ગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે મોટા સમાચાર, હવે અહીં લગાવાશે મીટર
Smart Meter Protest : સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મોટા સમાચાર, સરકારી કચેરીઓમાં લગાવવામાં આવશે સ્માર્ટ મીટર, રહેણાંક વિસ્તાર બાદ સરકારી કચેરીઓમાં લાગશે મીટર, રહેણાંક વિસ્તારમાં વિરોધ બાદ ગેરસમજ દૂર કરવા પ્રયાસ
Ahmedabad News : ગુજરાતમાં પ્રાયોગિક ધોરણે સ્માર્ટ વીજ મીટર લગાડવાનો નિર્ણય તો કર્યો છે. પરંતુ આ મીટરો લોકોના માટે માતાનો દુખાવો સાબિત થઈ રહ્યા છે. શરૂઆતમાં જ લોકોના વીજબિલ વધુ આવતા હોવાની વ્યાપક ફરિયાદ ઊઠી રહી છે. જે ઘરનો વીજ વપરાશનું બિલ બે મહિનાનું બે હજારની આસપાસ આવતું હતું. તેણે ૧૫ જ દિવસમાં એક હજાર કરતાં વધુનું રિચાર્જ પૂરું થઇ ગયાનો અનુભવ થઇ રહ્યો છે. જેથી સ્માર્ટ વીજ મીટર લગાડયા બાદ વીજ ગ્રાહકોના ખિસ્સા હળવા કરવા સ્માર્ટ રીત અપનાવી હોવાનો સૂર ઉઠ્યો છે. આ કારણે ગુજરાતના અનેક શહેરોમાં તેનો વિરોધ ઉઠ્યો છે. ત્યારે સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે.
સરકારી ઓફિસોમાં લગાવાશે સ્માર્ટ મીટર
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત મોટો નિર્ણય લેવાયો છે કે, સ્માર્ટ મીટર હવે સરકારી કચેરીઓમાં લગાવાશે. રહેણાંક વિસ્તાર બાદ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે. સ્માર્ટ મીટરના થઈ રહેલા વિરોધ બાદ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવા કવાયત હાથ ધરાઈ છે. રહેણાંક વિસ્તારમાં વિરોધ બાદ ગેરસમજ દૂર કરવા પ્રયાસ હાથ ધરાયો છે. સામાન્ય જનતાની ગેર સમજ દૂર કરવા સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે.
ગુજરાતમાં ચૂંટણીના પરિણામ પહેલા સટ્ટા બજારનો મોટો ધડાકો : 4 ઉમેદવારોનો ભાવ ઘટ્યો
વડોદરામાં સ્માર્ટ મીટરના ઈન્સ્ટોલેશન પર બ્રેક લાગી
વડોદરામાં સ્માર્ટ મીટરના ભારે વિરોધ બાદ આખરે સ્માર્ટ મીટર લગાવવા પર MGVCL એ બ્રેક લગાવી છે. આડેધડ નાણાં કપાતા હોવાના લોકોના વિરોધ બાદ તંત્ર દ્વારા હંગામી નિર્ણય લેવાયો છે. ફરિયાદ કરનારને ત્યાં ચેક મીટર લગાવી હકીકત જાણાવવામાં આવશે. સાથે જ સામેથી કહેનાર સોસાયટી અને કચેરીઓમાં જ સ્માર્ટ મીટર હાલ લગાવાશે.
આખરે સ્માર્ટ મીટર છે શું? કેમ તેનો થઈ રહ્યો છે વિરોધ?
સ્માર્ટ સિટીઓમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. પરંતુ આ પ્રોજેક્ટ સંપૂર્ણ પાર પડે તે પહેલા જ તેનો વિરોધ શરૂ થયો છે. સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતા હોવાનો દાવો કરાયો છે, તો વિપક્ષે ચીમકી આપી છે કે જો સ્માર્ટ મીટર લાગ્યા તો ઉગ્ર આંદોલન કરીશું. વડોદરામાં 15 હજાર ઘરોમાં લગાવેલા આ સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે અને આ જ કકળાટને કારણે શહેરીજનોએ ઉગ્ર રજૂઆત કરી. મોટી સંખ્યામાં મહિલાઓએ હાઉસિંગ બોર્ડની ઓફિસમાં જઈને હોબાળો મચાવ્યો. લોકોનો આક્ષેપ છે કે પહેલા જે મીટર હતા તેની સરખામણીએ સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવે છે. એવા પણ આક્ષેપ થયા છે કે, રિચાર્જ કરાવ્યા બાદ પણ બેલેન્સ ઓછું આવે છે. ઘરમાં અચાનક વીજ પુરવઠો બંધ થઈ જતાં લોકોને હાલાકી ભોગવવી પડે છે. વડોદરામાં લાગેલા સ્માર્ટ મીટરનો સ્થાનિકોએ તો વિરોધ કર્યો જ પરંતુ સાથે સાથે હવે વિપક્ષ પણ મેદાનમાં આવી ગયું છે.
ગુજરાતી ‘પટલાણી’ને અમેરિકામાં થઈ શકે છે 30 વર્ષની જેલ, ફ્લોરિડામાં મોટા કેસમાં ભરાઈ
હવે જેનો આટલો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે તે સ્માર્ટ મીટર આખરે છે શું?
શું છે સ્માર્ટ મીટર અને હાલ આપણા ઘરમાં છે તે સાદા મીટર વચ્ચે તફાવત? તો, સાદા મીટરમાં વીજના વપરાશ પછી બીલ ભરવાનું હોય છે. સ્માર્ટ મીટરમાં પહેલા જ પૈસા આપ્યા પછી વીજળી વાપરી શકાશે. સાદા મીટરમાં બીલ રિડિંગ માટે કર્મચારી આવતો હતો. સ્માર્ટ મીટરમાં બીલ રિંડીંગની જરૂર નહીં પડે, સાદા મીટરમાં બિલ આવે ત્યારે નાણાં ભરવા માટે જવું પડતું હતું. સ્માર્ટ મીટરમાં પહેલા જ રિચાર્જ કરાવું પડે છે, સાદા મીટરમાં રોજનો ચોક્કસ વપરાશ જાણી શકાતો નહતો. સ્માર્ટ મીટરમાં રોજિંદો વીજ વપરાશ જાણી શકાશે.
સાદા મીટરમાં જો બિલ લેટ ભરીએ તો પણ વીજળી ચાલુ રહેતી હતી પરંતુ સ્માર્ટ મીટરમાં રિચાર્જ પત્યું તેની સાથે જ વીજળી ગુલ થઈ જશે, સાદા મીટરમાં વીજ ચોરી થઈ શક્તી હતી. પરંતુ સ્માર્ટ મીટરમાં વીજ ચોરી ભૂતકાળ બની જશે, સાદા મીટરમાં સ્માર્ટ ફોનની જરૂર પડતી નહતી. સ્માર્ટ મીટરમાં સ્માર્ટ ફોન ફરજિયાત રહેશે, સાદા મીટરથી સામાન્ય વ્યક્તિને બીલ ભરવામાં કોઈ સમસ્યા આવતી નહતી.
પ્રેમીપંખીડાઓનું ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું ગુજરાતનું આ ગામ! અહીં લગ્ન પાક્કા થઈ જવાના
સ્માર્ટ મીટરથી વીજળીનો યોગ્ય ઉપયોગ થશે
સ્માર્ટ મીટરથી સામાન્ય વ્યક્તિને થોડી સમસ્યાઓ સર્જાશે. સ્માર્ટ મીટરથી વીજળી સસ્તી પડતી હોવાનો લોકોનો દાવો. સ્માર્ટ મીટરમાં વીજળી મોંઘી પડતી હોવાનો લોકો છે દાવો, સાદા મીટરથી વીજળીનો બગાડ થતો હોવાનો દાવો. સ્માર્ટ મીટરથી વીજળીનો યોગ્ય ઉપયોગ થશે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2025 સુધી તમામ સાદા મીટરને સ્માર્ટ મીટરમાં પરિવર્તિત કરવાનો સરકારનો પ્લાન છે. સરકારનો દાવો છે કે સ્માર્ટ મીટરથી પહેલા જે વીજ ચોરી થતી હતી તે બંધ થઈ જશે અને તેનાથી ફાયદો સરકારની તિજોરીને થશે. આ પૈસાનો ઉપયોગ દેશવાસીઓ માટે અન્ય યોજનાઓ માટે કરી શકાશે.
ગુજરાતીઓ જ્યાં રાત રંગીન કરવા જાય છે એ શહેર ડૂબી જશે પાણીમાં