સાળંગપુર ધામ દ્વારા તમામ સાધુ સંતો અને પંડિતોને ફ્રીમાં આ ફિલ્મ દેખાડવામાં આવશે

કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારો અને દમન અંગેની કથા વર્ણવતી ધ કાશ્મીર ફાઈલ ફિલ્મ હાલ સમગ્ર દેશમાં ધૂમ મચાવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો, હિન્દુ સંગઠનો દ્વારા આ ફિલ્મ નિહાળવા માટેના સામૂહિક આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા પણ જિલ્લાના સાધુ-સંતો-મહંતો અને વિવિધ મંદિરોના પુજારીઓ સંચાલકો માટે આ ફિલ્મ નિહાળવાનું સામુહિક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ સામૂહિક આ ફિલ્મ નિહાળી હતી.
સાળંગપુર ધામ દ્વારા તમામ સાધુ સંતો અને પંડિતોને ફ્રીમાં આ ફિલ્મ દેખાડવામાં આવશે

બોટાદ : કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારો અને દમન અંગેની કથા વર્ણવતી ધ કાશ્મીર ફાઈલ ફિલ્મ હાલ સમગ્ર દેશમાં ધૂમ મચાવી રહી છે, ત્યારે રાજકીય પક્ષો, હિન્દુ સંગઠનો દ્વારા આ ફિલ્મ નિહાળવા માટેના સામૂહિક આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા પણ જિલ્લાના સાધુ-સંતો-મહંતો અને વિવિધ મંદિરોના પુજારીઓ સંચાલકો માટે આ ફિલ્મ નિહાળવાનું સામુહિક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ સામૂહિક આ ફિલ્મ નિહાળી હતી.

કાશ્મીરી પંડિતો પર થયેલા દમણ અને અત્યાચાર થયેલ તેમજ કાશ્મીરી પંડિતોને હિજરત કરવી પડી હતી. જે સત્ય હકીકત વર્ણવતી ધ કાશ્મીર ફિલ્મ બનાવવામાં આવી છે સમગ્ર દેશમાં ધ કાશ્મીર ફાઈલ ફિલ્મ ધુમ મચાવી રહી છે. તમામ સિનેમા ગૃહમાં મોટી સંખ્યામાં લોકો આ ફિલ્મ નિહાળી રહ્યા છે, ત્યારે કેટલાક રાજયોની સાથે ગુજરાત સરકારે પણ આ ફિલ્મને સો ટકા કર મૂકત જાહેર કરી છે. તો રાજયની તમામ સામાજીક સંસ્થાઓ, યુવા ગ્રુપ, દ્વારા લોકોને ફિલ્મ નિહાળવા પોતાની સંસ્થાઓ તરફથી વયવસથા કરવામાં આવી રહી છે, ત્યારે બોટાદ જિલ્લાના સાધુ સંતોએ પણ આજે ધ કશ્મીર ફાઈલ ફિલ્મ નિહાળી હતી. 

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ લાખૌ ભકતોનું આસ્થાનું કેંદ્ર એવુ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા જિલ્લાના તમામ સાધુ સંતોને ધ કાશ્મીર ફાઈલ ફિલ્મ નિહાળવાનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ગઢડા, પાળીયાદ, સાળંગપુર, લાઠીદડ, કુંડળધામ, સહિતના ગામોના આશ્રમ તેમજ સ્વામિનારાયણ મંદિરોના સાધુ સંતો મોટી સંખ્યામાં ધ કશ્મીર ફાઈલ ફિલ્મ નિહાળી હતી. ધ કશ્મીર ફાઈલ ફિલ્મ જે કશ્મીરી હિન્દુ, પંડીતો પર કેવા પ્રકારનો અત્યાચાર, દમન ગુજારે તે સમયે કશ્મીરી પંડિતો જે ઝઝૂમીયા હતા. કશ્મીરથી હિજરત કરવાની નોબત આવી હતી. તે સમગ્ર ધટનાને આવરી લેવામાં આવી છે. જેથી તમામ લોકોએ પોતાના પરીવાર સાથે આ ફિલ્મ નિહાળવા સાધુ સંતોએ અપીલ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news