ઝી મીડિયા/બ્યૂરો :સરકાર દ્વારા વધારાયેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ સામે આજે ગુજરાત કોંગ્રેસ જિલ્લા મથકોએ ધરણા અને વિરોધ પ્રદર્શન કરશે તેવી જાહેરાત કરી હતી. ત્યારે આજે અનેક જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરાયા હતા. તો અનેક જિલ્લાઓમાં કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરાવામાં આવ્યું. પેટ્રોલ અને ડિઝલના વધેલા ભાવ વધારાને લઇને વિરોધ પ્રદર્શન કરાયું. બેનર અને સ્લોગનના માધ્યમથી ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરી. પેટ્રોલે ડિઝલની સાથે સાથે મિલ્કત વેરો સ્કૂલના પ્રથમ સત્રની ફી અને લાઇટ બીલ માફ કરવા પણ માંગ કરાઈ છે. કોરોના અને લોકડાઉનના કારણે લોકોની આર્થિક સ્થિતિ કથળી હોવાથી મિલ્કત વેરો, લાઇટ બિલ અને સ્કુલ ફી માફ કરવાની માંગ કરી છે. 


અફઘાનિસ્તાનના વિદ્યાર્થીએ ગુજરાત યુનિવર્સિટીમાં સ્યૂસાઈડ કરતા ચકચાર, વૃક્ષ પર લટકતો મળ્યો મૃતદેહ


મહેસાણામાં આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ભાવ વધારાના વિરોધમાં પ્રતીક ધરણા કરાયાં હતા. જિલ્લા કોંગ્રેસની ટીમ સહિત શહેર પ્રમુખ અને કોર્પોરેટરોની હાજરીમાં વિરોધ કરાયો હતો. સોશિયલ ડિસ્ટન્સ રાખીને શહીદોને શ્રદ્ધાંજલી આપ્યા બાદ વિરોધના સૂત્રો પોકારા હતા. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા પાછા ખેંચવા મામલે વિરોધ કરાયો હતો. કોંગ્રેસના વિરોધ વચ્ચેચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તોરણવાડી માતાના ચોકમાં વિરોધ કરતા પોલીસે મહિલા મોરચા સહિત કોંગ્રી નેતાઓની અટકાયત કરાઈ હતી. 


રાજકોટમાં ત્રિકોણ બાગ ખાતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન થયું હતું. પેટ્રોલ ડિઝલના વધતા ભાવને લઇને સાયકલ પર વિરોધ દર્શાવ્યો હતો. ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ સહિત આગેવાનો વિરોધમાં જોડાયા હતા.


એક મોર સાથે વાડી માલિકને ગાઢ મિત્રતા થઈ ગઈ, કિસ્સા એવા કે ચર્ચા થઈ ચારેકોર


જુનાગઢમાં કોંગ્રી કાર્યકર્તાઓનો વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. શહેર પ્રમુખ અમિત પટેલે ખભે ગેસનો બાટલો ઉંચકીને ગાંધીજીની પ્રતિમા સુધી પહોંચી વિરોધ વ્યક્ત કર્યો હતો. જિલ્લા  પ્રમુખ નટુભાઈ પોંકીયા શહેર પ્રમુખ અમિત પટેલ સહિતના આગેવાનોએ બેનરો સાથે વિરોધ કર્યો હતો. કોંગ્રેસ આગેવાનોએ ગાંધીજીની પ્રતિમા પાસે ચીન સરહદ પર શહીદ થયેલા જવાનોને બે મિનીટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. 


સુરતમાં ચોક બજાર ખાતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન યોજાયું હતું. પેટ્રોલ ડિઝલ તથા વીજ બિલના વધતા ભાવને લઇને કરાયેલા વિરોધ પ્રદર્શનમાં હાથમાં બેનર લઈ પ્રદર્શન કરાયું હતું. જેમાં ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ સહિત આગેવાનો જોડાયા હતા. પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી. 


નેપાળ-ગુજરાતના ભૂકંપ, કેદરનાથના પૂર પહેલા પણ સૂર્યગ્રહણ થયું હતું, તો રવિવારે શું થશે?


પાટણ જિલ્લા કૉંગ્રેસ દ્વારા પણ આજે પ્રતીક ધરણા યોજાયા હતા. સોશિયલ ડિસ્ટન્સ સાથે બેનરો લઈ ધરણા કર્યા હતા. જિલ્લા પ્રમુખ સહિતના કાર્યકરો ધરણામાં જોડાયા હતા. કૉંગ્રેસ દ્વારા યોજેલ પ્રતીક ધરણાને પોલીસ મંજૂરી ન હોઈ કાર્યકર્તાઓને ડિટેઈન કરાયા હતા. જિલ્લા પ્રમુખ સહિત 6 કાર્યકરોને ડિટેઈન કરાયા હતા. તમામને પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે લઇ જવાયા હતા. 


મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે વિરોધ કરાયો હતો. જિલ્લા કોંગ્રેસેના આદેવાનોએ શનાળા રોડ પર બેનરો સાથે વિરોધ કર્યો હતો. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયા, જિલ્લા કોંગ્રેસના પુર્વ પ્રમુખ મુકેશ ગામી સહિતના કાર્યકરો જોડાયા હતા. ‘ભાજપ હાય હાય....’ ના સૂત્રોચ્ચાર, કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો રોડ પર આવતાની સાથે જ તેઓને ડિટેઇન કરાયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર