ઉદય રંજન, અમદાવાદ: જો તમને સેલ્યુલર કંપનીના નામે સીમકાર્ડ અપગ્રેડ કરવા માટે ફોન આવે તો સાવધાન. કારણ કે, એવી ટોળકી સક્રિય થઇ છે જે સીમકાર્ડ અપગ્રેડ કરવાના બહાને ફોન કરી એક SMS મોકલે છે. બાદમાં ફોન નેટવર્ક બંધ કરાવી Phone Hang કરે છે. ત્યારબાદ 24 કલાકની અંદર જે નંબર બેંક એકાઉન્ટ સાથે લિંક હોય તે બેંક એકાઉન્ટમાંથી નાણાં અન્ય ખાતામાં ટ્રાન્સફર કરાવી સેરવી લે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- 'ઓયે જાનુ જાનેમન કયા જાય' તેમ કહી બીભત્સ કોમેન્ટ કરી છેડતી કરી અને પછી...


ઠગબાજોએ હવે સેલ્યુલર કંપનીનો આધાર લઇને લોકો સાથે ઠગાઇ કરવાની મોડ્સ ઓપરેન્ડી અપનાવી રહ્યાં છે. ગાંધીનગર ખાતે ગુજરાત પંચાયત પસંદગી બોર્ડમાં પી.એ. તરીકે નોકરી કરતી મહિલાને એક ફોન આવ્યો હતો. ફોન કરનારે આઇડિયાનું સીમકાર્ડ 3Gમાંથી 4Gમાં કરવાનું કહી MSMનો જવાબ આપવાનું કહ્યું અને Phone Hang કર્યો હતો. આ નંબર બેંક એકાઉન્ટ સાથે મર્જ કરેલો હોવાથી સાયબર ક્રાઇમ આચરતા લોકોએ મહિલાના 8.50 લાખ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી ઠગાઇ આચરી હતી.


આ પણ વાંચો:- મહત્વના અપડેટ : લાખોની અવરજવર ધરાવતો અમદાવાદ-ધંધુકા હાઈવે થયો બંધ...


રાણીપ ખાતે રહેતા રેખાબહેન યાદવ ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ ગાંધીનગર ખાતે PA તરીકે નોકરી કરે છે. ગત 9મી જૂનના રોજ તેમને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતે આઇડિયા કંપનીમાંથી બોલે છે તેવું કહી સીમકાર્ડ 3Gમાંથી 4G નેટવર્ક કરવાનું હોય તો એક મેસેજ આવે તેમાં Y લખીને રિપ્લાય કરવાનો રહેશે તેમ વાત કરી હતી.


આ પણ વાંચો:- Video : આ છે ગુજરાતના અસલી જળરક્ષકો, પૂરના પાણીમાંથી લોકોને ઉગાર્યાં


જો કે, બાદમાં તેમનો ફોન બંધ થઇ ગયો હતો અને આવતીકાલ સાંજ સુધીમાં નેટવર્ક આવી જશે તેવું આ શખ્સે કહ્યું હતું, જો કે, છતાંય ફોન ચાલુ ન થયો. રેખા બહેન તાત્કાલીક આઇડીયાની ઓફિસે ગયા ત્યાંથી ક્યું કે કંપની તરફથી આવા કોઇ ફોન મેસેજ નથી કરાયા. બાદમાં મોબાઇલ નંબર બેંક એકાઉન્ટ સાથે લિંક હોવાથી શંકાઓ જતા તેઓ બેંક એકાઉન્ટ તપાસ્યું હતું. ત્યારે રૂપિયા ઉપડી ગયા હોવાની જાણ થતા તેઓ તાત્કાલીક બેંકનો સંપર્ક કર્યો હતો.


આ પણ વાંચો:- નર્મદા ડેમની સ્થિતિ અને સી પ્લેન વિશે નીતિન પટેલે આપી મહત્વની માહિતી....


બેંક એકાઉન્ટમાંથી ગઠિયાઓએ અઢી લાખ ઉપરાંત પ્રિ એપૃવડ લોન કરાવી કુલ 8.50 લાખ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. એક બાદ એક મોડ્સ ઓપરેન્ડી સાયબર ક્રિમિનલો અપનાવી રહ્યાં છે. ત્યારે પોલીસ તો આવા તત્વો પર નજર રાખીતેઓને પકડી રહી છે પણ ખાસ તકેદારી લોકોએ રાખવી તે જરૂરી બન્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર