રાજ્યમાં અત્યાર સુધી 63.38 ટકા વરસાદ પડ્યો, 36 જળાશયો 50 ટકા સુધી ભરાયા
રાજ્યમાં આ વર્ષે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદના પરિણામે 10 જળાશય છલકાઈ ગયા છે, જ્યારે 10 જળાશય 70થી 100 ટકા જેટલા ભરાઈ ગયા છે અને 17 જળાશય 50થી 70 ટકા ભરાઈ ગયા છે, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 90.52 ટકા વરસાદ પડ્યો છે
હીતલ પારેખ/ગાંધીનગરઃ ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે 8 ઓગસ્ટ,2019 સુધી સરેરાશ 63.38 ટકા વરસાદ નોંધાયો છે. જેના કારણે રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 36 જળાશય 25 થી 50 ટકા જેટલા ભરાયા છે. જેમાંથી 10 જળાશય સંપૂર્ણ ભરાઈને છલકાઈ ગયા છે. રાજ્યના 10 જળાશયમાં 70થી 100 ટકા પાણી ભરાયું છે. તેમજ 17 જળાશય 50 થી 70 ટકા જેટલા ભરાયા છે.
રાજ્યના સૌથી મોટા જળાશય સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહશક્તિના 69.42 ટકા પાણી ભરાયું છે. અત્યાર સુધીમાં રાજયમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 90.52 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હાલમાં 1000 ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં 64,662 ક્યુસેક, ઉકાઇમાં 63,300 ક્યુસેક, દમણગંગામાં 23,237 ક્યુસેક, કડાણામાં 7,050 ક્યુસેક, વણાકબોરીમાં 5,500 ક્યુસેક, કરજણમાં 4490 ક્યુસેક, પાટાડુંગરીમાં 1667 ક્યુસેક અને કેલિયામાં 1037 ક્યુસેક પાણીનો સમાવેશ થાય છે.
વડોદરા પૂર બાદ અંદાજે 10 હજારથી વધુ વાહનોનું રિપેરીંગ કામ માથાનો દુખાવો બન્યું
ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 16.45 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 53.56 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 53.73 ટકા, કચ્છના 20 જળાશયોમાં 18.54 ટકા અને સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 20.34 ટકા એમ રાજયના કુલ-204 જળાશયોમાં હાલ સંગ્રહાયેલા પાણીનો કુલ જથ્થો 43.04 ટકા (2,39,631 મીટર ઘન ફૂટ) ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.
રાજ્યના કુલ 204 જળાશયોની સ્થિતિ
- 36 જળાશય ૫૦ ટકા સુધી ભરાયા, 10 જળાશય છલકાયા
- 10 જળાશય 70 થી 100 ટકા ભરાયા
- 17 જળાશય 50 થી 70 ટકા ભરાયા
વડોદરા : પૂરના પાણી ઓસર્યા બાદ પણ કેશડોલ ન ચૂકવાતા વિરોધમાં લોકોએ મુખ્યમંત્રીનું પૂતળુ બાળ્યું
સરદાર સરોવર ડેમની સપાટીમાં ઐતિહાસિક વધારો
- સરદાર સરોવરમાં કુલ સંગ્રહશક્તિના 69.52 ટકા પાણી
- નર્મદા ડેમની સપાટી 128.41 મીટર
- ઉપરવાસમાંથી 140659 ક્યુસેક પાણીની આવક
- 5491 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે
- હાલ ડેમમાં 2750 mcm લાઈવ સ્ટોરેજ પાણી
- CHPHનું 1 ટર્બાઇન ચાલુ કરાયું
છોટાઉદેપુરમાં એક જ રાતમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો, હેરણ નદી ગાંડીતૂર બની
મહારાષ્ટ્રમાં વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો
- ડેમની સપાટી 321.49 ફૂટ
- ઇન ફ્લો 47973 ક્યુસેક અને 300 ક્યુસેકની જાવક
- લાઈવ સ્ટોરેજ 3195.65 mcm. એટલે કે 47.48 %
- તાપી, વલસાડ, સુરત, નવસારીના લોકો માટે સારા સમાચાર
જૂઓ LIVE TV.....