ગરીબોનું કોઇ નથી? મોંઘવારીથી ત્રસ્ત મહિલાઓ લોન લેવા માટે બેંકમાં પહોંચી તો થઇ ગયું કરોડોનું કૌભાંડ

જિલ્લામાં જરૂરિયાતમંદ મહિલાઓને પર્સનલ લોન આપવાની લાલચ આપી અને દરેક મહિલાદીઠ રૂપિયા 3000 થી વધુની ઉઘરાણી કરી લાખો રૂપિયાનું ફુલેકું ફેરવી અને એક કથિત ફાયનાન્સ કંપનીના સંચાલકો રાતોરાત ગાયબ થઇ ગયા છે.વલસાડ શહેરના વિવિધ વિસ્તારોની 50 થી વધુ મહિલાઓ સાથે છેતરપિંડી કરી અને લાખોની ઉઠાંતરી કરી અને ફરાર થઈ ગયેલા કંપની સંચાલકો ઓફિસને તાળું મારું ગાયબ થઇ જતાં છેતરાયેલી મહિલાઓએ વલસાડ સીટી પોલીસનું શરણ લીધું હતું. 
ગરીબોનું કોઇ નથી? મોંઘવારીથી ત્રસ્ત મહિલાઓ લોન લેવા માટે બેંકમાં પહોંચી તો થઇ ગયું કરોડોનું કૌભાંડ

વલસાડ : જિલ્લામાં જરૂરિયાતમંદ મહિલાઓને પર્સનલ લોન આપવાની લાલચ આપી અને દરેક મહિલાદીઠ રૂપિયા 3000 થી વધુની ઉઘરાણી કરી લાખો રૂપિયાનું ફુલેકું ફેરવી અને એક કથિત ફાયનાન્સ કંપનીના સંચાલકો રાતોરાત ગાયબ થઇ ગયા છે.વલસાડ શહેરના વિવિધ વિસ્તારોની 50 થી વધુ મહિલાઓ સાથે છેતરપિંડી કરી અને લાખોની ઉઠાંતરી કરી અને ફરાર થઈ ગયેલા કંપની સંચાલકો ઓફિસને તાળું મારું ગાયબ થઇ જતાં છેતરાયેલી મહિલાઓએ વલસાડ સીટી પોલીસનું શરણ લીધું હતું. 

પોતાની સાથે થયેલી છેતરપિંડીની લેખિત રજૂઆત કરી હતી. પોલીસ સમજ ન્યાય અપાવવાની માંગ કરી હતી. બનાવની વિગત મુજબ વલસાડના હાલર રોડ પર આવેલા આવાબાઈ શોપિંગ કોમ્પલેક્ષમાં સહયોગ માઈક્રો ફાયનાન્સ નામથી કેટલાક લેભાગુ થોડા દિવસ અગાઉ એક ઓફિસ શરૂ કરી હતી. ઓફિસમાં બેસતાં સંચાલકો અને સ્ટાફ વલસાડના વિવિધ વિસ્તારોમાં ફરી અને મહિલાઓને 10-10 મહિલાઓનું ગ્રુપ બનાવી અને તેમને 50 હજારથી લઈ એક લાખ રૂપિયાની પર્સનલ લોન આપવાની લાલચ આપી હતી. શરૂઆતમાં મહિલાઓનો વિશ્વાસ કેળવવા તેઓએ સરકારની કોઈ યોજના હોય એવી રીતે લોન માટે ફોર્મ ભરાવ્યા હતા. ત્યાર બાદ જરૂરિયાતમંદ અને મહિલાઓ પાસે પ્રત્યેક મહિલા દીઠ રૂપિયા 3000 ની ફી વસૂલતી હતી. ફી વસુલ કર્યા બાદ ગણતરીના કલાકોમાં જમહિલાના બેંક એકાઉન્ટમાં લોનની રકમ જમા થઈ જશે. તેવી લાલચ આપી હતી. આથી નજીવી રકમમાં 50 હજાર થી 1 લાખ રૂપિયાની પર્સનલ લોન મેળવવાની લાલચે વલસાડ શહેર અને જિલ્લાની અસંખ્ય જરૂરિયાતમંદ મહિલાઓએ આ સહયોગ માઈક્રો ફાયનાન્સ નામની કંપનીને અઢીથી ત્રણ હજાર રૂપિયાની ફી ચૂકવી હતી.

ગણતરીના કલાકોમાં જ પોતાના ખાતામાં 50 હજાર થી લઈ 1 લાખ રૂપિયાની લોનની રકમ જમા થઈ જશે તેની રાહ જોઈ રહ્યા હતા. જોકે કંપની સંચાલકોએ આપેલા વાયદા પ્રમાણે બેંકમાં રકમ નહીં જમા થતાં મહિલાઓ કંપનીની ઓફિસ પહોંચી અને રજૂઆત કરી હતી. આથી કંપની સંચાલકોએ સર્વરમાં ખામી હોવાનું જણાવી બીજા દિવસે લોનની રકમ જમા થશે તેવું આશ્વાસન આપ્યું હતું. આથી મહિલાઓએ ઘરે ગઈ હતી. બીજા દિવસે પણ પોતાનું ખાતું ચેક કરતા એક પણ રૂપિયો જમા નહીં થતાં તેઓ રજૂઆત કરવા શોપિંગમાં આવેલી સહયોગ માઈક્રો ફાયનાન્સ કંપનીની ઓફિસે પહોંચી હતી. 

જોકે ઓફિસે પહોંચતા જ દ્રશ્ય જોયા તે જોઈને મહિલાઓ ચોંકી ગઈ હતી. કારણકે જે કંપની નજીવી ફી લઇ અને 50 હજાર થી 1 લાખ રૂપિયાની લોન આપવાની લાલચ આપી હતી. તે કંપનીની ઓફિસમાં જ ખંભાતી તાળા લાગેલા હતા. આથી મહિલાઓએ ફોન પર કંપની સંચાલકોને કરવા પ્રયાસ કરતાં સંપર્ક પણ નહીં થઇ શકતા. આખરે પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં મહિલાઓ વલસાડ સીટી પોલીસના શરણે પહોંચી હતી. વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી અને પોતાની સાથે થયેલી છેતરપિંડી જણાવી અને પોલીસ સમક્ષ ન્યાય અપાવવાની માંગ કરી હતી. આથી વલસાડ સીટી પોલીસે પણ મહિલાઓની અરજી લઇ અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ પણ જિલ્લામાં ચીટ ફંડના નામે અનેક કંપનીઓ લોભામણી લાલચ આપી અને જરૂરિયાતમંદ લોકોને પાસેથી ફીના નામે કે વિવિધ સ્કીમના નામે ઉઘરાણા કરી અને રાતોરાત ફરાર થઈ ગઈ હોવાના બનાવો બની ચૂકયા છે. ત્યારે ફરી એક વખત વલસાડ શહેરમાં સહયોગ માઈક્રો ફાયનાન્સ નામની કંપનીએ જરૂરિયાત મહિલાઓને લોભામણી લાલચ આપી અને લાખો રૂપિયાનું ફુલેકું ફેરવીને રાતોરાત ગાયબ થઇ જતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. આથી વલસાડ સીટી પોલીસે પણ આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. જોકે અત્યારે તો છેતરાયેલી મહિલાઓ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news