Gujarat Corona Update : નવા 1087 દર્દી, 1083 દર્દી સાજા થયા 15 લોકોનાં મોત
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1087 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1083 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 51225 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 788.07 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,11,047 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1071 દર્દી નોંધાયા છે.
અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1087 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1083 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 51225 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 788.07 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 12,11,047 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1071 દર્દી નોંધાયા છે.
ગુજરાતમાં 7 IAS અધિકારીઓની બદલી, સાઇડ લાઇન થયેલા અધિકારીઓ ફરી મુખ્યધારામાં આવશે
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,93,602 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,92,647 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 989 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
અમદાવાદ: પતિ પોતાની ભાભી સાથે બેડરૂમમાં રંગરેલિયા મનાવી રહ્યો તો અને પત્ની આવી ગઇ અને...
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14299 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 71 છે. જ્યારે 14228 લોકો સ્ટેબલ છે. 59522 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2448 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 15 લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 4, રાજકોટ કોર્પોરેશન 2, જામનગર કોર્પોરેશન 2, ગાંધીનગર, સુરત અને વડોદરા કોર્પોરેશનમાં 1 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર