ખતમ થઇ ગયો ગુરૂ ચાંડાલ યોગ, આ રાશિઓના ખુલી જશે ભાગ્ય, અચાનક થશે રૂપિયાનો વરસાદ

Guru Nakshatra Parivartan 2023 in Bharani: ગુરુ અને રાહુનો મેષ રાશિમાં બનેલો ગુરુ ચાંડાલ યોગ હવે પૂરો થઈ ગયો છે. ભરણી નક્ષત્રમાં ગુરૂના પ્રવેશ સાથે આ અશુભ યોગનો અંત આવ્યો અને હવે 4 રાશિના લોકોનું કિસ્મત ખુલી ગયું છે.

ખતમ થઇ ગયો ગુરૂ ચાંડાલ યોગ, આ રાશિઓના ખુલી જશે ભાગ્ય, અચાનક થશે રૂપિયાનો વરસાદ

Guru Chandal yog 2023: આ વર્ષે એપ્રિલમાં દેવગુરુ બૃહસ્પતિએ મીન રાશિ છોડીને મેષ રાશિમાં પ્રવેશ કર્યો અને 1 મે, 2024 સુધી મેષ રાશિમાં રહેશે. બીજી તરફ, ક્રૂર ગ્રહ રાહુ પહેલેથી જ મેષ રાશિમાં હાજર છે અને 30 ઓક્ટોબર 2023 સુધી મેષ રાશિમાં રહેશે. મેષ રાશિમાં ગુરુ અને રાહુના સંયોગથી ગુરુ ચાંડાલ યોગ રચાયો હતો. તાજેતરમાં જ 21મી જૂને ગુરુએ પોતાનું નક્ષત્ર બદલીને ભરણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે.

ગુરુનું નક્ષત્ર બદલાતા જ ગુરુ ચાંડાલ યોગ સમાપ્ત થાય છે. જેના કારણે 4 રાશિના લોકોને ઘણી રાહત મળી છે. એમ કહી શકાય કે મેષ રાશિમાં બનેલા ગુરુ ચાંડાલ યોગના અંતને કારણે આ રાશિના લોકોના સૂતેલા ભાગ્ય જાગી ગયા છે. ચાલો જાણીએ કે ગુરુ રાહુની યુતિથી બનેલા ગુરુ ચાંડાલ જેવા અશુભ યોગનો અંત કઈ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે. 

આ રાશિઓ માટે એકદમ શુભ છે ગુરુનું નક્ષત્ર પરિવર્તન

મિથુન રાશિઃ 
ગુરુ રાહુ ચાંડાલ યોગના વિસર્જનને કારણે મિથુન રાશિના જાતકોને ઘણો ફાયદો થશે. આ લોકોને નોકરી-ધંધામાં મોટો ફાયદો થશે. પ્રગતિ થશે, આવક વધશે. જૂના રોકાણથી લાભ થશે. જૂની સમસ્યાઓથી રાહત મળશે. અટકેલા કામ પૂરા થવા લાગશે.

સિંહ રાશિઃ 
ગુરુ-રાહુના ચાંડાલ યોગનો અંત સિંહ રાશિના લોકોને મોટી રાહત આપશે. મજબૂત આર્થિક લાભ થઈ શકે છે. તમને ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે. અટકેલા કામ પૂરા થશે. નવા કાર્યમાં તમને સફળતા મળશે. પિતાનો સહયોગ મળશે. અભ્યાસ માટે વિદેશ જવાની ઈચ્છા પૂરી થઈ શકે છે.

કર્ક રાશિઃ  
ગુરુ-રાહુ ચાંડાલ યોગનો અંત કર્ક રાશિના લોકોને ઘણું બધું આપશે. તમારું માન, પદ, પ્રતિષ્ઠા અને કિસ્મતમાં વધારો થશે. અચાનક ધનલાભ થશે. નોકરીમાં પ્રમોશન મળશે. નવી નોકરી મળવાની પ્રબળ તકો છે.

ધન રાશિઃ  
ગુરુ ચાંડાલ યોગનો અંત ધન રાશિના લોકોને કરિયર, આર્થિક સ્થિતિ, સંબંધમાં લાભ આપશે. તમારા ઘરમાં સુખ અને શાંતિ આવશે. જીવનસાથી સાથે પ્રેમ વધશે. કરિયરમાં નવી તકો મળશે જે ફાયદાકારક સાબિત થશે. રોકાણમાં તમને સફળતા મળશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પ્પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી. )

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news