ગુજરાતમાં 7 IAS અધિકારીઓની બદલી, સાઇડ લાઇન થયેલા અધિકારીઓ ફરી મુખ્યધારામાં આવશે

ગુજરાતમાં લોકડાઉન હટ્યા બાદ અધિકારીઓની બઢતી અને બદલીઓનો દોર ચાલુ થયો છે. પોલીસ ક્ષેત્રે બઢતી અને બદલીનો ગંજીફો ચિપાયા બાદ હવે આઇએએસ અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની બદલીનો દોર ચાલુ થયો છે. સરકાર દ્વારા અનેક પ્રકારનાં ઉલટફેર કરવામાં આવી રહ્યા છે. સાઇડ લાઇન કરી દેવામાં આવેલા અધિકારીઓને ફરી એકવાર મેઇન સ્ટ્રીમમાં લાવવામાં આવી રહ્યા હોય તેવું આ બદલીઓમાં જોવા મળી રહ્યું છે. 
ગુજરાતમાં 7 IAS અધિકારીઓની બદલી, સાઇડ લાઇન થયેલા અધિકારીઓ ફરી મુખ્યધારામાં આવશે

અમદાવાદ : ગુજરાતમાં લોકડાઉન હટ્યા બાદ અધિકારીઓની બઢતી અને બદલીઓનો દોર ચાલુ થયો છે. પોલીસ ક્ષેત્રે બઢતી અને બદલીનો ગંજીફો ચિપાયા બાદ હવે આઇએએસ અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની બદલીનો દોર ચાલુ થયો છે. સરકાર દ્વારા અનેક પ્રકારનાં ઉલટફેર કરવામાં આવી રહ્યા છે. સાઇડ લાઇન કરી દેવામાં આવેલા અધિકારીઓને ફરી એકવાર મેઇન સ્ટ્રીમમાં લાવવામાં આવી રહ્યા હોય તેવું આ બદલીઓમાં જોવા મળી રહ્યું છે. 

રાજ્ય સરકારે 7 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના સીઇઓ અનુરાધા મલને સ્પીપાના જનરલ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 
કે.એમ ભીમજીયાની સ્પીપાના જનરલ મેનેજરથી ડિરેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ સેટલમેન્ટના કમિશ્નર નિયુક્ત કરવામાં આવ્યા છે. 
સ્વરૂપ.પીને બરોડાના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 
એન.બી ઉપાધ્યાયને એગ્રીકલ્ચર ફાર્મર વેલફેર કોર્પોરેશન વિભાગનાં સચિવ બનાવવામાં આવ્યા છે. 
હર્ષદ પટેલને ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં સીઇઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news