ડ્રગ્સ મુદ્દે Gujarat Police નિષ્ફળ જતા હવે NCB સક્રિય, કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું
ગુજરાતમાં સતત વધી રહેલા ડ્રગ્સના દુષણને ડામવામાં ગુજરાત પોલીસ સદંતર નિષ્ફળ સાબિત થઇ રહી છે. તેવામાં ડ્રગ્સના દુષણને ડામવા માટે રાષ્ટ્રીય એજન્સી NCB હવે સક્રિય થઇ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ પોતાના સુત્રોને પણ સક્રિય કર્યા છે. જેના આધારે એનસીબીને પાક્કી બાતમી મળી હતી કે, રેલવે દ્વારા મેથામ્ફેટામાઇનની તસ્કરી થઇ રહી છે. જેના આધારે ચોક્કસ બાતમીના આધારે એનસીબી દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન પર વોચ ગોઠવવામાં આવી હતી.
મૌલિક ધામેચા/અમદાવાદ : ગુજરાતમાં સતત વધી રહેલા ડ્રગ્સના દુષણને ડામવામાં ગુજરાત પોલીસ સદંતર નિષ્ફળ સાબિત થઇ રહી છે. તેવામાં ડ્રગ્સના દુષણને ડામવા માટે રાષ્ટ્રીય એજન્સી NCB હવે સક્રિય થઇ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ પોતાના સુત્રોને પણ સક્રિય કર્યા છે. જેના આધારે એનસીબીને પાક્કી બાતમી મળી હતી કે, રેલવે દ્વારા મેથામ્ફેટામાઇનની તસ્કરી થઇ રહી છે. જેના આધારે ચોક્કસ બાતમીના આધારે એનસીબી દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન પર વોચ ગોઠવવામાં આવી હતી.
ડિજીટલ દંડ પ્રોજેક્ટ અમદાવાદ પોલીસને માથે પડી શકે છે, થઈ શકે છે મોટુ નુકસાન
વોચ દરમિયાન ચોક્કસ બાતમી હતી તેવો વ્યક્તિ પસાર થઇ રહ્યો હતો તેને અટકાવીને તેની પુછપરછ કરતા તેની પાસેથી 0.974 કિલો એટલે કે આશરે 1 KG ડ્રગ્સ ઝડપાયું હતું. એનસીબીની તપાસમાં હેરાફેરી કરી રહેલા શખ્સનું નામ પ્રવિણ (ઉવ. 36) હોવાનું સામે આવ્યું હતું. તે હાવડા ગાંધીધામ એક્સપ્રેસમાં આ ડ્રગ્સ લઇને આવ્યો હતો. જો કે એનસીબી દ્વારા સફળતા પુર્વક આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ ડ્રગ્સની બજાર કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કરોડો રૂપિયાની કિંમત થાય છે. આ વ્યક્તિની પુછપરછમાં અમદાવાદ ખાતેના ડ્રગ્સ ખરીદદારોના નામ પણ ખુલ્યા હતા.
બંધ રૂમમાં થયેલા નગ્ન ડાન્સનો આખરે ભેદ ખૂલ્યો, મુંબઈથી એક રાત માટે આવી હતી યુવતી
જો કે ઝડપાયેલા પ્રવિણની પુછપરછ કરતા તે આ ડ્રગ્સ અમદાવાદ ખાતે અબ્દુલ ગની અને સરોજ ગોસ્વામી આપવા માટે આવ્યો હતો. એનસીબીની સતર્કતાના કારણે આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. જો કે હાલ તો આ ત્રણેયને ઝડપી લઇને આગળની પુછપરછ હાથ ધરી છે. આ પુછપરછમાં સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થઇ શકે છે. હાલ તો એનસીબી દ્વારા NDPS એક્ટ અંતર્ગત કેસ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube