Gujarat Corona Update: રાજ્યમાં નવા 1101 દર્દી, 805 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. એક સમયે સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ હવે છેલ્લા 16 દિવસથી સરેરાશ 900ની આસપાસ કેસ આવતા હતા. જો કે છેલ્લા 10 દિવસથી 1000થી પણ વધારે કેસ આવી રહ્યા છે. આજે નવા 1101 નવા દર્દીઓ નોંધાયા હતા.
અમદાવાદ : ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. એક સમયે સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ હવે છેલ્લા 16 દિવસથી સરેરાશ 900ની આસપાસ કેસ આવતા હતા. જો કે છેલ્લા 10 દિવસથી 1000થી પણ વધારે કેસ આવી રહ્યા છે. આજે નવા 1101 નવા દર્દીઓ નોંધાયા હતા.
જુનાગઢમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં ખુશી
જો કે સામે પક્ષે 805 દર્દીઓ સાજા થઇને ઘરે પણ પરત ફર્યા હતા. રાજ્યમાં આજના દિવસમાં કુલ 23255 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યની વસ્તીને ધ્યાને રાખીને પ્રતિ દિવસ 357.76 ટેસ્ટ પ્રતિ મીલીયન જેટલા થવા પામે છે. આજ રોજ રાજ્યનાં 22 લોકોનાં મોત નિપજ્યાં છે.
રાજકોટ: 6 ફેરિયાઓ Corona પોઝિટિવ, 613 ને લક્ષણો મળી આવતા પાલિકા તંત્ર દોડતું થયું
રાજ્યમાં દિનપ્રતિદિન ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોતર વધારો કરવામાં આવી રહ્યો છે. જેમાં આજે રાજ્યમાં કુલ 23,255 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિ દિવસ 357.76 ટે્ટ પ્રતિ મીલીયન જેટલા થવા પામે છે. રાજ્યમાં અત્યારે સુધીમાં કુલ 8,14,335 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં 1099 અને અન્ય રાજ્યનાં 02 થઇને કુલ 1101 દર્દી નોંધાયા છ. આજે 805 દર્દી સાજા થઇને ઘરે ગયા છે.
સુરત: કોવિડ કેર સેન્ટરમાં MLA એ PPE કીટ પહેરી મહિલા દર્દીઓ સાથે રક્ષાબંધન ઉજવ્યું
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,79,916 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,78,335 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન છે અને 11581 વ્યક્તિઓને સરકારી કે ખાનગી ફેસીલીટીમાં ક્વોરન્ટાઇન કરવામાં આવેલા છે.
મોરારી બાપુની રામ મંદિર માટે એક હાકલ અને 2 દિવસમાં 18.61 કરોડ રૂપિયા એકત્ર થઇ ગયા
રાજ્યમાં હાલ કુલ એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો 14601 એક્ટિવ દર્દી છે. 81 વેન્ટિલેટર પર છે. 14520 લોકો સ્ટેબલ છે. 46587 દર્દીઓને ડિસ્ચાર્જ આફી દેવાયું છે. 2487 લોકોનાં મોત નિપજ્યાં છે. જો કે આજનાં દિવસમાં કુલ 22 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 7, સુરતમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 2, ભાવનગર કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશન 2, દેવભુમિ દ્વારકા 1, ગાંધીનગર કોર્પોરેશન 1, પાટણ 1 અને રાજકોટમાં 1 આ પ્રકારે કુલ 22 લોકોનાં મોત નિપજ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર