ગરમીથી લોકોની તબિયત લથડી, રવિવારે રાજ્યભરમાં ઈમરજન્સીના 507 કૉલ મળ્યા
ગરમીના પારાએ એપ્રિલ મહિનામાં તમામ રેકોર્ડ તોડી પાડ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગરમીએ કહેર મચાવ્યો છે. તાપમાનની વાત કરીએ તો, સૌથી વધુ કંડલા એરપોર્ટ પર 46.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 43.7 ડિગ્રી અને વડોદરામાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અન્ય શહેરોની વાત કરીએ તો ડીસામાં 43.5, રાજકોટમાં 44 ડિગ્રી, સુરતમાં 43.6 ડિગ્રી, ગાંધીનગરમાં 43.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 44.7 ડિગ્રી અને અમરેલીમાં 44,6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું. આકરી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
અમદાવાદ :ગરમીના પારાએ એપ્રિલ મહિનામાં તમામ રેકોર્ડ તોડી પાડ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગરમીએ કહેર મચાવ્યો છે. તાપમાનની વાત કરીએ તો, સૌથી વધુ કંડલા એરપોર્ટ પર 46.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 43.7 ડિગ્રી અને વડોદરામાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અન્ય શહેરોની વાત કરીએ તો ડીસામાં 43.5, રાજકોટમાં 44 ડિગ્રી, સુરતમાં 43.6 ડિગ્રી, ગાંધીનગરમાં 43.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 44.7 ડિગ્રી અને અમરેલીમાં 44,6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું. આકરી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
Video : પત્રિકામાં નામ ન છપાવા બાબતે સ્ટેજ પર કૂતરા-બિલાડાની જેમ બાખડી પડ્યા બે ધારાસભ્યો
અમદાવાદ 43.7 ડિગ્રી
ગાંધીનગર 43.6
વડોદરામાં 44.4 ડિગ્રી
ડીસામાં 43.5
રાજકોટમાં 44 ડિગ્રી
સુરતમાં 43.6 ડિગ્રી
ગાંધીનગરમાં 43.6 ડિગ્રી
સુરેન્દ્રનગરમાં 44.7 ડિગ્રી
અમરેલીમાં 44,6 ડિગ્રી
ભાવનગર 42.5
Photos : સાપુતારામાં ફરી અકસ્માત, બસની આવી હાલત જોઈને તમે વિશ્વાસ નહિ કરી શકો કે શું થયું હશે
રવિવાર હોવા છતા લોકો બહાર ન નીકળ્યા
રવિવારની રજા હોવા છતાં આકરા તાપમાં લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. રવિવારે ગુજરાતના મોટાભાગના શહેરોના રસ્તાઓ બપોર બાદ સૂમસાન જોવા મળ્યા હતા. મોડી સાંજ સુધી ચહેલપહેલ ન હતી. સાંજ બાદ વાતાવરણમાં ઠંડક આવતા લોકો ઘરની બહાર નીકળ્યા હતા.
પાણીનો પોકાર : ગુજરાતના આ ગામમાં એકાદ-બે ઘડો પાણી મળે તો પણ મહિલાઓ પોતાને નસીબદાર માને છે
વડોદરામાં રસ્તો પીઘળ્યો
વડોદરામાં એટલી ગરમી પડી કે ડામરના પાક્કા રસ્તા ઓગળી ગયા છે. રસ્તા પરથી ડામર ઓગળી જતાં લોકોમાં કુતુહલ સર્જાયું છે. વડોદરાના કારેલીબાગમાં આવેલો રસ્તાની હાલત એવી થઈ ગઈ છે, જાણો કે રસ્તો હજી હાલ જ બનાવાયો છે. વડોદરામાં રવિવારે ગરમીનો પારો 44.4 ડિગ્રી પર પહોંચ્યો છે. ત્યારે હવે લોકોને રસ્તાને કારણે પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
Photos : સિંહોની તરસ છુપાવતુ વનવિભાગનું અનોખુ ‘વોટર મેનેજમેન્ટ’
6 બેભાન થયા, 18ની તબિયત લથડી
વડોદરામાં ગરમીનો પારો 44.4 ડિગ્રી પર પહોંચ્યો હતી. શનિ-રવિવારનું શહેરનું તાપમાન વધ્યું હતું. 44.4 ડિગ્રી તાપમાન રહેતા 6 લોકો બેશુદ્ધ થયા હતા, તો ગરમીને લીધે 18 લોકોની તબિયત લથડી હતી. ગરમીનો પારો આજે વધુ ઉંચો જવાંની સંભાવના છે.
આકરી ગરમી સહન ન કરી શકનારા 500 ચામાચીડિયા ટપોટપ જમીન પર પડ્યા, 20 કોથળામાં ભરી લાશ
500 ચામાચીડિયાના મોત
ઉકાઈ ડેમના થર્મલ પાવર વિસ્તારમાં ચામાચીડિયાના મોતનો બનાવ બન્યો છે. ગઈકાલે 43 ડિગ્રી તાપમાન વચ્ચે થર્મલ પાવર સ્ટેશનના કેન્ટીન વિસ્તારથી થર્મલ ઓફિસ વચ્ચે આવેલા વૃક્ષો પર લટકતા ચામાચીડિયાને અસર થઈ હતી, અને ટપોટપ તેઓ નીચે પડવા લાગ્યા હતા. 4-5 કલાકમાં 500થી વધુ ચામાચીડિયાના મોત થયા છે. અતિશય ગરમીથી અસર થતા વૃક્ષ પર ઊંધા લટકતા ચામાચીડિયા ટપોટપ જમીન પર પડી ગયા હતા. લોકોએ જોયું તો ચારેતરફ ચામાચીડિયા મૃત હાલતમાં વિખેરાયેલા હતા. ત્યારે ગરમીમાં પાણીના અભાવે ચામાચીડિયાના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે.