Ambalal Patel Vs Meteorological Department: ગુજરાત પર ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડાને કારણે ભારે તબાહી મચાવી છે. હવામાનની સચોટ આગાહી માટે પ્રખ્યાત અંબાલાલ પટેલે વાવાઝોડા બાદ ચોમાસાની આગાહી કરી હતી. વાવાઝોડું તો ગયું કે, હવે ચોમાસું ક્યારે આવશે તેવો સવાલ દરેકના મનમાં ઉઠ્યો હતો પણ અંબાલાલ પટેલે તારીખ આપીને કહી દીધું કે, આગામી 21 જૂન ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી જશે. જોકે, વાવાઝોડાની અસરે અંબાલાલને પણ ખોટા પાડ્યા છે. વરસાદ પાછળ ખેંચાઈ ગયો છે. હવામાન વિભાગ એમ કહે છે ચોમાસું પાછળ ઠેલાશે પણ અંબાલાલ આગાહી કરી રહ્યાં છે કે જળબંબાકાર થાય એવો વરસાદ પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંગાળની ખાડીનું ચોમાસુ ગુજરાત તરફ આગળ વધ્યું, 5 દિવસ બાદ મેઘરાજા ભુક્કા બોલાવશે
ફોન પર એક મહિલાનું નોટિફિકેશન અને દુનિયા બદલાઇ ગઇ, ભાંડો ફૂટ્યા પછી જે થયું...

પાણીપુરી ખાનારાઓ અવશ્ય જોજો આ Video, જીંદગીમાં પાણીપુરી ખાવાનું મન નહી થાય
જાણકારી વિના નંગ ધારણ કરશો તો ઉલમાંથી ચૂલમાં પડશો, શુભને બદલે મળશે અશુભ પરિણામ


બિપોરજોય વાવાઝોડાને કારણે આ વર્ષે ચોમાસાની પેટર્નમાં બદલાવ જોવા મળ્યો હતો. અરબ સાગરમાં ઉઠેલા તોફાનને કારણે કેરળમાં ચોમાસું મોડું બેઠું હતું. ન માત્ર કેરળ, પરંતુ વરસાદ વચ્ચે વાવાઝોડું વિધ્ન બનતા આખા દેશમાં ચોમાસા પર અસર પડી છે.  એવું હતું કે, ચોમાસાની એન્ટ્રી હવે થઈ જશે. ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને પગલે ચોમાસાના સમીકરણો બદલાઈ ગયા છે. ચોમાસું પણ કેરળમાં વિધિવત મોડું પડ્યું છે પહેલીવાર એવું બની રહ્યું છે કે હવામાન વિભાગને પણ ખોટું પાડનાર ગુજરાતના આગાહીકાર અંબાલાલ પટેલ ખોટા પડ્યા છે. એ ખોટા પડ્યા એવું પણ નથી પણ બિપરજોયે હવામાનના સમીકરણો બદલી નાખ્યા છે. હવામાન વિભાગ પણ એક સપ્તાહ બાદ ગુજરાતમાં ચોમાસાની વિધિવત પધરામણીની આગાહી કરી રહ્યાં છે. ગુજરાતમાં અત્યારે ચોમાસું બેસી જતું હોય છે પણ બિપરજોયને પગલે સ્થિતિ બદલાઈ ગઈ છે.

આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, જખૌ પોર્ટ પર લેન્ડફોલ થયેલા વાવાઝોડાનો ગુજરાતમાં પ્રકોપ આગામી 18 જૂન સુધી રહેશે. દેશના અન્ય રાજ્યોમાં આ વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેશે. 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે.


Garuda Purana: જો લક્ષ્મી ટકતી ન હોય તો આજે છોડી આ આદતો, નહીંતર ગરીબ વાર નહી લાગે
Shani:ઇંક્રીમેન્ટ-પ્રમોશન અટવાયું છે તો નિરાશ થશો નહી,વક્રી શનિ જલદી પુરી કરશે ઇચ્છા
આ 2 કામ કરતી સ્ત્રીઓ હોય ત્યારે પુરૂષોએ ભૂલથી પણ ન જોવું, નહીંતર ભોગવવી પડશે યાતના
ચાણક્ય નીતિ: મહિલાઓમાં પુરૂષો કરતાં 8 ગણી હોય છે કામુકતા, જાણો સ્ત્રીઓના 4 ગુણો


તેઓએ જણાવ્યું છે કે, આગામી જૂલાઈ મહિના સુધી વરસાદ ચોમાસા પેટર્ન મુજબ જ થશે. તેમણે રાહતની આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે ચોમાસામાં પૂરતો વરસાદ થવાની જ સંભાવના છે.  તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત પરથી વાવાઝોડાની ઘાત ટળી ગઈ છે. પરંતુ હજી પણ તેની અસર રૂપે વિવિધ ભાગોમાં વરસાદ છે. વાવાઝોડાની અસર દેશના અનેક રાજ્યોમાં જોવા મળશે. પરંતુ ત્યાર બાદ ચોમાસાનો માર્ગ ક્લિયર બનશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, જખૌ પોર્ટ પર લેન્ડફોલ થયેલા વાવાઝોડાનો ગુજરાતમાં પ્રકોપ આગામી 18 જૂન સુધી રહેશે. દેશના અન્ય રાજ્યોમાં આ વાવાઝોડાની અસર 21 જૂન સુધી રહેશે. 21 જૂન બાદ વિધિવત રીતે ચોમાસું બેસી જશે. રાજ્યમાં 26 જૂન બાદ ચોમાસું સક્રિય થવાની સંભાવના છે.


Ratan Tata ની આ કંપનીએ બનાવ્યા કરોડપતિ, 63 થી વધીને 570 પર પહોંચ્યો Stock
Construction Rules: રોડ ટચ મકાન હોય તો જાણી લો આ નિયમ, નહીંતર ગમે ત્યારે તોડી પડાશે
Australia માં પત્ની સાથે ભૂલથી પણ ન કરો આ 4 વસ્તુઓ, નહીંતર જીંદગીભર પસ્તાશો
કેનેડામાં થવું છે શિફ્ટ, તો જાણો કેવી લઇ શકો છો કાયમ માટે રેસિડેન્સ વીઝા


વાવણી લાયક વરસાદ થતાં ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ધરતીપુત્રોએ અખા ત્રીજનું મુહુર્ત તો સાચવી લીધું છે. જો કે હવે પછીના પાંચથી દશ દિવસ ખેડૂતોએ વરસાદની રાહ જોવી પડશે. કેરળથી પાપા પગલી માંડતું ચોમાસુ હજુ ગુજરાત સુધી પહોંચવામાં સમય લગાડશે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે ગુજરાતના લોકોએ ચોમાસાની રાહ જોવી પડશે. આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, ત્યારબાદ મેઘરાજા ગુજરાતમાં વિધિવત રીતે ધામા નાખશે. 


Quiz: શાકભાજીઓનો રાજા બટાકા તો જાણો રાણી કોણ? આ રહ્યો જવાબ
આ અભિનેત્રી માટે તેના પિતા જ હતા તેના બોયફ્રેન્ડ, દિગ્ગજ ક્રિકેટર સાથે થયો હતો પ્રેમ
કોહલી સાધુ કે ખેડૂત હોત તો કેવા દેખાતા, AI એ બનાવ્યા વિરાટના આ 10 નવા અવતાર


આ જિલ્લાઓ થશે જળબંબાકાર
આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ તારીખ 28-29-30 ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે જળબંબાકારની સ્થિતિ સર્જશે. મહેસાણા, અમદાવાદ, વડોદરા માટે ભારે વરસાદની આગાહી કરાઈ છે. નર્મદા બે કાંઠે વહેશે. અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ અરબસાગર અને બંગાળની ખાડીમાં ભેજના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ હવામાન ખાતાએ પણ જણાવ્યું છે કે પાંચ દિવસ બાદ ગુજરાતમાં મેઘરાજા ભુક્કા બોલાવશે. 


ખતમ થઇ ગયો ગુરૂ ચાંડાલ યોગ, આ રાશિઓના ખુલી જશે ભાગ્ય, અચાનક થશે રૂપિયાનો વરસાદ
Black Thread: સમજ્યા વિના પગમાં બાંધશો કાળો દોરો તો પડશો મુસીબતમાં, જાણો સાચો નિયમ
દુનિયાના એકમાત્ર ક્રિકેટર જેને આપવામાં આવી હતી ફાંસીની સજા, પ્રેમમાં મળ્યો હતો દગો


આ તારીખે પણ થઈ છે વરસાદની આગાહી
હવામાન ખાતા દ્વારા દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તારીખ 25 અને 26 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મધ્ય ગુજરાતના નર્મદા, છોટા ઉદેપુર, અને વડોદરામાં રવિવારે તેમજ ભરૂચ, વડોદરા, અને સુરતમાં સોમવારે ભારે વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં રવિવારથી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ શરૂ થવાના પણ સંકેત અપાયા છે.