ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા સમાયાંતરે રાજ્યના લાભાર્થે નિયમોને વધુને વધુ કડક બનાવવામાં આવી રહ્યાં છે. આ નિયમો હવે મલાઈ ખાઈને લાલિયાવાડી ચલાવતા સરકારી બાબુઓ પર પણ લાગુ પડશે. આવો જ એક પરિપત્ર હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતના ગૃહ વિભાગે કરેલાં એક પરિપત્રથી આખું પોલીસ ખાતું હલી ગયું. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલાં એક પરિપત્રથી સમગ્ર પોલીસબેડામાં હડકંપ મચી ગયો છે. પીએસઆઈ, પીઆઈથી માંડીને પોલીસના ઉચ્ચ અધિકારીઓમાં રીતસર ફફડાટ વ્યાપી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  તમામ PI, અધિકારીઓનું આવી બન્યું! જાણો પોલીસ સ્ટેશન બને ત્યારે શું પ્રાર્થના કરાય છે
આ પણ ખાસ વાંચોઃ  'દાદા' બગડ્યાં! 'લેટ ચાલશે વેઠ નહીં', કમિશ્નરો, મેયરો અને ધારાસભ્યો બધાનો વારો પડ્યો
આ પણ ખાસ વાંચોઃ  પેટ્રોલ-ડીઝલ, CNGની જફામાંથી અમદાવાદીઓ આઝાદ! હવે મફતમાં ગાડીઓ લઈને ફરશે રોણા


ગૃહ વિભાગનો પોલીસ સેવાના ક્લાસ ૧-૨ અધિકારી માટે પરિપત્ર:
રાજ્ય પોલીસ સેવાના વર્ગ-૧ અને રના દરેક અધિકારીઓએ વર્ષ ૨૦૨૩ના અંતિત રજૂ કરવાના થતાં વાર્ષિક મિલકત પત્રક ફરજિયાત સાથી એપ્લીકેશનમાં ઓનલાઈન જ રજૂ કરવાનું રહેશે. આ સંદર્ભે રાજ્યના ગૃહ વિભાગે વિધિવત્ પરિપત્ર જાહેર કર્યો છે. એટલું જ નહીં, આ પરિપત્રથી સરકારના અન્ય વિભાગોમાં પણ વ્યાપી ગયો છે ડર.


પોલીસ અધિકારીઓએ મિલકતની માહિતી ફરજિયાત ઓનલાઇન જ રજૂ કરવા તાકીદ:
રાજ્ય પોલીસ સેવાના વર્ગ-૧- રના દરેક અધિકારીઓએ કોઈ પણ સ્થાવર મિલકત તેમના કે પરિવારના નામે, પટા, ગીરો, ખરીદ-વેચાણ, બક્ષિસ કે બીજી કોઈ પણ રીતે સંપાદિત કરી હોય કે નિકાલ કરવા અંગે નિયત સત્તાધિકારીને ફરજિયાત ઓનલાઈન સાથી એપ્લિકેશન મારફત પૂર્વ જાણ કરવાની રહેશે. ગૃહ વિભાગે પરિપત્રમાં એવી પણ તાકીદ કરી છે કે, દરેક અધિકારીએ તેમના બે મહિનાના મૂળ પગારથી વધુ રકમના કોઈ પણ જંગમ મિલકતના ખરીદ-વેચાણ બાબતે મિલકત જે તારીખે લે-વેચ કરી હોય તે તારીખથી એક મહિનાની અંદર તેમના અધિકારીને જાણ કરવાની રહેશે અને તેને સંલગ્ન દસ્તાવેજો સાથી એપ્લિકેશન પર અપલોડ કરવાના રહેશે. 


જો માહિતી ન અપાય તો નિયમ ભંગ બદલ કાર્યવાહી કરાશેઃ
જો કોઈ અધિકારી મિલકત સંબંધે ઓફલાઈન જાણ કરશે તો તે કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય ગણવામાં નહિ આવે તેવી પણ સ્પષ્ટ તાકીદ કરાઈ છે. સરકારી પરિપત્ર પ્રમાણે જો પૂર્વ જાણ નહિ કરાય તો ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો, ૧૯૭૧ના નિયમ-૧૯નો ભંગ કર્યો છે તેમ ગણાશે અને તેમની સામે નિયમ અનુસાર કાર્યવાહી કરાશે. એપ્લીકેશનના યુઝર આઈડી, પાસવર્ડ સહિતની વિગતો મેળવી લેવાની કાર્યવાહી માટે પણ પોલીસ વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે.