પાલનપુર : વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કરેલી જનતા રેડ બાદ અલ્પેશ ઠાકોર બનાસકાંઠાના પાલનપુર પહોંચ્યા હતા. જ્યાં ઠાકોર સમાજના બે યુવાનો પર થયેલા કેસ મામલે જિલ્લા પોલીસ અધિક્ષક સાથે બેઠક કરી હતી. અલ્પેશ ઠાકોર આડકતરી રીતે ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પર આક્ષેપ કર્યો હતો કે, ઠાકોર સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરી રાજકીય ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાળંગપુર ધામ દ્વારા તમામ સાધુ સંતો અને પંડિતોને ફ્રીમાં આ ફિલ્મ દેખાડવામાં આવશે


કોતરવાડા પાસે થયેલી જનતા રેડ બાદ રાજકારણ ગરમાયું હતું. જે જનતા રેડ કરવામાં આવી અને તે બાદ પોલીસના તપાસમાં તથ્યો અલગ જ બહાર આવ્યા હતા. જે મામલે આજે ઠાકોર સમાજના આગેવાન અને ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે જિલ્લા પોલીસ અધિક્ષક સાથે બેઠક કરી હતી. અલ્પેશ ઠાકોરે સમગ્ર કેસ મામલે ચર્ચા કરી હતી. બેઠક બાદ અલ્પેશ ઠાકોરે આડકતરી રીતે ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પર આક્ષેપ કર્યો હતો કે પોતાના રાજકીય ઉપયોગ માટે ઠાકોર સમાજના યુવાનોનો ઉપયોગ કરી રહ્યો છે. 


ગરીબોનું કોઇ નથી? મોંઘવારીથી ત્રસ્ત મહિલાઓ લોન લેવા માટે બેંકમાં પહોંચી તો થઇ ગયું કરોડોનું કૌભાંડ


ઠાકોર સમાજ રાજકીય ઉપયોગ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. ઠાકોર સમાજના જે લોકો પર કેસ થયો છે તેમની સાથે છું. જનતા રેડ મામલે તેમણે કહ્યું હતું કે રાત્રે ત્રણ વાગ્યે જનતા રેડ કરવી તે જ સવાલો ઊભા કરે છે. ત્યારે પોતાના રાજકીય ઉપયોગને લઈને ઠાકોર સમાજના યુવાનો આ પ્રકારે ઉપયોગ કરવો અયોગ્ય છે. જનતા રેડ નહીં પરંતુ ઠાકોર સમાજના યુવાનો નશામુક્ત બને તે માટે ઠાકોર સેના કામ કરે તે જરૂરી બન્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube