Gujarat Weather Effect : સમગ્ર રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રોની હાલત કફોડી થઈ છે. ખેડૂતોનો તૈયાર પાક નાશ પામ્યો છે. પરંતુ આ માવઠું ન માત્ર ખેડૂતો, પરંતુ લોકોને પણ રડાવશે. તેની અસર જલ્દી જ જોવા મળશે. આ માવઠું એટલુ નડશે કે આગામી સમયમાં તમારું બજેટ બગાડી દેશે. ઘઉં ભરવાનો સમય આવી ગયો છે, તો માવઠાની સૌથી મોટી અસર ત્યાં જોવા મળશે. ઘઉંના ભાવ વધી જશે. ત્યારે બીજી કઈ કઈ બાબતો પર નુકસાન થશે તે જોઈ લો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘઉં, તુવેર, એરંડા,કપાસ, તમાકું અને કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે. તૈયાર થઈ ગયેલો પાકની ખેડૂતોએ લણણી કરી દીધી હતી. અને તે માર્કેટ સુધી પહોંચાડવાનો જ હતો ત્યાં વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું. અન્નદાતાની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું. તો ક્યાંક પાક તૈયાર થઈ ગયા બાદ તેની લણણી જ બાકી હતી અને માવડું પડતા પાક કોહવાઈ ગયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તૈયાર કેરીને ઉતારવાનું જ બાકી હતું ત્યાં વરસાદને કારણે તે બગડી ગઈ છે. જેના કારણે ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલ જોઈ શકાય છે કે પાક નુકસાનીને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. તો કેરીના પાકને નુકસાન જતાં હવે ખેડૂતોએ તો રડવાનો વારો આવ્યો જ છે. સાથે સાથે સામાન્ય લોકોને પણ કેરીનો સ્વાદ ખાટો લાગશે. કારણ કે વરસાદને કારણે કેરીનો ભાવ આસમાને પહોંચે તો નવાઈ નહીં. તો ઘઉંમાં કાળી ડાઘી પડી જતાં ખેડૂતોને તેના ભાવ નહીં મળે. સાથે સાથે લોકોને પણ ઘઉં ખરીદવા મોંઘા પડી શકે છે. કુદરતના મારથી બેહાલ બનેલા ખેડૂતોએ સરકાર પાસે રાહતની માગ કરી છે.


રાજકોટના માથે મોટી ઘાત... 40 દિવસમાં રાજકોટમાં કુલ 7 યુવાનોના હાર્ટએટેકથી મોત


માવઠાથી તમને શું નુકસાન?
તૈયાર પાક બગડી જતાં ભાવ આસમાને પહોંચશે
સામાન્ય લોકોને બમણાં ભાવથી કરવી પડશે ખરીદી
ઘઉં ભરવાના સમયે જ હવે ઘઉં મોંઘા પડશે 
કેરીની મીઠાશ માણવી મોંઘી પડશે 
ઉનાળામાં કેસર કેરીનો સ્વાદ મોંઘો પડી જશે
શાકભાજી, અનાજ સહિત તમામના ભાવ ઊચકાશે
ભાવમાં વધારો થવાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાશે
કાળઝાળ મોંઘવારી વચ્ચે પડશે વધુ એક માર
મધ્યમ વર્ગની હાલત સૌથી કહોડી બનશે
રોજની કમાઈ રોજ ખાતા લોકોની સ્થિતિ બનશે વિકટ
વધુ ભાવ આપીને પણ સારી ગુણવત્તાની વસ્તુ નહીં મળે


રસિયા રૂપાળાનો મેળ પડી ગયો..! લાઈટ કાપતા કાપતા સીધા સ્ટુડીઓમાં પહોંચી ગયા..


માવઠાથી ક્યાં શું નુકસાન?  
વલસાડ, હાઉસ કેરી
નવસારી, ચીકુ
ગીરસોમનાથ, કેસર કેરી
બનાસકાંઠા, ઘઉં
ખેડા, તમાકું
સુરત, શાકભાજી
બોટાદ, બાજરી
અરવલ્લી, એરંડા
કચ્છ, કપાસ


ઊંઝાનું પ્રખ્યાત જીરુ ખરીદતા પહેલા જાણી લો, તમે તો નથી લીધુંને આવું સિમેન્ટવાળુ જીરુ


માવઠાના મારથી રાજ્યના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. કચ્છમાં કમોસમી વરસાદે અન્નદાતાની સ્થિતિ વિકટ બનાવી દીધી છે. કેરી, દાડમ, ખારેક જેવી બાગાયતી પાક તેમજ શાકભાજીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. સાથે જ ઘઉં, જીરું, કપાસ, રાયડો, ઇસબગુલ જેવા પાકોને પણ મોટા પાયે નુકસાન થયું છે. જેના કારણે જગતના તાતની આર્થિક સ્થિતિ વિકટ બની ગઈ છે. ત્યારે ઝી મીડિયા સમક્ષ ધરતીપુત્રોએ પોતાની વેદના વર્ણવી હતી અને સરકાર સમક્ષ સહાયની માગ કરી હતી.


અરવલ્લીમાં સતત બે દિવસથી કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. 1.79 લાખ હેક્ટરમાં વાવેલ ઘઉં, ચણા સહિતના શિયાળુ પાકમાં ભારે નુકસાન થયું છે. ત્યારે મદાપુર કંપામાં ચણાનું વાવેતર કરનાર ખેડૂતોના રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેતરમાં તૈયાર થયેલ ચણાના પાક પર માવઠું થતા વ્યાપક નુકસાન થયું છે. ત્યારે ચણામાં થયેલ નુકસાન અંગે તાત્કાલિક સર્વે કરી સરકાર સહાય ચૂકવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.


રાજકોટમાં લોકોને ક્રિકેટ રમતા આવી રહ્યું છે મોત, વધુ એક શખ્સે ગ્રાઉન્ડ પર દમ તોડ્યો


સૌરાષ્ટ્રમાં છેલ્લા 15 દિવસથી વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદના લીધે રાજકોટ જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. માવઠાથી ઘઉં, જીરું, ધાણા, ચણા, એરંડા સહિતના પાકને ભારે નુકસાન થયું છે. જેથી ખેડૂતોએ પત્ર લખી સરકાર પાસે સર્વે કરીને તાત્કાલિક સહાય ચૂકવવાની માગ કરી છે. ખેડૂતોનું કહેવું છે સરકાર દ્વારા સર્વે કરાવવામાં આવે છે તે માત્ર ઊભા પાકનો જ કરવામાં આવે છે. પરંતુ તૈયાર થયેલ પાક ખેતરમાં પડ્યો હોય તે સદતરે નિષ્ફળ ગયો છે. જેથી યોગ્ય સર્વે કરી ઝડપથી સહાય ચૂકવવાની માગ કરવામાં આવી છે.