોંગ રૂમને બદલે ચૂંટણી અધિકારીની ઓફિસમાં કેમ છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આ અંગે જવાબ પણ માંગવામાં આવ્યા હતો. જો કે, આ અંગે ચૂંટણી અધિકારીએ કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપી ન હતી.


આ પણ વાંચો:- ઈફકો કંપનીએ બનાવ્યું નેનો ખાતર, ઓલપાડના ખેડૂતોને મળશે ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન


જો કે, સુરતની બહુમાળી બિલ્ડીંગના (Surat Bahumali Bhavan) A બ્લોકના ચોથા માળે EVM અને બેલટ પેપર બોક્ષ ચૂંટણી અધિકારીની (Election Officer) ઓફિસમાં મળી આવતા કોંગ્રેસ (Congress) અને આપના (AAP) ઉમેદવારો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. તેમના દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી હતી કે, જે ચૂંટણી કરવામાં આવી છે તેને રદ કરવામાં આવે. અહીં ક્યાંકને ક્યાંક બેલેટ પેપર સાથે છેડછાડ થઈ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.


આ પણ વાંચો:- નેતાઓની બેશરમીથી થાકેલા યુવાનો દ્વારા સ્વયંભુ મતદાન બહિષ્કારનો માહોલ


આ મામલે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, બેલેટ પેપરની પેટી માન્ય ગણાશે. બેલેટ પેપર તેમની પાસે રાખવાની સત્તા છે. ઈવીએમ મશીન ટેસ્ટિંગના મશીન છે. જે નોડલ ઓફિસર પાસે રાખવાના હોઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube